Whatsapp: એક મિસ્ડ કૉલથી આ રીતે કરો પોતાના વૉટ્સએપ એકાઉન્ટને રજિસ્ટર, આનુ રાખવુ પડશે ધ્યાન
પોતાના એકાઉન્ટને રજિસ્ટર કરવા માટે તમારા ડિવાઇસમાં એક એક્ટિવ સિમ કાર્ડ, ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્શન હોવુ જોઇએ.
Whatsapp Registration Process: વૉટ્સએપ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપમાની એક છે , અને આનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા પોતાના મોબાઇલ નંબરની સાથે એપ્લિકેશન પર ખુદને રજિસ્ટર કરાવવુ પડશે. જ્યારે તમે એક વૉટ્સએપ એકાઉન્ટ બનાવો છો કે પછી હાલના એકાઉન્ટને ફરીથી રજિસ્ટર કરાવો છો, તો તમારે એ વેરિફાઇડ કરવુ પડશે કે આ ફોન નંબર તમારો જ છે ને, જે તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. પોતાના એકાઉન્ટને રજિસ્ટર કરવા માટે તમારા ડિવાઇસમાં એક એક્ટિવ સિમ કાર્ડ, ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્શન હોવુ જોઇએ.
આ છે પુરેપુરી પ્રૉસેસ-
સાથે જ જ્યારે તમે વૉટ્સએપ એકાઉન્ટ બનાવો છો, તો તમારે બે એલગ અલગ સ્ક્રીન જોવા મળે છે. પહેલામાં રજિસ્ટ્રેશન અને બીજામાં ટૂ સ્ટેપ વેરિફિકેશન સામેલ છે. રજિસ્ટ્રેશન સ્ક્રીન ત્યારે આવે છે જ્યારે તમે એક નવુ એકાઉન્ટ બનાવી રહ્યાં હોવ છો કે પછી તમારા હાલના એકાઉન્ટને ફરીથી રજિસ્ટર કરાવો છો. આ વેરિફાઇ કરવા માટે જે નંબર તમે નાંખ્યો છે તે તમારો જ છે. તે નંબર પર તમને SMS કે ફોન કૉલના માધ્યમથી 6 ડિજીટનો રજિસ્ટ્રેશન કૉડ મોકલવામાં આવે છે.
એ જાણવુ જરૂરી છે કે રજિસ્ટ્રેશન કૉડની સાથે પોતાનો ફોન નંબર વેરિફાઇ કરવો જ એકમાત્ર રીત છે. જેનાથી તમે તમારુ એકાઉન્ટ એક્ટિવેટ કરી શકો છો. તમે તમારા મોબાઇલ નંબરને ફોન કૉલ કે SMSના માધ્યમથી વેરિફાય કરી શકો છો. જો તમારી પાસે ફોન કૉલના માધ્યમથી તમારુ એકાઉન્ટ વેરિફાઇ કરવાનો ઓપ્શન છે, તો તમે વૉટ્સએપથી મિસ્ડ કૉલની સાથે વેરિફિકેશન કરી શકો છો.
How to manage permissions on Android-
વૉટ્સએપ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જો મિસ્કડ કૉલની સાથે રજિસ્ટર કરવાનો ઓપ્શન ઓપવામાં આવે છે, તો તમારુ વૉટ્સએપને આ પરમિશન આપવી પડશે.
મેનેજ કૉલ- WhatsAppના ઇનકમિંગ ફોન કૉલને ઓટોમેટિક એડ કરવુ.
Access to Call Log: વૉટ્સએપે તમારા કૉલ લૉગ સુધી પહોંચની જરૂર પડશે. જેથી તે એકવાર ચેક કરી શકે કે તમારો કૉલ રિસીવ થયો છે.
એકવાર જ્યારે તમે આ બન્ને વસ્તુઓની અનુમતિ આપો છો, તો તમને એક ફોન કૉલ્ પ્રાપ્ત થશે અને વૉટ્સએપ રજિસ્ટ્રેશન પુરુ કરવા માટે કૉલને ઓટોમેટિક કાપી દેશે.
તમારે ફોન કૉલ રિસીવ કરવાની જરૂર નથી, અને બની શકે કે તમારે ઇનકમિંગ કૉલ દેખાય. આ તમારા કૉલ લૉગમાં કોઇ નંબરથી મિસ્ડ કે રિજેક્ટેડ કૉલ તરીકે દેખાશે.
જો તમે રજિસ્ટ્રેશન પુરુ કરતા પહેલા આ પરમિશનને સ્વીકાર નથી કરતા, તો તમારે SMSના માધ્યમથી પોતાનો ફોન નંબર વેરિફાય કરવો પડશે.