Google: હવે ખોવાઇ ગયેલો ફોન પણ શોધાઇ જશે મિનીટોમાં, ગૂગલ લૉન્ચ કરવા જઇ રહ્યું છે આ કામની એપ
ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્કની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાઇન્ડ માય ડિવાઇસ (Find My Device) ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવશે
Find My Device Network: આજેપણ એપલ ટેક ઉદ્યોગમાં ટ્રેન્ડ સેન્ટર છે. એપલ જે પણ પ્રૉડક્ટ લાવે છે, સમગ્ર ઉદ્યોગ તેની નકલ કરે છે. આ યાદીમાં ગૂગલનું નામ પણ છે. ગૂગલ પણ એપલની નકલ કરે છે. ગૂગલ પાસે પહેલેથી જ ફાઇન્ડ માય ફોન છે જે એપલના ફાઇન્ડ માય સાથે સ્પર્ધા કરી રહ્યું છે. હવે ગૂગલ ફાઇન્ડ માય ડિવાઈસ નેટવર્ક (Find My Device) લૉન્ચ કરવા જઈ રહ્યું છે, જે અગાઉના વર્ઝન કરતાં વધુ સારું હોવાનો દાવો કરવામાં આવે છે અને એપલના ફાઇન્ડ માયની જેમ સચોટ રીતે કામ કરશે.
ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્કની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાઇન્ડ માય ડિવાઇસ (Find My Device) ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવશે. ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્ક આઇફોનના ફાઇન્ડ માયની જેમ જ કામ કરશે અને યૂઝર્સ તેની મદદથી તેમના ગેજેટ્સને ટ્રેક કરી શકશે.
Google has revealed the launch date of Android's Find My Device network https://t.co/Qqjmg7Z9ha
— 9to5Google (@9to5Google) April 4, 2024
9to5Googleના એક રિપોર્ટ અનુસાર, Find My Device નેટવર્ક 7 એપ્રિલે લૉન્ચ થઈ શકે છે. તેની મદદથી હેડફોન, કી, સ્માર્ટ ડિવાઇસ અને અન્ય એસેસરીઝને ટ્રેક કરી શકાય છે.
સૌથી મહત્વની વાત એ છે કે એપલના ફાઇન્ડ માયની જેમ ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્ક પણ ઑફલાઇન કામ કરશે, એટલે કે તમે કોઈપણ ઉપકરણ અથવા તમારા ફોનને ઑફલાઇન પણ ટ્રૅક કરી શકશો. આ સાથે ફાસ્ટ પેરિંગનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે.
Google really doesn't want you to turn off Bluetooth. In light of the upcoming launch of the Find My Device network, Android 15 is adding a Bluetooth auto-on feature that can automatically turn on Bluetooth the next day if you disable it.
— Mishaal Rahman (@MishaalRahman) April 4, 2024
Full details👇https://t.co/3dIZObfP6Y
Google's Find My Device network is finally starting to roll out...kinda!
— Mishaal Rahman (@MishaalRahman) April 3, 2024
Google seems to have quietly flipped the switch to show the FMDN settings page for some users running the latest Play Services beta release. This page lets you opt in to the FMDN, as shown below.
However,… https://t.co/IS1yORpPfC pic.twitter.com/tD9MyxdmcZ
-