S22 FE આ કારણોસર ના થયો લૉન્ચ, Samsung Galaxy S23 FE 5Gની લૉન્ચિંગ ડિટેલ આવી સામે
સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે ગેલેક્સી S20 FEએ સપ્ટેમ્બર 2020 માં FE સીરીઝના પહેલા ડિવાઇસ તરીકે રજૂ કર્યુ હતુ, આ ગેલેક્સી S નો એક લૉ એન્ડ મૉડલ છે.
Samsung Galaxy S23 FE : સેમસંગ ગેલેક્સી S21 FEને એક સંશોધિત વર્ઝન તરીકે લૉન્ચ કરવામા આવ્યો હતો, હવે વાત આવી સેમસંગ ગેલેક્સી S22 FEની, તો આ મૉડલને સેમસંગે કેટલાક કારણોસર લૉન્ચ જ ન હતો કર્યો, જેમાં ચીપની કમી અને ફ્લેગશિપ ગેલેક્સી એસ22 અલ્ટ્રાની વધતી માંગ સામેલ છે. હવે ખબર છે કે, દક્ષિણ કોરિયન કંપની સેમસંગ આ વર્ષના અંતમાં ગેલેક્સી S23 FEને લૉન્ચ કરવાની તૈયારીમાં છે. જાણો ફોનની ડિટેલ્સ વિશે...
સેમસંગ ગેલેક્સી S23 FE ક્યારે થશે લૉન્ચ ?
કોરિયન પબ્લિકેશન ડેલી હંકૂકીના એક રિપોર્ટ અનુસાર, સેમસંગ આ વર્ષે ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ગેલેક્સી S23 FE લૉન્ચ કરવાની છે. સેમસંગ ગેલેક્સી S23 FEના લૉન્ચની સાથે જ ફેન એડિશન (FE) લાઇનઅપની વાપસી કરવામાં આવશે. રિપોર્ટમાં આગળ બતાવવામાં આવ્યુ છે કે, કદાચ આ વર્ષે સેમસંગે ગેલેક્સી A74ને રજૂ કરશે અને આના સિવાય ગેલેક્સી S23 FEના વેચાણ પર ધ્યાન આપશે.
FE સીરીઝનું પહેલુ ડિવાઇસ -
સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે ગેલેક્સી S20 FEએ સપ્ટેમ્બર 2020 માં FE સીરીઝના પહેલા ડિવાઇસ તરીકે રજૂ કર્યુ હતુ, આ ગેલેક્સી S નો એક લૉ એન્ડ મૉડલ છે. આ પછી ગેલેક્સી S21 FEને ગયા વર્ષે જાન્યુઆરીમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. FE સીરીઝના સ્માર્ટફોન સામાન્ય રીતે સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટફોનના ટૉન્ડ ડાઉન ફિચર્સની સાથે લૉન્ચ કરવામાં આવે છે, આ કારણથી આની કિંમત મહદઅંશે સરખી હોય છે, આથી સેમસંગ ગેલેક્સી S22 FEને નથી કરવામાં આવ્યો.
સેમસંગ ગેલેક્સી S23 સીરીઝની કિંમત -
નવા સેમસંગ ગેલેક્સી S23, ગેલેક્સી S23+ અને ગેલેક્સી S23 અલ્ટ્રાને આ મહિને (ફેબ્રુઆરી 2023) ની શરૂઆતમાં ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, ગેલેક્સી S23 ની કિંમત ભારતમાં 74,999 રૂપિયાથી શરૂ થાય છે, વળી, ગેલેક્સી S23 + અને ગેલેક્સી S23 અલ્ટ્રાની શરૂઆતી કિંમત ક્રમશઃ 94,999 રૂપિયા અને 1,34,999 રૂપિયા છે. સીરીઝમાં એક કસ્ટમ સ્નેપડ્રેગન 8 જેન 2 નો સપોર્ટ આપવામાં આવ્યો છે.
Samsung, Oppo, Vivo, Xiaomi સહિત લાખો Android ફોન પર ખતરો! ભારત સરકારની ચેતવણી -
એલર્ટમાં Samsung Galaxy, OnePlus, Oppo, Vivo, Xiaomiના સ્માર્ટફોન સામેલ છે. આ તમામ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. નોંધનીય છે કે ગૂગલનું એન્ડ્રોઈડ ખૂબ જ લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે. યુઝર્સ તેનો ઉપયોગ માત્ર કોલિંગ માટે જ નહીં પણ નેટ બેન્કિંગ જેવી વસ્તુઓ કરવા માટે પણ કરે છે.
આ કારણે તમારો ઘણો સંવેદનશીલ ડેટા પણ આ ફોનમાં સંગ્રહિત છે. પ્રાઇવેટ માહિતીને સુરક્ષિત રાખવા માટે Google સમયાંતરે ઑપરેટિંગ સિસ્ટમ માટે સિસ્ટમ અપડેટ્સ રિલીઝ કરે છે. હવે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અથવા CERT-In એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.
ઘણા ફોન જોખમમાં છે
CERT-In એ Samsung Galaxy, OnePlus, Oppo, Vivo, Xiaomi, Realme અને અન્ય Android ફોન્સ માટે ચેતવણી આપી છે. નોંધનીય છે કે CERT-In ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવે છે.
એન્ડ્રોઇડ સિસ્ટમમાં ખામીને કારણે Android OS 10, 11, 12, 12L અને 13 પર ચાલતા ફોન જોખમમાં છે. CERT-In અનુસાર, Android OS ફ્રેમવર્ક, મીડિયા ફ્રેમવર્ક, સિસ્ટમ કંપોનન્ટ , Google Play સિસ્ટમ અપડેટ્સ, કર્નલ, મીડિયાટેક કંપોનેંટ્સ, Unisoc કંપોનેંટ્સ, ક્વોલકોમ કંપોનેંટ્સ અને ક્વોલકોમ ક્લોઝ સોર્સ કંપોનેંટ્સ ને કારણે સંવેદનશીલ હોવાનું જણાયું છે.
આનો ફાયદો ઉઠાવીને હેકર્સ ટાર્ગેટના ડિવાઇસમાંથી સંવેદનશીલ માહિતી મેળવી શકે છે. આનાથી બચવા માટે જેમ જેમ મોબાઇલ મૈન્યુફ્રેક્ચરિંગ સિસ્ટમ અપડેટ રિલીઝ કરે છે, તમારે તરત જ તેને અપડેટ કરવું પડશે. તમે ફોનના સેટિંગમાં જઈને અપડેટ ચેક કરી શકો છો.