Indian Railways: રેલવેએ લોન્ચ કરી SwaRail એપ, હવે રેલવે સંબંધિત બધા જ કામ આ એક appથી થશે
Indian Railways: એક જ પ્લેટફોર્મ પરથી મુસાફરોની બધી જ સુવિધાઓ મળી રહે માટે રેલવેએ નવી સુપર એપ 'Swarail' લોન્ચ કરી છે. આ એપ મુસાફરોને ટિકિટ બુકિંગથી લઈને ટ્રેનના સ્ટેટસ સુધીની તમામ સેવાઓ એક જ જગ્યાએ પૂરી પાડશે

Indian Railways: રેલ્વે મંત્રાલયે સુપર એપ SwaRail એપ લોન્ચ કરી છે. આ એપ સામાન્ય લોકોને વ્યાપક રેલ્વે સેવાઓ પ્રદાન કરવા માટેનો વન-સ્ટોપ સોલ્યુશન છે. ભારતીય રેલ્વે ઘણી જાહેર સેવાઓ પૂરી પાડે છે, જેમાં આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ બુકિંગ, પ્લેટફોર્મ અને પાર્સલ બુકિંગ, ટ્રેન અને PNR પૂછપરછ અને રેલ હેલ્પ દ્વારા સહાયનો સમાવેશ થાય છે. આ પહેલ રેલ્વે યુઝર્સની સુવિધા વધારવા માટે ટેક્નોલોજીનો લાભ લેવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
કેવી રીતે કરશો એપનો ઉપયોગ
એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. એપ્લિકેશન વિવિધ રેલ્વે સેવાઓને એકીકૃત કરે છે, બહુવિધ એપ્લિકેશનોની ઝંઝટ પણ આનાથી દૂર થશે.
શું છે સ્વરેલ એપ
સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS) દ્વારા વિકસિત સુપરએપ ભારતીય રેલ્વેની તમામ પબ્લિક ફેસિંગ એપ્લીકેશનને એક જ જગ્યાએ એકીકૃત કરે છે. આ એપ યુઝરની વિવિધ જરૂરિયાતો પૂરી કરે છે જેમ કે-
આરક્ષિત ટિકિટ બુકિંગ
અનરિઝર્વ્ડ અને પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ
પાર્સલ અને નૂર બુકિંગ
ટ્રેન અને PNR સ્ટેટસ ઇન્ક્વાયરી
ટ્રેનોમાં ફૂડ ઓર્ડર
ફરિયાદ અને રેલ મદદ માટે
એપ ભારતીય રેલ્વે દ્વારા વિવિધ મોબાઈલ એપ પર હાલમાં ઉપલબ્ધ વિવિધ સેવાઓને એક જ યુઝર ઈન્ટરફેસમાં એકીકૃત કરે છે, જે સીમલેસ નેવિગેશનને સુનિશ્ચિત કરે છે. એકંદરે આ સુપરએપ એ વન-સ્ટોપ સોલ્યુશન છે, જે ભારતીય રેલ્વેની બહુવિધ જાહેર સેવાઓ પૂરી પાડે છે, જેમાં આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ બુકિંગ, પ્લેટફોર્મ અને પાર્સલ બુકિંગ, ટ્રેન અને PNR પૂછપરછ અને રેલ હેલ્પ દ્વારા સહાયનો સમાવેશ થાય છે.





















