શોધખોળ કરો

OpenAI એ લૉન્ચ કર્યું પોતાનું સર્ચ એન્જિન, Google અને Microsoft નું વધ્યુ ટેન્શન

SearchGPT: ChatGPT હવે પ્રશ્નનો જવાબ આપતી વખતે તેનો સ્ત્રોત બતાવી શકે છે, જે યૂઝર્સને વિશ્વસનીયતાની વધુ સમજ આપે છે

SearchGPT: જો તમને ઈન્ટરનેટ દ્વારા કોઈ પણ બાબતની માહિતી જોઈતી હોય, તો તમે તેને શોધવા માટે કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો? મોટા ભાગના લોકો ઇન્ટરનેટ દ્વારા કંઈપણ શોધવા માટે ગૂગલ અથવા માઇક્રોસૉફ્ટ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે લોકોને એક નવો વિકલ્પ પણ મળ્યો છે. આ નવા વિકલ્પનું નામ છે SearchGPT. ચાલો તમને તેના વિશે જણાવીએ.

ઓપનએઆઇનું સર્ચ એન્જિન - 
ખરેખર, OpenAI એ તેના ચેટબૉટ ChatGPT માં એક નવું સર્ચ ફિચર ઉમેર્યું છે, જેને "SearchGPT" નામ આપવામાં આવ્યું છે. આ SearchGPT OpenAIનું સર્ચ એન્જિન છે, જે Google અને Microsoft જેવા અન્ય મોટા સર્ચ એન્જિન સાથે સ્પર્ધા કરી શકે છે. ઓપનએઆઈએ પોતાના ચેટબૉટમાં જ આ નવી સુવિધાનો સમાવેશ કર્યો છે. આ સુવિધા ChatGPT યૂઝર્સને ઇન્ટરનેટ પરથી લાઇવ માહિતી પૂરી પાડે છે, જેમાં સમાચાર, સ્પોર્ટ્સ લાઇવ અપડેટ્સ, હવામાન અપડેટ્સ અને સ્ટોકની કિંમતો સામેલ છે.

વધુમાં, ChatGPT હવે પ્રશ્નનો જવાબ આપતી વખતે તેનો સ્ત્રોત બતાવી શકે છે, જે યૂઝર્સને વિશ્વસનીયતાની વધુ સમજ આપે છે. ઓપનએઆઈનો ઉદ્દેશ્ય Google અને Microsoft જેવી કંપનીઓના સર્ચ એન્જિન કરતાં વધુ ઝડપી અને સરળ શોધ વિકલ્પો પૂરા પાડવાનો છે અને તે આવનારા મહિનાઓમાં તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગૂગલ અને માઇક્રોસૉફ્ટની ચિંતા વધી 
આ સર્ચ ફિચર લૉન્ચ થયા બાદ આલ્ફાબેટ (ગૂગલની પેરેન્ટ કંપની) અને માઇક્રોસૉફ્ટના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આલ્ફાબેટના શેરમાં લગભગ 2% અને માઈક્રોસૉફ્ટના શેરોમાં 6%નો ઘટાડો થયો છે. રોકાણકારો ચિંતિત છે કે આ નવી સર્ચ ફિચર હાલની Google અને Bing જેવી સેવાઓને પડકાર આપી શકે છે. નોંધનીય રીતે, Microsoft એ OpenAI માં અંદાજે $14 બિલિયનનું રોકાણ કર્યું છે, અને આ નવી સુવિધા Microsoft ની AI સેવાઓ અને Bing પર અસર કરી શકે છે.

ઓપનએઆઈએ એમ પણ જણાવ્યું હતું કે, તેનું સર્ચ મૉડલ GPT-4 ના વિશિષ્ટ સંસ્કરણ પર આધારિત છે, જેમાં સમાચાર અને બ્લોગ પોસ્ટ્સ જેવી સામગ્રીની લિંક્સ પણ સામેલ છે. આ સુવિધા હાલમાં ChatGPT Plus અને ટીમ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, અને આવનારા મહિનાઓમાં મફત યૂજર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. આ લોંચ પછી, ChatGPTનું સર્ચ ઈન્ટરફેસ અન્ય AI-સંચાલિત સર્ચ એન્જીન જેમ કે Perplexity જેવું બની ગયું છે, અને તે જાહેરાતોની અછતને કારણે Google કરતાં વધુ સ્વચ્છ અનુભવ પ્રદાન કરે છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget