શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
WhatsApp payments દ્વારા સરળતાથી કરી શકો છો પૈસાની લેવડ-દેવડ, આ સ્ટેપ કરો ફોલો
વ્હોટસએપે ગત વર્ષે વ્હોટસએપ પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી છે. કંપની મુજબ આ પેમેન્ટ સિસ્ટમ દેશની લગભગ 160 બેન્કને સપોર્ટ કરે છે. તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. તો જાણીએ કે, કેવી રીતે વ્હોટસ એપથી પૈસાની લેવડ-દેવડ કરી શકાશે.
લોકપ્રિય વ્હોટસએપ સતત તેમના યુઝર્સ માટે નવા નવા ફીચર લોન્ચ કરતું રહે છે. ગત વર્ષે વ્હોટસએપે કેટલાક નવા ફીચર લોન્ચ કર્યા હતા. તેમાંથી એક વ્હોટસએપ પેમેન્ટ વધુ ઉપયોગી ફીચર છે. આ ફીચર દ્વારા યુઝર્સ સરળતાથી પૈસાની લેવડ-દેવડ કરી શકે છે.
કઇ રીતે ફીચરનો કરશો ઉપયોગ?
- સૌથી પહેલા વ્હોટસએપને ઓપન કરો. તેમાં જમણી બાજુ ત્રણ બિંદુના ચિન્હ છે. તેના પર ટેપ કરો.
- આ બિંદુ પર ટેપ કરતા જ પેમેન્ટનું ઓપ્શન મળશે.
- જ્યારે આપ પેમેન્ટ પર ટેપ કરશો તો પેમેન્ટ મેથડનું ઓપ્શન મળશે.
- પેમેન્ટ મેથડ પર ટેપ કરતા Accept અને continue જોવા મળશે. જેના પર ટેપ કરવાનું રહેશે.
- ત્યારબાદ આપે બેન્ક સિલેક્ટ કરીને મોબાઇન નંબર વેરીફાઇ કરવાનો રહેશે.
- મોબાઇલ નંબર નાખ્યાં બાદ OTP આવશે. જેના એન્ટર કરીને આપ નંબર વેરીફાઇ કરી શકો છો.
- આ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ આપને બેન્કની ડિટેઇલ ભરવાની રહેશે. ત્યારબાદ આપનું અકાઉન્ટ બની જશે.
- આ રીતે વ્હોટસએપ પેમેન્ટ દ્વારા આપ પૈસાની લેવડ-દેવડ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion