શોધખોળ કરો
Lockdown: TRAIએ ટેલિકોમ કંપનીઓને કર્યો આદેશ, પ્રીપેડ યૂઝર્સને થશે લાભ, જાણો વિગત
ટ્રાઈએ કહ્યું કે, ટેલિકમ્યૂનિકેશનને જરૂરી સેવા ગણીને લોકડાઉનથી મુક્તિ આપવામાં આવી છે અને તેને બંધ નથી કરવામાં આવી.

નવી દિલ્હીઃ Coronavirusના કારણે દેશમાં 21 દિવસનું Lockdown જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈ ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ટેલિકોમ કંપનીઓને પ્રીપેડ યૂઝર્સના પ્લાનની વેલિડિટી વધારવા કહ્યું છે. લોકડાઉન દરમિયાન કોઈને પરેશાની ન થાય તે માટે રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન, આઈડિયા, ભારતી અને બીએસએનએલને ટ્રાઈએ પ્રીપેડ પ્લાનની વેલિડિટી વધારવા કહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, TRAIએ તમામ કંપનીઓને લેટર લખ્યો છે. આ લેટરમાં તમામ કંપનીઓને પ્રીપેડ યૂઝર્સ માટે વેલિડિટી વધારવા માટે જરૂર પગલાં ભરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન કસ્ટમર્સને કોઈપણ જાતના અવરોધ વગર સર્વિસ આપવા કંપનીએ શું પગલાં લીધા તેની પણ જાણકારી માંગી છે. રિપોર્ટ પ્રમાણે ટ્રાઈએ કહ્યું કે, ટેલિકમ્યૂનિકેશનને જરૂરી સેવા ગણીને લોકડાઉનથી મુક્તિ આપવામાં આવી છે અને તેને બંધ નથી કરવામાં આવી. ટ્રાઈને લેટર બાદ હજુ સુધી કોઈ કંપનીનું નિવેદન સામે નથી આવ્યું કે હજુ સુધી કોઈ પણ કંપનીએ પ્રીપેડ યૂઝર્સ માટે વેલિડિટી વધારવાની જાહેરાત કરી. હાલ દરેક કંપનીઓના કુલ કસ્ટમર્સમાં સૌથી વધારે હિસ્સો પ્રીપેડ યૂઝર્સનો છે. તેથી લોકડાઉનના કપરા સમયમાં ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે પ્રીપેડ યૂઝર્સની વેલિડિટી વધારવાનું કહેવામાં આવ્યું છે.
વધુ વાંચો





















