![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
10,000mAhની મોટી બેટરી સાથે Vivo Pad2 લૉન્ચ, સાથે છે બિલ્ટ-ઇન ટ્રેકપેડ અને સ્ટાઇલસનો સપોર્ટ
Vivo Pad2માં ડિસ્પ્લે 1800 x 2880 પિક્સેલ અને હાઇ રિઝૉલ્યૂશન સાથે 144Hz રિફ્રેશ રેટ વાળુ છે. પેનલનો આસ્પેક્ટ રેશિયો 7:5 છે જે વર્ટિકલ કન્ટેન્ટને ઇઝીલી હેન્ડલ કરી શકે છે.
![10,000mAhની મોટી બેટરી સાથે Vivo Pad2 લૉન્ચ, સાથે છે બિલ્ટ-ઇન ટ્રેકપેડ અને સ્ટાઇલસનો સપોર્ટ Tablet Launch: vivo launched its latest Vivo Pad2 tablet with 10000mah battery 10,000mAhની મોટી બેટરી સાથે Vivo Pad2 લૉન્ચ, સાથે છે બિલ્ટ-ઇન ટ્રેકપેડ અને સ્ટાઇલસનો સપોર્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/24/399ce895c3078c5b9b3bbc5c51a703a9168230987966477_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vivo Pad2 : ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની Vivoએ હાલમાં જ પોતાનું લેટેસ્ટ ટેબલેટ Vivo Pad2 લૉન્ચ કરી દીધુ છે. આ ટેબલેટના ફેન્સ ખુબ વખાણ કરી રહ્યાં છે. આ નવા ગેઝેટ્સમાં કંપનીએ 144Hz સ્ક્રીન આપી છે, એટલું જ નહીં ટેબલેટ પાવરફુલ પ્રૉસેસર સાથે છે. આમાં પાવરફૂલ ડાયમેન્સિટી 9000 ચિપસેટ છે, અને આની બેટરી પણ 10,000mAhની છે. આ ટેબલેટમાં યૂઝર્સને 12.1-ઇંચની IPS LCD ડિસ્પ્લે મળી રહી છે. જાણો આ નવા ટેબલેટના ફિચર્સ અને સ્પેશિફિકેશન્સ.....
Vivo Pad2ના ફિચર્સ -
ડિસ્પ્લે : 12.1 ઇંચની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે
પ્રૉસેસર : ડાયમેન્સિટી 9000 ચિપસેટ
રેમ અને સ્ટૉરેજ : 12GB સુધી રેમ અને 512GB સ્ટૉરેજ
રિયર કેમેરા : 13MPનો પ્રાઇમરી કેમેરો, 2MP મેક્રો લેન્સ
સેલ્ફી કેમેરા : 8MPનો ફ્રેન્ટ ફેસિંગ કેમેરો
બેટરી : 10,000mAhની બેટરી
Vivo Pad2માં ડિસ્પ્લે 1800 x 2880 પિક્સેલ અને હાઇ રિઝૉલ્યૂશન સાથે 144Hz રિફ્રેશ રેટ વાળુ છે. પેનલનો આસ્પેક્ટ રેશિયો 7:5 છે જે વર્ટિકલ કન્ટેન્ટને ઇઝીલી હેન્ડલ કરી શકે છે. Pad2માં આપવામાં આવેલી 10,000mAh બેટરી 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. vivo Pad2 મૉડર્ન Android 13 ઓપરેટિંગ સિસ્ટમ બેઝ્ડ OriginOS 3 પર કામ કરે છે.
ટેબ્લેટને બિલ્ટ-ઇન ટ્રેકપેડ અને સ્ટાઈલસનો સપોર્ટ -
કંપનીએ પોતાના લેટેસ્ટ લૉન્ચ લેપટોપની સાથે કંપનીએ બિલ્ટ-ઇન ટ્રેકપેડ અને સેકન્ડ જનરેશન સ્ટાઈલસ સાથે એક નવું કીબોર્ડ કવર કેસ આપ્યુ છે, જે મેગ્નેટના માધ્યમથી ટેબલેટની ધાર સાથે જોડાયેલું છે.
Vivo Pad2ની કિંમત
Vivo Pad2 ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે - ગ્રે, બ્લૂ અને પર્પલ. 8GB RAM અને 128GB સ્ટૉરેજ સાથેનું બેઝલાઇન મૉડલ CNY 2,499 (અંદાજે ₹30,000) થી શરૂ થાય છે, વળી, 12GB RAM અને 512GB સ્ટૉરેજ સાથેના હાઇ-એન્ડ વેરિઅન્ટની કિંમત CNY 3,399 (અંદાજે ₹40,500) છે. આ પેડ હજુ ગ્લૉબલી લૉન્ચ નથી થયું.
Here is the Vivo Pad 2 in Blue, Black, and Purple Color Options#Vivo #VivoPad2 https://t.co/VvBefMp0g1 pic.twitter.com/fUPyHnoQN5
— 🇮🇳 TechDocterz 🇮🇳 (@TechDocterz) April 16, 2023
Vivo Pad 2 Launched in China
— 🇮🇳 TechDocterz 🇮🇳 (@TechDocterz) April 23, 2023
Some Highlights
- 12.1" 2.8K+ 144Hz 10bit IPS LCD Display
- MediaTek Dimensity 9000 SoC
- 13MP Main Camera
- 10,000mAh battery
- OriginOS 3 for Pad
- and for more -> https://t.co/KrhfJrmORV#Vivo #VivoPad2 pic.twitter.com/zMWR8VM9OY
Vivo Pad 2 in Blue Black and pink colours.https://t.co/rP1MFPh9Yt#Vivo #VivoPad2 https://t.co/Xy6BuOV5SV pic.twitter.com/Nj7fCnaffl
— Piyush Bhasarkar (@TechKard) April 16, 2023
vivo Pad 2 น่าสนใจ แต่จะเข้ามาขายในไทยหรือเปล่า? https://t.co/hJzPWQAOs8
— 🅷🅸🆂🅾 🅷🅸🆂🅰🆆 (@HisoHisaw) April 21, 2023
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)