iPhone 16 Pro ના પરફોર્મન્સે લોકોને કર્યા નિરાશ, ગીકબેન્ચ ટેસ્ટિંગમાં ખુલી Apple ની પોલ
iPhone 16 Pro: Apple એ તાજેતરમાં જ તેની નવી સ્માર્ટફોન સીરીઝ લૉન્ચ કરી છે, જેનું નામ iPhone 16 સીરીઝ છે
iPhone 16 Pro: Apple એ તાજેતરમાં જ તેની નવી સ્માર્ટફોન સીરીઝ લૉન્ચ કરી છે, જેનું નામ iPhone 16 સીરીઝ છે. આ નવી ફોન સીરીઝ હેઠળ કુલ 4 ફોન લૉન્ચ કરવામાં આવ્યા છે, જેમાંથી એક iPhone 16 Pro છે. આ ફોનની કિંમત લગભગ 1,19,900 રૂપિયાથી શરૂ થાય છે, જેમાં યૂઝર્સને 128GB વેરિઅન્ટ મળે છે. એપલે તેના લૉન્ચિંગ સમયે iPhone 16 Pro વિશે મોટા દાવા કર્યા હતા, પરંતુ હવે આ નવા iPhoneના પરફોર્મન્સ પર સવાલો ઉઠી રહ્યાં છે.
Geekbench 6 પર હાથ ધરવામાં આવેલા બેન્ચમાર્ક ટેસ્ટિંગમા iPhone 16 Pro ના સ્કૉર્સે વિશ્વભરના ઘણા યૂઝર્સને નિરાશ કર્યા છે. આ સ્કૉરમાં લોકોએ જોયું કે પરફોર્મન્સના સંદર્ભમાં iPhone 16 Pro તેના જૂના મૉડલ iPhone 15 Pro કરતાં વધુ સારો નથી. જાણો અહીં આ બે ફોનના બેન્ચમાર્ક સ્કૉર્સની સરખામણી કરીએ અને જોઈએ કે શું તફાવત છે.
iPhone 16 Proના Geekbench સ્કૉર્સ -
ખરેખરમાં, GizmoChina ના અહેવાલ મુજબ Geekbench 6 માં iPhone 16 Pro ના પરફોર્મન્સની સરખામણી iPhone 15 Pro ના પરફોર્મન્સ સાથે કરવામાં આવી હતી, જેમાં વધારે સુધારો જોવા મળ્યો નથી. iPhone 16 Proમાં પ્રૉસેસર માટે Appleની નવી A18 Pro ચિપસેટ ઇન્સ્ટૉલ કરવામાં આવી છે, જે 3nm પ્રૉસેસ પર આધારિત છે.
Geekbench 6 પર હાથ ધરવામાં આવેલા ટેસ્ટિંગમાં iPhone 16 Pro એ સિંગલ-કોર ટેસ્ટમાં 3,409 અને મલ્ટિ-કોર ટેસ્ટમાં 8,492 સ્કૉર કર્યો હતો. આ સ્કૉર્સ iPhone 15 Pro કરતાં સાધારણ સુધારો દર્શાવે છે અને અપેક્ષા મુજબ પ્રભાવશાળી નથી.
iPhone 15 Pro ના Geekbench સ્કૉર્સ
iPhone 15 Proમાં પ્રૉસેસર માટે Appleની A17 Pro ચિપસેટ ઇન્સ્ટૉલ કરવામાં આવી છે, જે 5nm પ્રૉસેસ પર આધારિત છે. Geekbench 6 પર હાથ ધરવામાં આવેલા ટેસ્ટિંગમાં iPhone 15 Pro એ સિંગલ-કોર ટેસ્ટમાં 2,908 અને મલ્ટિ-કોર ટેસ્ટમાં 7,238 સ્કૉર કર્યા હતા.
આ સ્કોર iPhone 16 Pro કરતા થોડો ઓછો છે, પરંતુ તફાવત બહુ મોટો નથી. આ બંનેના ગીકબેન્ચ સ્કૉર જોઈને તમે જાતે જ સમજી શકો છો કે બંને ફોનના પરફોર્મન્સમાં કેટલો તફાવત છે.
બન્ને ફોનની સરખામણી
iPhone 16 Pro ના સિંગલ-કોર સ્કૉર્સમાં લગભગ 15% નો સુધારો જોવા મળ્યો છે, જ્યારે મલ્ટી-કોર સ્કૉર્સમાં લગભગ 18% નો સુધારો જોવા મળ્યો છે. જોકે, આ સુધારો એટલો મોટો નથી જેટલો એપલે તેની લોન્ચ ઈવેન્ટમાં દાવો કર્યો હતો.
Appleએ કહ્યું હતું કે A18 Pro ચિપસેટ A16 Bionic ચિપસેટ કરતાં 30% ઝડપી હશે, પરંતુ વાસ્તવમાં આ સુધારો એટલો સારો નથી જેટલો કંપનીએ દાવો કર્યો હતો.
આના સંભવિત કારણ શું હોઇ શકે છે ?
સૉફ્ટવેર ઑપ્ટિમાઇઝેશન: - નવા ચિપસેટ માટે સૉફ્ટવેર ઑપ્ટિમાઇઝેશનમાં સમય લાગી શકે છે.
થર્મલ થ્રૉટલિંગ: - ઉચ્ચ પ્રદર્શન દરમિયાન થર્મલ થ્રૉટલિંગ પણ એક કારણ બની શકે છે.
ટેસ્ટિંગની શરતો: - ટેસ્ટિંગની પરિસ્થિતિઓ અને વાતાવરણ પણ સ્કૉરને અસર કરી શકે છે.
iPhone 16 Proના પરફોર્મન્સની ટેસ્ટિંગનું રિઝલ્ટ
iPhone 16 Pro ના પરફોર્મન્સમાં સુધારો છે, પરંતુ આ સુધારો એટલો નથી જેટલો અપેક્ષિત હતો અને કંપનીએ લૉન્ચ સમયે દાવો કર્યો હતો. જો તમે iPhone 15 Proના યૂઝર છો અને નવા iPhone 16 Proમાં અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો, તો તેનાથી વધારે ફાયદો થશે નહીં.
જો કે, નવો આઈફોન કેમેરા અથવા અન્ય ફિચર્સની દ્રષ્ટિએ વધુ સારો સાબિત થઈ શકે છે, પરંતુ જો ફોનનું પ્રદર્શન તમારા માટે વધુ મહત્વનું છે, તો તમે ગીકબેન્ચ ટેસ્ટિંગના પરિણામોના આધારે તમારો નિર્ણય લઈ શકો છો.
આ પણ વાંચો
iPhone Price: ભારતમાં કેટલામાં વેચાશે નવી iPhone 16 Series ? ખરીદતા પહેલા જાણી લો આ ખાસ વાત