Redmi Note 11 Pro સીરીઝના બે ધાંસૂ ફોન લૉન્ચ, 108MP કેમેરા અને 67W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફિચર્સ...........
રેડમી નૉટ 11 પ્રૉ રેડમી નૉટ 11 પ્રૉ પ્લસમાં 6.67-ઇંચની ડિસ્પ્લે આપવામા આવી છે. જે 120Hz રિફ્રેશ રેટ અને ફૂલ HD+ રિઝૉલ્યૂશનને સપોર્ટ કરે છે.
Redmi - શ્યાઓમીની પાર્ટનર બ્રાન્ડ રેડમીએ ભારતમાં Redmi Note 11 Pro સીરીઝ લૉન્ચ કરી છે. સીરીઝ અંતર્ગત બે નવા સ્માર્ટફોન Redmi Note 11 Pro અને Redmi Note 11 Pro Plus લૉન્ચ કર્યા છે. જ્યાં પહેલા વાળો ફોન 4જી સ્માર્ટફોન છે. વળી બીજો ફોન 5જી ને સપોર્ટ કરે છે. ભારતમાં Redmi Note 11 Pro સીરીઝની કિંમત 17,999 રૂપિયાથી શરૂ થાય છે. આ સ્માર્ટફોન્સની ટક્કર Poco X3 Pro, Samsung Galaxy A22, Oppo F19s અને Realme 8s 5G જેવા ફોન્સની સાથે થશે.
ડિસ્પ્લે અને રેમ -
રેડમી નૉટ 11 પ્રૉ રેડમી નૉટ 11 પ્રૉ પ્લસમાં 6.67-ઇંચની ડિસ્પ્લે આપવામા આવી છે. જે 120Hz રિફ્રેશ રેટ અને ફૂલ HD+ રિઝૉલ્યૂશનને સપોર્ટ કરે છે. આમાં પ્રૉટેક્શન માટે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 લાગેલો છે. રેડમી નૉટ 11 પ્રૉમાં MediaTek Helio G96 પ્રૉસેસરની સાથે 8GB સુધી રેમ અને 128GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, જ્યારે રેડમી નૉટ 11 પ્રૉ પ્લસમાં સ્નેપડ્રેગન 695 પ્રૉસેસર સાથે 8GB રેમ અને 256GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. બન્ને ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત MIUI 13 વર્ઝન મળે છે.
કેમેરા અને બેટરી -
કંપની દ્વારા Redmi Note 11 Pro સીરીઝમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર આપવામા આવ્યુ છે. રેડમી નૉટ 11 પ્રૉમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર, 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. વળી રેડમી નૉટ 11 પ્રૉ પ્લસમાં ત્રિપલ કેમેરા મૉડ્યૂલ છે. જેમાં 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર નથી. બન્ને ફોન્સમાં 5000mAhની બેટરી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સારી વાત છે કે કંપની ચાર્જરને બૉક્સમાં જ આપી રહી છે.
કિંમત -
રેડમી નૉટ 11 પ્રૉની કિંમત 17,999 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત 6GB + 128GB વેરિએન્ટની જ છે. ફોનના 8GB + 128GB વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા (ઇન્ટ્રૉડક્ટરી) રાખવામાં આવી છે. આની જેમ રેડમી નૉટ 11 પ્રૉ પ્લસના 6GB + 128GB વેરિએન્ટની કિંમત 20,999 રૂપિયા, 8GB + 128GB વેરિએન્ટની કિંમત 22,999 રૂપિયા અને 8GB + 256GB વેરિએન્ટની કિંમત 24,999 રૂપિયા છે. રેડમી નૉટ 11 પ્રૉની પહેલી સેલ 23 માર્ચથી અમેઝૉન અને કંપનીની અધિકારિક વેબસાઇટ પર શરૂ થશે.