શોધખોળ કરો

OPPO 5G: 108MP કેમેરા અને દમદાર બેટરી સાથે આવતીકાલે લૉન્ચ થશે OPPOનો આ ફોન, જાણો લીક રિપોર્ટ

કંપનીએ તાજેતરમાં જ Oppo A58 લૉન્ચ કર્યો છે, અને હવે વધુ એક એડવાન્સ્ડ ફોન Oppo A1 Pro 5Gને લૉન્ચ કરી રહી છે

OPPO A1 Pro 5g Launch: ચીની સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પો પોતાનો નવો દમદાર 5G લૉન્ચ કરવાની તૈયારીમા છે. ફોનને લઇને એક લીક રિપોર્ટ સામે આવ્યો છે, જે પ્રમાણે આ ફોન આગામી 16 નવેમ્બરે ભારતમાં લૉન્ચ થઇ શકે છે. આ એક દમદાર 5G સ્માર્ટફોન હશે. આ ફોનનું નામ ઓપ્પો એ1 પ્રૉ 5G ફોન છે.

કંપનીએ તાજેતરમાં જ Oppo A58 લૉન્ચ કર્યો છે, અને હવે વધુ એક એડવાન્સ્ડ ફોન Oppo A1 Pro 5Gને લૉન્ચ કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફોનને Weibo હેન્ડલ પર સ્પૉટ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 108 મેગાપિક્સલનો દમદાર કેમેરો હશે. આ ફોનને સૌથી પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવશે. પછી તે ભારતમાં લોન્ચ થશે. લોન્ચિંગ પહેલા આ ફોનના ફીચર્સની ખુબ ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમે પણ જાણો આ ફોનમાં શું ખાસ છે. કેમેરાથી લઈને બેટરી અને પ્રોસેસર કેટલા દમદાર છે.

OPPO A1 Pro ફીચર્સ
રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં 6.7 ઇંચ AMOLED ડિસ્પ્લે હશે, જે FHD+ રિઝોલ્યૂશનની સાથે અને 10-bit કલરની સાથે આવશે. આ સિવાય ફિંગરપ્રિન્ટ સ્કેનર હશે. તે માનીને ચાલો કે તેની ડિસ્પ્લે, આવી રહેલા OPPO Reno 9 સિરીઝ જેવી હશે. 

હેન્ડસેટમાં Snapdragon 695 ચિપસેટ હશે, જે 12 GB LPDDR4x RAM ની સાથે આવશે. તેમાં UFS 3.1 નું 256 GB સ્ટોરેજ હશે, જેને તમે માઇક્રોએસડી કાર્ટ દ્વારા વધારી પણ શકો છો. 

A1 Pro માં સેલ્ફી માટે જ્યાં 16 મેગાપિક્સલનો કેમેરો હશે, તો પાછળ તરફ 108 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલનું ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. ફોનને પાવર આપવા માટે 5,000mAh બેટરી છે, જેને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી રહ્યું છે. 

WhatsApp's New Feature: ડીએનડી મોડ પર પણ વોટ્સએપ કોલિંગનું નોટિફિકેશન મળશે, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp Messanger: જ્યારે તમે કોઈ મીટિંગ અથવા મહત્વપૂર્ણ કામને કારણે તમારા મોબાઈલ પર ડુ નોટ ડિસ્ટર્બ (DND) સેવા ચાલુ કરો છો, ત્યારે તમારા મોબાઈલ પર આવનારા કોલ સંદેશાઓનું ફીચર બ્લોક થઈ જાય છે જેથી તમને કોઈ મુશ્કેલી ન થાય. પરંતુ કેટલીકવાર સૌથી મહત્વપૂર્ણ કોલ પણ તમારા સુધી પહોંચતા નથી. આ નવા ફેરફાર સાથે વોટ્સએપનું નવું ફીચર ટૂંક સમયમાં વાપરવા માટે ઉપલબ્ધ થઈ શકે છે, જેથી DNDના સમયે પણ તેને ખલેલ પહોંચાડ્યા વિના તેનો સંપર્ક કરી શકાય. આવો અમે તમને આ નવા ફીચરથી સંબંધિત કેટલીક વધુ મહત્વની માહિતી આપીએ.

આ રીતે આવશે નોટિફિકેશન

યુઝર્સની ફેવરિટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp સતત નવા ફીચર્સ પર કામ કરી રહી છે. WaBetainfoએ હાલમાં જ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જે મુજબ હવે વોટ્સએપ પર ઇનકમિંગ કોલની સૂચના DND મોડ પર પણ ઉપલબ્ધ થશે. ઉપરાંત, આ સૂચનામાં, તમે કોલનો સમય પણ જાણી શકશો. આ સુવિધા હાલમાં એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નોટિફિકેશન બોક્સ

વોટ્સએપ પર ડીએનડીના સમયે ઇનકમિંગ કોલની સૂચના બોક્સના રૂપમાં આવશે. જેના પર મિસ્ડ કોલની સાથે કોલનો સમય પણ લખવામાં આવશે. જો કે આ વોટ્સએપનું નાનું અપડેટ છે, પરંતુ ખાસ કરીને આવા લોકો માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ ફીચર છે. જેમને મીટિંગમાં કલાકો પસાર કરવા પડે છે અને તેઓને ખબર પણ નથી હોતી કે કોઈ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઉપરાંત, જો કોઈ વપરાશકર્તા DND મોડ ચાલુ કરીને વોટ્સએપના લોકોને કોલ ચેક કરશે, તો તેને ત્યાં કોલની વિગતો મળી જશે.

આ સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે

આ ફીચર યુઝર્સને રેગ્યુલર ઉપયોગ માટે કેટલો સમય મળશે તે અત્યારે કહી શકાય તેમ નથી. વર્તમાન એન્ડ્રોઇડ વોટ્સએપ વર્ઝન 2.22.24.17 નો ઉપયોગ કરતા યુઝર્સ આ ફીચર આવશે ત્યારે તેને અપડેટ કરી શકશે. જોકે કેટલાક યુઝર્સ તેમના એન્ડ્રોઈડ સ્માર્ટફોન 2.22.24.15 બીટા વોટ્સએપ વર્ઝન પર આ ફીચર મેળવવાનો દાવો કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget