Redmi Smartphone: ધાંસૂ ફિચર્સની સાથે જલદી માર્કેટમાં આવશે Redmi Turbo 3, લીક થઇ ડિટેલ્સ
Tipster Fixed Focus Digital એ હેન્ડ-ઓન ઈમેજ સાથે Redmi Turbo 3 ની પાછળની પેનલ દર્શાવતા બે રેન્ડર શેર કર્યા છે
Redmi Turbo 3 Smartphone: રેડમીનો શાનદાર ફોન ટૂંક સમયમાં જ માર્કેટમાં લૉન્ચ થવા જઈ રહ્યો છે. આ ફોન બીજું કોઈ નહીં પણ Redmi Turbo 3 છે, જે ચીનમાં ડેબ્યૂ કરશે. કંપનીએ હજુ સુધી આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા નથી, પરંતુ Redmi Turbo 3 સ્માર્ટફોનની ડિઝાઇન લૉન્ચ પહેલા જ સામે આવી છે. આ ફોનની બેક પેનલની ડિઝાઈન ઓનલાઈન લીકમાં સામે આવી છે, જ્યારે ફોનના પ્રૉસેસર વિશેની માહિતી ગીકબેંચથી લીક થઈ છે.
Tipster Fixed Focus Digital એ હેન્ડ-ઓન ઈમેજ સાથે Redmi Turbo 3 ની પાછળની પેનલ દર્શાવતા બે રેન્ડર શેર કર્યા છે. શેર રેન્ડર અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. ટિપસ્ટરે સફેદ અને કાળા રંગમાં બે રેન્ડર શેર કર્યા છે, જેમાં ફોન હેન્ડ-ઓન ઇમેજમાં દેખાતા ફોન જેવો જ દેખાય છે.
Redmi Turbo 3ના સંભવિત ફિચર્સ
લીક થયેલા રિપોર્ટ્સમાં એ પણ સામે આવ્યું છે કે Redmi Turbo 3ના પાછળના ભાગમાં ત્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે, જ્યારે મુખ્ય કેમેરાની સાથે અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા અને મેક્રો કેમેરા પણ ઉપલબ્ધ હશે. ફોનમાં મેક્રો કેમેરા સાથે LED લાઇટ આપવામાં આવશે. આ Redmi સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8s Gen 3 પ્રોસેસર મળી શકે છે. આ ફોનના પાછળના ભાગમાં ચાર મોટા કટઆઉટ જોઈ શકાય છે.
ફોનના કેમેરા ફિચર્સ વિશેની માહિતી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, જોકે, લીક થયેલા રિપોર્ટ અનુસાર, આ ફોનમાં 200MPનો મુખ્ય કેમેરા મળી શકે છે. આ ફોનમાં 6.67 ઇંચ 120Hz OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ સાથે ફોનમાં 16GB રેમ અને 90W ફાસ્ટ ચાર્જિંગ ફિચર પણ હોવાની આશા છે. આ સ્માર્ટફોન Android 14 પર આધારિત HyperOS પર કામ કરશે.