Poco F3 GT Launch Update: આ દિવસે ભારતમાં લોન્ચ થશે Pocoનો આ ખાસ ફોન, 12 GB રેમ મળશે
ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો પ્રાઈમરી કેમેરા 64 મેગાપિક્સલ છે.
લાંબી રાહ જોયા બાદ Poco F3 GT સ્માર્ટફોનની લોન્ચિંગ ડેટનો ખુલાસો થઈ ગયો છે. કંપનીએ ટ્વીટ કરીને કહ્યું કે, આ ફોનને ભારતીય બજારમાં 23 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે. ફોન બપોરે 12 કલાકે એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. કહેવાય છે કે આ ફોન ત્રણ સ્ટાઈલમાં રજૂ કરવામાં આવશે. પ્રીમિયમ ગ્લાસ પેનલની સાથે આવનાર આ પોકનો પ્રથમ ફોન હશે. આ ફોનની કિંમત 30 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આવો જાણીએ આ ફોન વિશે.
Poco F3 GT ના સ્પેસિફિકેશન્સ
Poco F3 GT સ્માર્ટ ફોનને Redmi K40 Gaming Editionનું જ રિબ્રાન્ડ વર્ઝન માનવામાં આવી રહ્યું છે. જેમાં 6.67 ઇંચની ફુલ એચડી OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન (1,080x2,400) પિક્સલ છે, જેનો રિપ્રેશ રેટ 120Hz હશે. આ ફોન મીડિયાટેક ડાયમેન્ટિટી 1200 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 12GB રેમ 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. પોકોના આ ફોનમાં મેટે ફિનિશની ઉપર એન્ટી-ફિંગરપ્રિન્ટ કોટિંગનો ઉપયોગ કરી શકાય છે. ફોન પ્રીડેટર બ્લેક અને ગનમેન્ટલ સિલ્વર કલર ઓપ્શન્સથી સજ્જ હશે. આ ફોન ડોલ્બી એટમોસના સપોર્ટવાળા ડ્યુઅલ સ્પીકર્સથી સજ્જ હશે.
Poco F3 GTમાં કેમેરો
ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો પ્રાઈમરી કેમેરા 64 મેગાપિક્સલ છે. જ્યારે 8 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરા અલ્ટ્રા-વાઈડ-એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો ત્રીજો કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
OnePlus Nord 2 સાથે ટક્કર
Poco F3 GTની ભારતમાં OnePlus Nord 2 સ્માર્ટપોન સાથે ટક્કર થઈ શકે છે. આ સ્માર્ટફોનમાં 6.43 ઇંચની ફુલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે પવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઈડ 11 આધારિત OxygenOS પર કામ કરે છે. ફોન ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્સિટી 1200 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 8 GB રેમ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે OnePlus Nord 2માં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેનો પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે. સાથે જ ફોનમાં 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના બે કમેરા હશે. સેલ્ફી અને વીડોય કોલ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.