શોધખોળ કરો

iPhone નું આ મૉડલ સૌથી વધુ વેચાયું, ખરીદવા માટે દુનિયાભરમાં લોકોની પડાપડી

Apple iPhone 15: રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આજકાલ લોકો વધુ મોંઘા ફોન ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આ કારણથી iPhoneના બેઝ અને પ્રૉ મૉડલના વેચાણમાં બહુ ફરક નથી

Apple iPhone 15: એપલે ફરી એકવાર સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો ઝંડો ફરકાવ્યો છે. iPhone આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સૌથી વધુ વેચાતા ફોન તરીકે ઉભરી આવ્યો છે. એક નવા રિપોર્ટ અનુસાર, iPhone 15ને આ વર્ષે લોકોએ ખૂબ પસંદ કર્યો અને તેના લાખો યુનિટ્સ વેચાયા છે.

કાઉન્ટરપૉઈન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, iPhone 15 પછી iPhone 15 Pro Max અને iPhone 15 Pro સૌથી વધુ વેચાતા મૉડલ્સમાં સામેલ હતા. આ પ્રથમ વખત છે કે આઇફોનના કુલ વેચાણમાંથી અડધો ભાગ પ્રૉ મૉડલ્સમાંથી આવ્યો છે.

કઇ રીતે બન્યો iPhone 15 લોકોનો મનપંસદ 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આજકાલ લોકો વધુ મોંઘા ફોન ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આ કારણથી iPhoneના બેઝ અને પ્રૉ મૉડલના વેચાણમાં બહુ ફરક નથી. આ સિવાય Appleના આકર્ષક ફાઇનાન્સ ઓપ્શન્સ અને ટ્રેડ-ઇન પ્રોગ્રામ, જ્યાં જૂના મૉડલને નવા મૉડલ માટે એક્સચેન્જ કરી શકાય છે, તેણે પણ iPhone 15ના વેચાણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Samsung નો પણ છે દબદબો 
ટોપ 5 સેમસંગ મૉડલ વિશ્વના ટોપ 10 બેસ્ટ સેલિંગ ફોનની યાદીમાં સામેલ છે. આ પછી આ લિસ્ટમાં એપલના 4 અને શ્યાઓમીનો 1 ફોન છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2018 પછી પહેલીવાર Galaxy S સીરીઝનું કોઈ મૉડલ ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. આ વખતે Galaxy S24 ત્રીજા ક્વાર્ટરમાં ટોપ 10માં રહે છે.

સેમસંગ ગેલેક્સી S24 સીરીઝના વેચાણમાં તેની GenAI સુવિધાઓના અસરકારક માર્કેટિંગને કારણે વધારો થયો છે. આ સિવાય Galaxy A સીરીઝના ચાર મૉડલ પણ ટોપ 10 લિસ્ટમાં સામેલ છે, જે મુખ્યત્વે ઓછી કિંમતના સેગમેન્ટમાં પસંદ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય Xiaomiની સબ-બ્રાન્ડ Redmi 13C 5G સ્માર્ટફોનને સમગ્ર વિશ્વમાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે.

આ પણ વાંચો

OnePlus 12ની કિંમતમાં ઘટાડો! અહી અડધા કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે આ સ્માર્ટફોન 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વાવના ઠાકોરો તમે....' - અલ્પેશે વાવમાં ગેનીબેનને તેમના જુના નિવેદન પર ઘેર્યા, જાણો શું યાદ કરાવ્યું

હિન્દુઓ પર હુમલાને લઈને મુશ્કેલીમાં ફસાઈ બાંગ્લાદેશ સરકાર! 800 પાનાંના પુરાવા સાથે ઈન્ટરનેશનલ કોર્ટ પહોંચ્યો મામલો

ભાવનગરની 'બટોંગે તો કટોંગે' વાળી કંકોત્રી વાયરલ, યુવાને શુભવિવાહ સાથે મોદી-યોગીના ફોટા સાથે છપાવી પત્રિકા

Auto: માત્ર 1 લાખ રૂપિયામાં ભારતમાં મળી રહી છે આ શાનદાર બાઈક્સ, મળશે દમદાર માઇલેજ અને શાનદાર ફીચર્સ

ABP Premium

વિડિઓઝ

Vav By Poll 2024 : 2027માં ગુજરાતમાં ભાજપ હારશે, સુહાસિની યાદવનો દાવોVav By Poll 2024 : વાવની ચૂંટણીમાં ભુવાજીની એન્ટ્રી! ગુલાબસિંહને જીતાડવા માટે અપીલBhavnagar: 'બટોંગે તો કટોંગે' વાળી કંકોત્રી વાયરલ, શુભવિવાહ સાથે મોદી-યોગીના ફોટા સાથે છપાવી પત્રિકાBhuj: આ જુઓ ભૂજના ખાડાઓ... સાયકલ ચાલક પટકાતાની સાથે જ રોડ પર થઈ ગ્યો લાંબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વાવના ઠાકોરો તમે....' - અલ્પેશે વાવમાં ગેનીબેનને તેમના જુના નિવેદન પર ઘેર્યા, જાણો શું યાદ કરાવ્યું
'વાવના ઠાકોરો તમે....' - અલ્પેશે વાવમાં ગેનીબેનને તેમના જુના નિવેદન પર ઘેર્યા, જાણો શું યાદ કરાવ્યું
હિન્દુઓ પર હુમલાને લઈને મુશ્કેલીમાં ફસાઈ બાંગ્લાદેશ સરકાર! 800 પાનાંના પુરાવા સાથે ઈન્ટરનેશનલ કોર્ટ પહોંચ્યો મામલો
હિન્દુઓ પર હુમલાને લઈને મુશ્કેલીમાં ફસાઈ બાંગ્લાદેશ સરકાર! 800 પાનાંના પુરાવા સાથે ઈન્ટરનેશનલ કોર્ટ પહોંચ્યો મામલો
ભાવનગરની 'બટોંગે તો કટોંગે' વાળી કંકોત્રી વાયરલ, યુવાને શુભવિવાહ સાથે મોદી-યોગીના ફોટા સાથે છપાવી પત્રિકા
ભાવનગરની 'બટોંગે તો કટોંગે' વાળી કંકોત્રી વાયરલ, યુવાને શુભવિવાહ સાથે મોદી-યોગીના ફોટા સાથે છપાવી પત્રિકા
Auto: માત્ર 1 લાખ રૂપિયામાં ભારતમાં મળી રહી છે આ શાનદાર બાઈક્સ, મળશે દમદાર માઇલેજ અને શાનદાર ફીચર્સ
Auto: માત્ર 1 લાખ રૂપિયામાં ભારતમાં મળી રહી છે આ શાનદાર બાઈક્સ, મળશે દમદાર માઇલેજ અને શાનદાર ફીચર્સ
ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા તો રશિયન ટીવીએ મેલાનિયા ટ્રમ્પની નગ્ન તસવીરો બતાવી

LPG Cylinder: આ રાશનકાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, સરકારે બદલ્યા નિયમો

Whatsapp પર આવી સામગ્રીઓ શેર કરતા પહેલા સાવધાન! નહીં તો તમારે ખાવી પડશે જેલની હવા

ખેડૂતોનું દેવું માફ, 25 લાખ રોજગાર, મહિલાઓને 2100 રૂપિયા મહિને... જાણો મહારાષ્ટ્ર માટે BJP ના 23 મોટા વચનો

Embed widget