શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં આજે લોન્ચ થશે 6000 mAh બેટરી સાથે Samsung Galaxy M31s, Realme X2 ફોનને આપશે ટક્કર
નવા Galaxy M31sમાં 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. નવો ફોન Android 10 અને One UI 2.0 પર કામ કરશે.
નવી દિલ્હીઃ જે સ્માફોનની યૂઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે આજે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. Samsung પોતાનું નવો સ્માર્ટપોન Galaxy M31sને ભારતમાં લોન્ચ કરશે. નવો સ્માર્ટફોન Galaxy M31નું અપગ્રેડ વર્ઝન છે. આ નવા ફોનમાં સુપર એમોલેડ ડિસ્પ્લેની સાથે 6000mAhની બેટરી અને 64MP કેમેરાને સપોર્ટ કરે છે. આ ફોનમાં અન્ય કઈ કઈ ખુબીઓ છે આવો જાણીએ તેના વિશે.
Samsungના નવા Galaxy M31sનું ટીઝલ Amazon પર રજૂ કરવામાં આવ્યું છે. ત્યારથી આ ફોની ચર્ચા ચાલી રહી હતી. આ ફોન માટે Amazonની વેબસાઈટે એક માઈક્રો સાઇટ પણ બનાવી છે. આજે બપોરે 12 કલાકે આ ફોનને ઓનલાઈન લોન્ચ કરવામાં આવશે. Samsungએ આ વર્ષે ફેબ્રુઆરીમાં Galaxy M31 લોન્ચ કર્યો હતો, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે કંપની આ ફોનને પહેલા કરતાં વધારે ફીચર્સ સાથે Galaxy M31s વર્ઝન રજૂ કર્યું છે.
સ્પેસિફિકેશન્સ
નવા Galaxy M31sમાં 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. નવો ફોન Android 10 અને One UI 2.0 પર કામ કરશે. તેમાં લાગેલ બેટરી 15W Fast ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ઉપરાંત આ ફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે. તમને જણાવીએ કે, Galaxy M31માં આ ફીચર્સ જોવા મળ્યા હતા. નવા ફોનની ડિઝાઈનમાં ભાગ્યે જ કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા Galaxy M31sની અંદાજિત કિંમત 18 હજાર રૂપિયાથી શરૂ થઈ શકે છે.
Realme X2ને આપશે ટક્કર
નવા Galaxy M31sની ટક્કર Realme X2 સાથે થશે. આ ફોનની કિંમત 16,999 રૂપિયાથી શરૂ થઈ શકે છે. પરફોર્મન્સ માટે સ્માર્ટપોનમાં સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 6.5 ઇંચના S-AMOLED ડિસ્પ્લે સાથે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોનની વોટરડ્રોપ નોચ સ્ક્રીન ફુલ HD+ રિઝોલ્યૂશન ઓફર કરે છે. તેની સાથે જ તેમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
ફોનમાં 4,000 mAhની બેટરી આપવામાં આવી છે, જે 50W SuperVooC ફ્લેશ ચાર્જ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. એવામાં તે ભારતમાં સૌથી ઝડપથી ચાર્જ થનાર પ્રથમ ફોન છે. ફોનમાં UFS 3.0 સ્ટોરેજ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે તેમાં 64 મેગાપિક્સલ+8મેગાપિક્સલ+2મેગાપિક્સલ+2 મેગાપિક્સલનો ક્વાડ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી માટે તેમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion