Elon Musk એ X ને બનાવી દીધી 'સુપર એપ', આવી ગયું LinkedIn વાળુ ખાસ ફિચર
X Features Updates: X પર જૉબ્સ ફિચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સ પાસેથી કંઈપણ શુલ્ક લેવામાં આવશે નહીં
X Features Updates: એલન મસ્કએ પોતાના માઇક્રૉબ્લૉગિંગ પ્લેટફોર્મ X (Twitter) ને સુપર એપ બનાવી દીધી છે. આમાં કંપનીએ એક નવું જૉબ સર્ચ ફિચર ઉમેર્યું છે. યૂઝર્સ LinkedInની જેમ જ X પર જૉબ્સ શોધી શકે છે. ગયા વર્ષે એલન મસ્કે તેમાં જૉબ હાયરિંગ ફિચર ઉમેર્યું હતું, જેમાં રિક્રૂટર્સ એટલે કે જૉબ પૂરી પાડતી કંપનીઓ પોતાને લિસ્ટ કરી શકે છે. આ ફિચર સૌ પ્રથમ બીટા વર્ઝનમાં રજૂ કરવામાં આવ્યું હતું. બાદમાં હવે આ ફિચર તમામ યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવ્યું છે.
X બની સુપર એપ -
એલન મસ્કે 2022 માં તેને ખરીદ્યા પછી ટ્વિટર (હવે X) માં ઘણા ફેરફારો કર્યા છે. સૌપ્રથમ, તેમાં વીડિયો કૉલિગ ફિચર, લૉન્ગ વીડિયો શેરીંગ, લૉન્ગ પૉસ્ટ, એડીટીંગ, લાઇવ સહિત અનેક ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે, જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર છે. હવે એલન મસ્કે તેમાં જૉબ સર્ચ ફિચર ઉમેરીને LinkedInના યૂઝર્સને પોતાની તરફ શિફ્ટ કરવાની તૈયારી કરી છે. જો કે, ભવિષ્યમાં X પર આ ફિચર કેટલું લોકપ્રિય થશે તે પછીથી જાણી શકાશે.
કઇ રીતે કરશે કામ ?
એલન મસ્કે તેના માઇક્રૉબ્લૉગિંગ પ્લેટફોર્મના બીટા વર્ઝનમાં એક્સ-હાયરિંગ ફિચર ઉમેર્યું હતું. આ સુવિધા મુખ્યત્વે તે સંસ્થાઓ માટે છે જે આ પ્લેટફોર્મ પર ચકાસાયેલું છે. આ ભરતી અને નોકરીની સુવિધા દ્વારા સંસ્થાઓ તેમજ યોગ્ય ઉમેદવારો તેમની પસંદગીની નોકરીઓ શોધી શકશે.
X ની નોકરીની આ સુવિધા X-હાયરિંગના ડેટાબેઝ પર નિર્ભર રહેશે. જેવી કંપનીઓ આ ટૂલ દ્વારા કોઈપણ નવી ભૂમિકા માટે નોકરીઓ પૉસ્ટ કરે છે, યૂઝર્સ તેને જોબ સર્ચ પરિણામોમાં જોશે. આ માટે એપ્લિકેશન ટ્રેકિંગ સિસ્ટમ (ATS) ઉમેરવામાં આવી છે, જે XML ફીડ દ્વારા કંપનીઓને નોકરી પર રાખવા માટે ઉમેદવારોનો ડેટા પ્રદાન કરે છે.
X પર જૉબ્સ ફિચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સ પાસેથી કંઈપણ શુલ્ક લેવામાં આવશે નહીં. જો કે, એક્સ-હાયરિંગ માટે, કંપનીઓને $1,000 એટલે કે દર મહિને અંદાજે રૂ. 82,000 ચાર્જ કરવામાં આવશે. જોબ શોધવા માટે યૂઝર્સ X એપ અથવા વેબસાઈટમાં આપેલા જૉબ્સ વિકલ્પ પર ક્લિક અથવા ટેપ કરશે. આ પછી તમારી પસંદગીની નોકરી શોધવા માટે કીવર્ડ્સનો ઉપયોગ કરો.
આ પણ વાંચો
Instagram માં આવી રહ્યું છે જબરદસ્ત AI ફિચર, કરોડો યૂઝર્સનું કામ થઇ જશે આસાન