શોધખોળ કરો
Advertisement
2021માં ભારતમાં જલ્દીજ લૉન્ચ થશે આ 5G સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ અને કિંમત
2021માં અનેક 5G સ્માર્ટફોન્સ ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની સંભાવના છે. ત્યારે જાણો કયા કયા ફોન લોન્ચ થઈ શકે છે.
નવા વર્ષમાં સ્માર્ટફોન નિર્માતા કંપની સસ્તા 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો કે, ભારતમાં હજુ 5G સેવા શરુ થઈ નથી પરંતુ કંપનીઓ માર્કેટમાં પોતાની પકડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. એવામાં અનેક 5G સ્માર્ટફોન્સ ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની સંભાવના છે.
Oppo A53 5G
થોડા સમય પહેલા જ Oppoએ પોતાનો A53 5G લોન્ચ કરી દીધો છે. આ ફોન Oppo A53નું 5G વર્ઝન છે. હાલમાં કંપનીએ ચીનમાં લોન્ચ કર્યો છે, જો કે, જલ્દીજ ભારતમાં પણ લોન્ચ કરી શકે છે. Oppo A53 5G 4GB + 128GB વેરિએન્ટની કિંમત 14,600 રૂરિપાયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટા કોર MediaTek Dimensity 720 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Realme X7 Pro 5G
રિયલમી સમાર્ટફોન નિર્માતા કંપની Realme X7 Pro 5G માર્કેટમાં ઉતાર્યો છે. Realme X7 seriesનો આ શાનદાર ફોન હાલ થાઈલેન્ડમાં લોન્ચ કર્યો છે. જ્યા તેની કિંમત 42 હજાર રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન જલ્દી જ ભારતમાં લોન્ચ કરી શકે છે. Realme X7 Pro 5Gમાં 6.55 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ફોન Dimensity 1000+ પ્રોસેસરથી લેસ છે. તેને 8 GB RA અને 128 GB સ્ટોરેજ વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે 64 મેગાપિક્સલ મેઈન કેમેરા સાથે ક્વોડ રિયર કેમેરા સેટએપ આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.
iQoo U3
iQooએ નવો 5G સ્માર્ટફોન iQoo U3 ચીનમાં લોન્ચ કરી દીધો છે. iQoo U3 અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન બતાવવામાં આવી રહ્યો છે. જલ્દીજ ભારતમાં લોન્ચ થઈ શકે છે. iQoo U3માં 6.58 ઈંચની LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન મીડિયાટેક Dimensity 800U 5G પ્રોસેસરથી લેસ છે. ફોનમાં 8 GB રેમ અને 128 GBની સ્ટોરેજ આપવામાં આવી છે. રિયર કેમેરા 48 મેગાપિક્સલ આપવામાં આવ્યો છે. 6 જીબી અને 128 જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 16800 રૂપિયા છે.
Xiaomi MI 11 અને Mi 11 Pro
શાઓમી જલ્દી જ MI11 અને Mi 11 Pro 5G લોન્ચ કરશે. MI11 ક્વોર્ડ ડિસ્પ્લે સાથે આવે તેવી શક્યતા છે. જેમાં 108 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા સેન્સર સાથે રિયર પર એક ટ્રિપલ કેમેરા સેટઅપ થશે. બન્ને મોડલ્સની કિંમત 45 થી 49 હજારની વચ્ચે હોઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement