AI નો જવાબ... આજે કોણ જીતશે- ભારત કે ન્યૂઝીલેન્ડ ? એલન મસ્કના Grok અને Meta Ai એ આપ્યો ચોંકાવનારો જવાબ
champions trophy 2025 final Ind Vs NZ: મેટા એઆઈ ચેટબોટને પૂછવામાં આવ્યું હતું કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ કોણ જીતશે?

champions trophy 2025 final Ind Vs NZ: ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ આજે રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની ફાઇનલ મેચ માટે હવે થોડા જ કલાકો બાકી છે.
ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની ફાઇનલ મેચ આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ક્રિકેટ ચાહકોની નજર આ રોમાંચક ફાઇનલ પર ટકેલી છે. ભારતીય ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી.
દેશભરના ભારતીય ક્રિકેટ ચાહકો ચેમ્પિયન્સ ટ્રૉફી જીતવાની રાહ જોઈ રહ્યા છે. જ્યારે Ai ચેટબોટને ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની ફાઇનલ શું હશે તે વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ખૂબ જ રમુજી જવાબો આવ્યા.
Meta Ai ચેટબૉટે ભારતને જીતાડ્યું -
મેટા એઆઈ ચેટબોટને પૂછવામાં આવ્યું હતું કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ કોણ જીતશે? આના જવાબમાં લખવામાં આવ્યું હતું કે, "ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચનું પરિણામ અનિશ્ચિત છે, પરંતુ કેટલાક નિષ્ણાતો માને છે કે ભારત પાસે જીતવાની વધુ શક્યતાઓ છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે ભારતને વિજેતા ગણાવ્યું છે, જ્યારે ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને મહત્વપૂર્ણ ખેલાડીઓ તરીકે પસંદ કર્યા છે.
એલન મસ્કના Grok એ આપ્યો જવાબ ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કોણ જીતશે તેના જવાબમાં એલન મસ્કના ગ્રોકે કહ્યું, "આ ટૂર્નામેન્ટમાં ભારત એક પ્રબળ શક્તિ રહ્યું છે, 4 માર્ચે દુબઈમાં પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. જોકે હું ભવિષ્યની ચોક્કસ આગાહી કરી શકતો નથી, પરંતુ વર્તમાન ટૂર્નામેન્ટ અંગે નિષ્ણાતોના મંતવ્યોના આધારે ભારત ફાઇનલમાં આગળ હોવાનું જણાય છે. જોકે, ક્રિકેટ અણધારી છે, અને ન્યૂઝીલેન્ડની અપસેટ કરવાની આદત પરિસ્થિતિને પલટાવી શકે છે.
આ પણ વાંચો
CT Final: ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડ મુશ્કેલીમાં, પ્રેક્ટિસમાં જ ટીમને પડી આ મોટી મુસ્કેલી...




















