શોધખોળ કરો

Apple પોતાના યૂઝર્સને આપ્યુ મોટુ અપડેટ, હવે આ પ્રકારની સમસ્યાઓ થશે મિનિટોમાં ખતમ, જાણો

રેપિડ સિક્યૉરિટી રિસ્પૉન્સ અપડેટ Apple એ લેટેસ્ટ સૉફ્ટવેર વર્ઝન માટે રૉલ આઉટ કર્યું છે, જેમાં iOS 16.4.1, iPadOS 16.4.1 અને macOS 13.3.1 સામેલ છે.

Apple Rapid Security response Update: દુનિયાની મોટી ટેક જાયન્ટ્સ કંપની એપલે iOS, iPadOS અને macOS માટે Rapid Security Response નામનું અપડેટ રિલીઝ કર્યુ છે. ખરેખરમાં, આ એક નવા પ્રકારનું સૉફ્ટવેર અપડેટ છે જે Appleની તમામ પ્રૉડક્ટ્સમાં મોટી મોટી બગો અને એરરને રિપેર કરશે, કંપનીએ પોતાના સપૉર્ટ પેજ પર લખ્યું છે કે આ અપડેટ સફારી બ્રાઉઝર, વેબકિટ ફ્રેમવર્ક સ્ટેક અને અન્ય સિસ્ટમ લાઇબ્રેરી સહિતની ઘણીબધી વસ્તુઓને રિપેર કરશે. આ અપડેટ સૉફ્ટવેર અપડેટ કરતાં વધુ ઝડપથી ડાઉનલૉડ થાય છે, અને યોગ્ય રીતે ઇન્સ્ટૉલ થયા પછી ઑપરેટિંગ સિસ્ટમની પાછળ a લખવામાં આવે છે.

માની લો કે, તમે Mac યૂઝર છો અને તેમાં macOS 13.3.1 છે, તો Rapid Security Response ડાઉનલૉડ અને ઇન્સ્ટૉલ થઈ ગયા પછી તમને સિસ્ટમ પર macOS 13.3.1 (a) લખેલું દેખાશે.

માત્ર આમને જ મળશે અપડેટ 
રેપિડ સિક્યૉરિટી રિસ્પૉન્સ અપડેટ Apple એ લેટેસ્ટ સૉફ્ટવેર વર્ઝન માટે રૉલ આઉટ કર્યું છે, જેમાં iOS 16.4.1, iPadOS 16.4.1 અને macOS 13.3.1 સામેલ છે. જો તમે જુની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરો છો તો તમને આ દેખાશે નહીં.

આ રીતે કરો અપડેટ 
iPhone પર Rapid Security Response અપડેટ ડાઉનલૉડ કરવા માટે, Settings > Software Update > Automatic Updates પર જાઓ. ધ્યાન રહે કે તમે "સિક્યૉરિટી રિસ્પૉન્સ અને સિસ્ટમ ફાઇલ્સ" નો ઓપ્શન ઓન કરેલો હોય. આ અપડેટ મેક પર પણ ડાઉનલૉડ કરવાની રહેશે. MacRumours પ્રમાણે, હમણાં અમૂક જ લોકોને આ અપડેટ દેખાઇ રહ્યુ છે. આગામી 48 કલાકમાં આ તમામ Mac યૂઝર્સને દેખાશે. 

હવે Apple થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટૉલેશનને આપી શકે છે પરમિશન, પરંતુ અચાનક કંપની આવુ કેમ કરી રહી છે ?

Apple App Store : જો તમે એપલ યૂઝર છો, તો તમને ખબર જ હશે કે, એપલ તેના iOS પ્લેટફોર્મ પર થર્ડ પાર્ટી એપ્લીકેશનને ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી આપતું નથી, એટલું જ નહીં આવું કરવુ પણ અહીં શક્ય નથી. હકીકતમાં કેટલાક હેકર્સ અને સાયબર ઠગ ફક્ત થર્ડ પાર્ટી એપ્સથી લોકોની પ્રાઇવસી અને બેંકિંગને શિકાર બનાવે છે. તમારો ફોન થર્ડ પાર્ટી એપ દ્વારા જ માલવેરનો શિકાર બને છે. આવામાં Apple યૂઝર્સને સુરક્ષા અને ગોપનીયતા અને માલવેરથી બચાવવા માટે થર્ડ પાર્ટી એપ્લીકેશન્સને ઇન્સ્ટૉલ કરવાની પરમિશન આપતુ નથી, પણ હવે આવુ નહીં થાય.

એપલ મોટા ફેરફારોની તૈયારીમાં  - 
એક નવો રિપોર્ટ બતાવે છે કે, આ બધું બદલાવાનું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, Apple તેના iOS પ્લેટફોર્મમાં મોટાપાયે ફેરફારો કરવા પર કામ કરી રહ્યું છે, અને આ ફેરફારો iOS 17માં જોવા મળી શકે છે. iOS 17 WWDC 2023માં રૉલઆઉટ થવાની સંભાવના છે. રિપોર્ટ અનુસાર, Apple iOS 17માં થર્ડ પાર્ટી સ્ટૉર્સ અને સાઇડલૉડિંગને પરમિશન આપી શકે છે. આ ઉપરાંત કંપની ઈન્સ્ટૉલેશન પેકેજને એન્ડ્રૉઈડની જેમ સીધું ચલાવવાની પણ મંજૂરી આપી શકે છે. જોકે આમાં કેટલી સત્યતા છે તેના અંગે હજુ કહી શકાય એમ નથી. કારણ કે આ પરમિશન તેની સાથે યૂઝરની પ્રાઈવસી સાથે જોડાયેલા અનેક સવાલો પણ લઈને આવશે.

એપલ અચાનક આવું કેમ કરી રહ્યું છે ?
Appleનું આ પગલું યૂરોપિયન યૂનિયનના ડિજિટલ માર્કેટ એક્ટના પાલનનો એક ભાગ છે. આ કાયદો માર્ચ 2024માં લાગુ કરવામાં આવશે. આ અધિનિયમ હેઠળ એપલે થર્ડ પાર્ટી એપ સ્ટૉર્સ ઉપરાંત તેના iPhones અને iPadsમાં સાઇડલૉડિંગ (વેબ પરથી ડાઉનલોડ કરેલ સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરવાની) પરમિશન આપવી પડશે. આ અધિનિયમ દ્વારા અધિનિયમ નિષ્પક્ષ અને હેલ્ધી સ્પર્ધા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે.

શું દરેકને મળશે સુવિધા ?
રિપોર્ટ એ પણ ખુલાસો કરે છે કે, આ થર્ડ પાર્ટી એપ ફિચર ફક્ત યૂરોપમાં જ ઉપલબ્ધ હોઈ શકે છે. કારણ કે કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળતા એપલને યૂરોપિયન યુનિયનમાંથી પ્રતિબંધિત કરી શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની યૂઝર્સ પાસેથી ચાર્જ પણ વસૂલી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Embed widget