Tech: હવે તમને બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવવામાં પણ AI કરશે મદદ, જાણો કઇ રીતે ?
આગામી સમયમાં કંપની એપમાં AI સાથે જોડાયેલા એવા કેટલાય ફિચર્સ લાવશે, જે લોકોના ડેટિંગ એક્સપીરિયન્સને બદલી નાખશે અને તેને આસાનીથી પણ બનાવશે.
Tinder's Profile Picture Picking Feature: દુનિયાભરમાં હવે ધીમે ધીમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગળ વધી રહ્યું છે, એઆઇની મદદથી લોકો મોટાભાગના કામ કરી રહ્યાં છે. હવે રિપોર્ટ છે કે, એઆઇ પાર્ટનર પણ શોધી આપશે, જે લોકો બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ કે પછી લગ્ન માટે એક યોગ્ય સાથીની શોધમાં છે તેને એઆઇ ખુબ જ મદદ કરશે. શું તમે ટિન્ડરનો ઉપયોગ કરો છો ? જો જવાબ હા છે તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખરમાં, આ સમાચાર ખાસ કરીને એવા લોકો માટે સારા છે કે જેમને ટિન્ડર પર આસાની પાર્ટનર નથી મળતા. આનું કારણ એ હોઈ શકે છે કે પ્રૉફાઇલ આકર્ષક નથી અથવા કંઈપણ નથી. હવે આ બધાની વચ્ચે Tinder એક નવી ફેલિલિટી પર કામ કરી રહ્યું છે જેમાં AI લોકોને તેમના આલ્બમમાંથી 5 બેસ્ટ ફોટા વિશે જણાવશે અને તેને પ્રૉફાઇલ પર સેટ કરવા માટે કહેશે. ટિન્ડરના માલિક મેચ ગ્રુપના ચીફ એક્ઝિક્યૂટિવ બર્નાર્ડ કિમે જણાવ્યું હતું કે AI એવા યૂઝર્સની ચિંતાઓને હળવી કરશે જેઓ તેમની પ્રૉફાઇલ માટે બેસ્ટ ફોટા શોધી શકતા નથી.
તેમને કહ્યું કે આગામી સમયમાં કંપની એપમાં AI સાથે જોડાયેલા એવા કેટલાય ફિચર્સ લાવશે, જે લોકોના ડેટિંગ એક્સપીરિયન્સને બદલી નાખશે અને તેને આસાનીથી પણ બનાવશે. આ મહિનાની શરૂઆતમાં ટિન્ડરના ચીફ પ્રૉડક્ટ ઓફિસર માર્ક વેન રિસવિકે સંકેત આપ્યો હતો કે એપ્લિકેશન યૂઝર્સને તેમના બાયૉસ લખવામાં મદદ કરવા માટે જનરેટિવ AI નો ઉપયોગ કરશે. જોકે તે હજી લાઇવ નથી. AI ની મદદથી, યૂઝર્સ તેમની રુચિઓ અને સંબંધોના લક્ષ્યો અનુસાર પોતાને માટે શ્રેષ્ઠ બાયૉ બનાવી શકે છે, જેથી મેચિંગ ઝડપી બને.
Tinder ઉપરાંત AI સપૉર્ટ અન્ય ડેટિંગ એપ્સમાં પણ ઉપલબ્ધ છે -
Tinder એ એપમાં વધુને વધુ AI નો ઉપયોગ કરી રહ્યું છે જેથી તે માર્કેટમાં સ્પર્ધા કરી શકે. AIના આવ્યા પછી એવી ઘણી એપ્સ માર્કેટમાં આવી છે જે લોકોને AIની મદદ લઈને તેમના જીવનસાથીને શોધવામાં મદદ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, Tinder એ એકમાત્ર એપ નથી જે AI નો ઉપયોગ કરી રહી છે. આ અગાઉ બમ્બલે ગયા વર્ષે અનિચ્છનીય નગ્ન ફોટા શોધવા અને સાયબર-ફ્લેશિંગ સામે લડવા માટે AI રિલીઝ કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં OKCupid એ પણ જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં એપ્લિકેશનમાં AI-લેખિત મેચિંગ પ્રશ્નો એડ કરશે.