Smartphone Tips: ખોવાઇ ગયેલા ફોનને આ રીતે શોધી શકો છો મિનીટોમાં, જાણો લો ટ્રેકિંગની આ આસાન ટિપ્સ
જો મોબાઇલ ફોન ચોરી થઇ જાય કે ખોવાઇ જાય તો વ્યક્તિ પરેશાનીમાં મુકાઇ જાય છે કેમકે સ્માર્ટફોનમાં કેટલાય અગત્યના ફોટા, વીડિયો અને ડૉક્યૂમેન્ટ્સ વગેરે હોય છે. આવામાં અમે તમને એક એવી ટિપ્સ બતાવી રહ્યાં છીએ જેના દ્વારા ખોવાઇ ગયેલા ફોનને મિનીટોમાં જ તમે આસાનીથી શોધી શકશો. જાણો ટ્રિક્સ વિશે.......
નવી દિલ્હીઃ હંમેશા આપણે એટલા બધા ઉતાવળા રહીએ છીએ કે આપણને ખબર પણ નથી પડતી કે આપણો ફોન ક્યાંક પડી ગયો, અને ઘરે પહોંચીએ ત્યારે જાણ થાય છે કે ફોન ખોવાઇ ગયો છે. એટલુ જ નહીં બીજીબાજુ મોબાઇલ ફોનની ચોરી થવાની ઘટનાઓ પણ ખુબ વધી ગઇ છે. જો મોબાઇલ ફોન ચોરી થઇ જાય કે ખોવાઇ જાય તો વ્યક્તિ પરેશાનીમાં મુકાઇ જાય છે કેમકે સ્માર્ટફોનમાં કેટલાય અગત્યના ફોટા, વીડિયો અને ડૉક્યૂમેન્ટ્સ વગેરે હોય છે. આવામાં અમે તમને એક એવી ટિપ્સ બતાવી રહ્યાં છીએ જેના દ્વારા ખોવાઇ ગયેલા ફોનને મિનીટોમાં જ તમે આસાનીથી શોધી શકશો. જાણો ટ્રિક્સ વિશે.......
આ રીતે કરો ફોનને ટ્રેક.......
ફોનના ખોવાઇ જવા કે પછી ચોરી થઇ જવા પર તમે મોબાઇલ ફોનના IMEI નંબર દ્વારા તેની ભાળ મેળવી શકો છો. આઇએમઇઆઇ નંબરની મદદથી ફોનને આસાનીથી ટ્રેક કરી શકાય છે. ફોનને ટ્રેક કરવા માટે તમારે આઇએમઇઆઇ ફોન ટ્રેકર એપ ડાઉનલૉડ કરવી પડશે જે ગૂગલ પ્લે સ્ટૉર પર મળી જશે. આ એપની મદદથી તમે તમારા ફોનને ટ્રેક કરી શકો છો.
IMEI નંબર છે મહત્વનો-
IMEIનુ ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી થાય છે. આ 15 આંકડાનો નંબર હોય છે, જે ફોનનુ આઇડેન્ટિટી સર્ટિફિકેટ હોય છે. IMEI નંબરને કોઇપણ નથી બદલી શકતુ. આ નંબરને નૉટ કરીને રાખવો જોઇએ.
આ રીતે ચેક કરો IMEI નંબર-
જો તમારા ફોનનો આઇએમઇઆઇ નંબરની ભાળ મેળવવી હોય તો આ તમારા મોબાઇલના બૉક્સ પર મળી જશે. IMEI નંબરના ડબ્બા પર છપાયેલા બારકૉડની ઉપર લખેલો મળી જશે. કેટલાક સ્માર્ટફોન્સના બૉક્સની ઉપર પણ આ નંબર લખેલો મળી જશે. નોંધનીય છે કે, આજકાલ સ્માર્ટફોન ચોરી થવાના કેટલાય કેસો સામે આવી રહ્યાં છે. આ સિવાય પણ બીજી ઘણી ટિપ્સ છે જેનાથી તમે તમારા મોબાઇલની ભાળ મેળવી શકો છો.