Jio-VI અને Airtel ના આ પ્લાન આઇપીએલ માટે છે બેસ્ટ, ડેલી ડેટાની કોઇ સીમા નથી
અમે તમને ત્રણ મુખ્ય ટેલીકોમ ઓપરેટર, વોડાફોન, જિયો અને એરટેલના પ્લાન બતાવી રહ્યાં છીએ, જેની કિંમત 300 રૂપિયાથી પણ ઓછી છે.
Best Recharge Plan for IPL: 31 માર્ચે આઈપીએલની પ્રથમ મેચ ચેન્નઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. આ વખતે આઈપીએલનું પ્રસારણ જિઓ સિનેમાં એપ પર કરવામાં આવશે. જેને તમે સ્માર્ટફોન, ટેબલેટ, લેપટૉપ વગેરે પર જોઇ શકો છો. જો તમે આઇપીએલ પહેલા પોતાના બેસ્ટ રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો, જેમાં દરરોજ કેટલું પણ ઇન્ટરનેટ યૂઝ કરી શકો. તો આજે અમે તમને અહીં કેટલાક એવા રિચાર્જ પ્લાન્સ બતાવી રહ્યાં છીએ.
અમે તમને ત્રણ મુખ્ય ટેલીકોમ ઓપરેટર, વોડાફોન, જિયો અને એરટેલના પ્લાન બતાવી રહ્યાં છીએ, જેની કિંમત 300 રૂપિયાથી પણ ઓછી છે.
રિલાયન્સ જિઓનો 269 રૂપિયાનો પ્લાન -
આ રિલાયન્સ જિઓનો અફૉર્ડેબલ મન્થલી પ્રીપેડ પ્લાન છે, જેમાં ડેલી ડેટાની કોઇ લિમીટ નથી. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેમાં તમને દરરોજ 100 SMS, અનલિમિટેડ કોલ અને 25GB ડેટાનો લાભ મળે છે.
એરટેલનો 296 રૂપિયાનો પ્લાન -
એરટેલના 296 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં કંપનીમાં 30 દિવસો માટે તમને દરરોજ 100 s.m.s, અનલિમિટેડ કોલ અને 25GB ડેટા આપે છે. જો તમારા એરિયામાં 5G નેટવર્ક આવી ગયું છે અને તમે 5G સ્માર્ટફોન યૂઝ કરી રહ્યાં છો, તો તમે એરટેલની તરફથી આપવામાં આવી રહેલા 'ફ્રી અનલિમિટેડ 5G' ઑફરનો લાભ લઇને, ગમે તેટલો ડેટા યૂઝ કરી શકો છો. આ ઑફર હુબાહુ જિયોની જેમ એરટેલે શરૂ કરી છે, જેમાં કંપની લોકોને મફતમાં 5જી ડેટા યૂઝ કરવાની તક આપી રહી છે.
વૉડાફોન-આઇડિયાનો 296 રૂપિયાનો પ્લાન -
Vodafone-idea તમારા પ્રીપેડ ગ્રાહકોને 296 રૂપિયામાં દરરોજ 100 s.m.s, અનલિમિટેડ કોલ અને 25GB ડેટા 30 દિવસો માટે આપે છે. જો કોઈ કારણોથી આ ડેટા પેક જલદી પુરુ થઈ જાય તો તમે તમારા ડેટા રોલોવર પ્લાનને પણ પસંદ કરી શકો છો.
Mobile Tariff: રિલાયન્સ જિઓના આ ધમાકેદાર નવા પૉસ્ટપેડ ટેરિફ પ્લાને વધારી એરટેલ-વૉડાફોન-આઇડિયાની મુશ્કેલીઓ
Mobile Tariff Update: દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની રિલાયન્સ જિઓએ નવા પૉસ્ટપેડ મોબાઇલ ટેરિફનો એક એવો દાંવ રમ્યો છે, જેનાથી બીજી ટેલિકૉમ ઓપરેટર ભારતી એરટેલ અને વૉડાફોના-આઇડિયાને પડકાર વધી ગયો છે. રિલાયન્સ જિઓ પ્રી-પેડ સેગમેન્ટનો સૌથી મોટો પ્લેયર હતો, પરંતુ કંપની હવે પૉસ્ટ પેડ સેગમેન્ટમાં પણ પોતાની ધાક વધારવા માટે તૈયારીમાં છે. રિલાયન્સ જિઓએ પોતાનો નવા પૉસ્ટપેડ ફેમિલી પ્લાન લૉન્ચ કર્યો છે, જે 399 રૂપિયાથી શરૂ થાય છે, અને આમાં દરેક અલગથી એક કનેક્શન માટે 99 રૂપિયા આપવા પડશે, એટલે કે પરિવારમાં ચાર સભ્યો માટે 699 રૂપિયા દર મહિને ટેરિફ આપવો પડશે.
રિલાયન્સ જિઓના નવા પૉસ્ટપેડ ટેરિફ પ્લાન પોતાના બીજા પ્રતિદ્વંદ્વીઓની સરખામણીમાં 30 ટકા વધુ સસ્તો છે. રિલાયન્સ જિઓના આ પગલા બાદ બીજા ટેલિકમ ઓપરેટર પર મેચ થતો પ્લાન લૉન્ચ કરવાનુ દબાણ વધી ગયુ છે. નહીં તો તેમના કસ્ટમર્સ છટકી શકે છે. આવામાં ફરીથી ટેરિફ વૉરની શરૂઆત થઇ શકે છે. રિલાયન્સ જિઓ પ્રી-પેડ મોબાઇલ સેગમેન્ટની સૌથી મોટો ખેલાડી છે. કંપનીને સૌથી વધુ રેવન્યૂ પ્રી-પેડ કસ્ટમર્સથી આવે છે, પરંતુ પૉસ્ટપેડ મોબાઇલ કેટેગરીમાં જિઓ પોતાની પ્રતિદ્વંદ્વી કંપનીઓથી ખુબ પાછળ છે.
રિલાયન્સ જિઓના નવા પૉસ્ટ પેડ ટેરિફ પ્લાનના કારણે મોબાઇલ ટેરિફ વધવાની સંભાવનાઓ પર પણ હાલ પૂરતી બ્રેક લાગી શકે છે. તાજેતરમાં જ ભારતી એન્ટરપ્રાઇઝના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે મોબાઇલ ટેરિફ વધારવાના સંકેત આપ્યા હતા. તેમને કહ્યું હતુ કે, આ વર્ષના મધ્યમાં મોબાઇલ ટેરિફ વધી શકે છે. ખરેખરમાં કંપનીઓએ 5ડી ટેલિકૉમ સર્વિસમાં ખુબ રોકાણ કર્યુ છે, અને મૂડીરોકાણ પર રિટર્ન માટે કંપનીઓ ટેરિફ વધારવાની તૈયારીમાં હતી, પરંતુ રિલાયન્સ જિઓના નવા પૉસ્ટ પેટ પ્લાનથી પ્રતિસ્પર્ધા વધવાની છે, જે પછી ટેરિફ વધવા પર સંશય દેખાઇ રહ્યો છે.
રિલાયન્સ જિઓના સસ્તાં પૉસ્ટ પેડ પ્લાનને લૉન્ચની અસર બુધવારે ભારતી એરટેલ અને વૉડાફોન-આઇડિયાના શેર પર પણ જોવા મળી. બન્ને ટેલિકૉમ કંપનીઓના શેરોમાં આ ખબરના કારણે દબાણ જોવા મળ્યુ હતુ. ભારતીય એરટેલનો શેર 1.96 ટકાના ઘટાડાની સાથે 756.55 રૂપિયાએ બંધ થયો હતો, તો વળી, વૉડાફોન-આઇડિયાનો શેર પમ 2.29 ટકા ઘટાડા સાથે 6.40 રૂપિયા પર ક્લૉઝ થયો હતો.