સેમસંગનો આ લેટેસ્ટ કેમેરા અને ફિચર વાળો ફોન આજે ભારતમાં થશે લૉન્ચ, જાણો વિગતે
ફોન આ જે બપોરે 12 વાગે લૉન્ચ કરવામાં આવશે. લૉન્ચ પહેલા ફોનના પ્રૉસેસર અને બેટરી ઉપરાંત બીજા ફિચર્સ વિશે જાણવા મળ્યુ છે. જાણો શું છે ફોનમાં ખાસ.....
નવી દિલ્હીઃ ટેક કંપની સેમસંગ (Samsung) આજે ભારતીય માર્કેટમાં પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. કંપની ગેલેક્સી એફ (Galaxy F) સીરીઝ અંતર્ગત આ સ્માર્ટફોન લઇને આવી રહી છે. આ માટે ફ્લિપકાર્ટ (Flipkart) પર માઇક્રો સાઇટ પણ બનાવવામાં આવી છે. ફોન આ જે બપોરે 12 વાગે લૉન્ચ કરવામાં આવશે. લૉન્ચ પહેલા ફોનના પ્રૉસેસર અને બેટરી ઉપરાંત બીજા ફિચર્સ વિશે જાણવા મળ્યુ છે. જાણો શું છે ફોનમાં ખાસ.....
સંભવિત સ્પેશિફિકેશન્સ....
ફ્લિપકાર્ટ (Flipkart) પરથી મળેલી જાણકારી અનુસાર સેમસેગ ગેલેક્સી એફ12 (Samsung Galaxy F12)માં 6.5 ઇંચની એચડી ઇન્ફિનિટી વી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોન Exynos 850 પ્રૉસેસર વાળો છે. આમાં 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે.
આવો હશે કેમેરો....
સેમસંગ ગેલેક્સી એફ12 (Samsung Galaxy F12)નો કેમેરો આની ખાસિયત છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેનુ પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલ હશે. આમાં સેમસંગ આઇસૉસેલ (samsung isocell) ટેકનોલૉજી અને GM2 સેન્સરનો યૂઝ કરવામાં આવ્યો છે. જેમાં બેસ્ટ કેમેરા રિઝલ્ટ આવશે. ફોનની બેક પેનલમાં એલઇડી ફ્લેશ પણ આપવામાં આવી છે.
5000mAhની છે બેટરી...
પાવર માટે ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી શકે છે. કનેક્ટિવિટી માટે આમાં આમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવી શકે છે. વળી આ ફોન બે કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવી શકે છે, જેમાં બ્લૂ અને બ્લેક કલર સામેલ છે.
ખાસ વાત છે કે કોરોના કાળમાં કંપનીએ કેટલાક ફોનનુ લૉન્ચિંગ અટકાવ્યુ હતુ, વળી કેટલાક લેટેસ્ટ ફોનને માત્ર ચીન, અમેરિકા, બ્રિટન અને કોરિયામાં જ લૉન્ચ કરવામાં આવ્યા હતા. હવે સેમસંગ આવા તમામ ફોનને ભારતીય માર્કેટમાં વારફરથી ઉતારી રહી છે.