શોધખોળ કરો

સેમસંગ ફોન યૂઝર્સને મળ્યું અજીબ નોટિફિકેશન, કંપનીએ કરવી પડી સ્પષ્ટતા, જાણો વિગતે

સેમસંગ સ્માર્ટફોન યૂઝર્સનું માનવું છે કે તેમને કોઈ પ્રકારની સિક્યોરિટી સંબંધીત ખામીને કારણે આ નોટિફિકેશન મળ્યું.

નવી દિલ્હીઃ સાઉથ કોરિયન બ્રાન્ડ સેમસંગે યૂકે સ્માર્ટફોન યૂઝર્સની માફી માગી છે કારણ કે તેમને કંપની તરફતી રાત્રે એક અજીબ નોટિફિકેશન તેમના ડિવાઈસ પર મોકલાવમાં આવ્યું હતું. આ નોટિફિકેશનમાં માત્ર બે વખત '1' લખેલ હતું અને તેને સેમસંગની  Find My Mobile સર્વિસની મદદથી મોકલવામાં આવ્યું હતું. અંદાજે 20 ટકા યૂઝર્સને આ નોટિફિકેશન મળ્યું હતું. યૂઝર્સની નારાજગી એ વાતને લઈને હતી કે નોટિફિકેશનને કારણે તેમના ફોનની બેટરી પર તેની અસર જોવા મળી. સેમસંગ સ્માર્ટફોન યૂઝર્સનું માનવું છે કે તેમને કોઈ પ્રકારની સિક્યોરિટી સંબંધીત ખામીને કારણે આ નોટિફિકેશન મળ્યું. ઘણાં એવા યૂઝર્સને પણ નોટિફિકેશન મળ્યું જેમણે આ સર્વિસ માટે ક્યારેય સાઈન અપ કર્યું ન હતું. અનેક યૂઝર્સે તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તેનો મતલબ જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ સેમસંગ તરફથી ટ્વિટ પર સ્પષ્ટતા કરવામાં આવી. સેમસંગ ફોન યૂઝર્સને મળ્યું અજીબ નોટિફિકેશન, કંપનીએ કરવી પડી સ્પષ્ટતા, જાણો વિગતે સેમસંગે ટ્વિટર પર આ અજીબ નોટિફિકેશન માટે યૂઝર્સની માફી માગી છે અને કહ્યું કે, આ નોટિફિકેશન ભૂલથી મોકલવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું, ‘આ નોટિફિકેશન ઇન્ટરનલ ટેસ્ટિંગ દરમિયાન ભૂલથી મોકલવામાં આવેલ મેસેજ હતો, તેનાથી તમારા ડિવાઇસ પર કોઈ અસર નહીં પડે.’ ટ્વીટમાં લખ્યું કે, ‘સેમસંગ કસ્ટમર્સને પડેલ કોઈપણ અસુવિધા માટે માફી માગીએ છીએ અને ભવિષ્યમાં આવું ન થાય તેનું ધ્યાન રાખશું.’ જે ડિવાઇસમાં આ નોટિફિકેશન આવ્યા હતા તેમાં Galaxy S7, Galaxy A50થી લઈને Galaxy Note 10 જેવા ડિવાઇસીસ સામેલ હતા. તેના કારણે પરેશાન યૂઝર્સે ટ્વિટર અને રેડિટ પર પોતાનો ગુસ્સે વ્યક્ત કર્યો હતો અને પૂછ્યું કે આ અજીબ નોટિફિકેશન તેમના ફોન પર કેમ જોવા મળ્યું. અનેક યૂઝર્સે કંપની પાસે તેનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે, તેને લઈને સ્પષ્ટતા કરવામાં આવે. મોટાભાગના યૂઝર્સને આ નોટિફિકેશન રાત્રે મળઅયું અને સવાર તેમને ડિવાઇસ પર જોવા મળ્યું.

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navratri 2026: વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હવે ગરબા રમવા માટે ખરીદવા પડશે પાસ
Navratri 2026: વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હવે ગરબા રમવા માટે ખરીદવા પડશે પાસ
બેંક કર્મચારીઓની સોમવારથી 3 દિવસની હડતાળ, રવિવારે ખુલી રહેશે બેંક
બેંક કર્મચારીઓની સોમવારથી 3 દિવસની હડતાળ, રવિવારે ખુલી રહેશે બેંક
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
Today's Horoscope: શનિવારે આ રાશિની ચમકશે કિસ્મત, મળશે બંપર લાભ, જાણો રાશિફળ
Today's Horoscope: શનિવારે આ રાશિની ચમકશે કિસ્મત, મળશે બંપર લાભ, જાણો રાશિફળ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Asian Games 2026: મેડલની સાથે ભારતની 8માં દિવસની શરૂઆત, 2 સિલ્વર મેડલ કર્યો પ્રાપ્ત
Asian Games 2026: મેડલની સાથે ભારતની 8માં દિવસની શરૂઆત, 2 સિલ્વર મેડલ કર્યો પ્રાપ્ત
Embed widget