(Source: ECI/ABP News/ABP Majha)
Twitter લાવી રહ્યું છે એક ધાંસૂ ફિચર, બ્લૂ ટિકવાળા યૂઝર્સને મળશે સૌથી પહેલા આ ફેસિલિટી
ટ્વીટર પર લેક્સ ફ્રિડમેન નામના યૂઝરે મસ્કને કહ્યું કે જો આપણે પ્લેટફોર્મ પર 3 કલાકની કન્ટેન્ટ અપલૉડ કરી શકીએ તો સારું રહેશે.
Twitter Will Increase video Upload limit: એલન મસ્કે થોડાક સમય પહેલા બ્લૂ ટિક યૂઝર્સને લાભ આપ્યો હતો કે તેઓ પ્લેટફોર્મ પર 2 કલાક સુધીની HD કન્ટેન્ટ અપલૉડ કરી શકે છે. આ પછી કેટલાય યૂઝર્સે આ ફેસિલિટીનો લાભ લીધો અને ટ્વીટર પર આખી મૂવીઝ, સીરિયલો વગેરે અપલૉડ કરી. માત્ર પેઇડ યૂઝર્સ પાસે લાંબા વીડિયો અપલૉડ કરવાનો ઓપ્શન છે. ફ્રી યૂઝર્સ ટ્વીટર પર માત્ર 2 મિનીટ અને 20 સેકન્ડનો વીડિયો અપલૉડ કરી શકે છે. હવે એલન મસ્ક ટૂંક સમયમાં લાંબા વીડિયોની ટાઇમ લિમીટ વધારવા જઇ રહ્યાં છે.
આટલી મિનીટનો વીડિયો કરી શકશો અપલૉડ -
ખરેખરમાં, ટ્વીટર પર લેક્સ ફ્રિડમેન નામના યૂઝરે મસ્કને કહ્યું કે જો આપણે પ્લેટફોર્મ પર 3 કલાકની કન્ટેન્ટ અપલૉડ કરી શકીએ તો સારું રહેશે. જવાબમાં મસ્કે કહ્યું કે તે ટૂંક સમયમાં આવી રહ્યું છે, એટલે કે, બ્લૂ ટિક યૂઝર્સ ટૂંક સમયમાં ટ્વીટર પર 180 મિનીટ સુધીની વીડિયો કન્ટેન્ટ અપલૉડ કરી શકશે.
મસ્કે ટ્વીટર પર લગાવી રીડ લિમીટ -
એલન મસ્કે ટ્વીટર પર રીડ લિમીટ મૂકી છે. આ અંતર્ગત બ્લૂ ટિક યૂઝર્સ એક દિવસમાં માત્ર 10,000 પૉસ્ટ જોઈ શકે છે, અનવેરિફાઈડ યૂઝર્સ 1,000 પૉસ્ટ અને નવા એડ થયેલા અનવેરિફાઈડ લોકો એક દિવસમાં માત્ર 500 પૉસ્ટ જોઈ શકે છે. લિમીટ પૂરી થયા પછી, એપ લૉક થઈ જશે અને તમે બીજા દિવસે જ તેનો ઉપયોગ કરી શકશો. આ ઉપરાંત મસ્કે ટ્વીટરને ઓપન પ્લેટફોર્મ પરથી હટાવી દીધું છે અને હવે લોકોએ ટ્વીટરની કન્ટેન્ટ જોવા માટે તેના પર એકાઉન્ટ બનાવવું પડશે. એટલે કે, તમે એકાઉન્ટ વિના ટ્વીટરની કોઈપણ કન્ટેન્ટ જોઈ શકતા નથી.
Nice. It would be great to be able to upload 3+ hour podcast videos, with timestamps/chapters. PS: Theo is awesome!
— Lex Fridman (@lexfridman) July 2, 2023
સ્માર્ટ ટીવી માટે ટૂંક સમયમાં આવશે વીડિયો એપ -
એલન મસ્ક સ્માર્ટ ટીવી માટે ટ્વીટરની વીડિયો એપ પણ લાવવા જઈ રહી છે. થોડા સમય પહેલા એક યૂઝરે મસ્કને ટેગ કરીને લખ્યું હતું કે ફોન પર લાંબા વીડિયો જોવાથી તકલીફ થાય છે, જો આપણે બધા તેને ટીવી પર જોઈ શકીએ તો સારું રહેશે. જવાબમાં મસ્કે કહ્યું કે આ પણ જલ્દી આવશે. એટલે કે ટૂંક સમયમાં તમે સ્માર્ટ ટીવી પર ટ્વીટર વીડિયો જોઈ શકશો.