શોધખોળ કરો
Advertisement
આ વર્ક ફ્રોમ પ્લાન હેઠળ માત્ર 351 રૂપિયામાં મળશે 100 જીબી ડેટા, જાણો પૂરી વિગત
નવા વર્ક ફ્રોમ હોમ પ્લાન સિવાય પણ કંપની હજી પણ 251 રૂપિયાનો જૂનો વર્ક ફ્રોમ હોમ પ્લાન પણ ઉપલબ્ધ કરાવી રહી છે.
મુંબઈઃ કોરોના સંકટની વચ્ચે લોકડાઉનમાં ખુલી ગયા બાદ પણ પોતોના કર્મચારીઓને લઈને કોઈ જ જોખમ લેવા ન માગતી હોય અનેક કંપનીઓ હજુ પણ વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપી રહી છે. આ જ કારણે દેશની તમામ ત્રણેય ટેલીકોમ કંપનીઓ યૂઝર્સને આકર્ષવા માટે વર્ક ફ્રોમ હોમ પ્લાન લઈને આવી છે. આ જ ક્રમમાં હવે ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયાએ પણ વર્ક ફ્રોમ હોમ માટે અલગ નવા પ્લાન રજૂ કર્યા છે.
નોંધનીય છે કે, વોડાફોન-આઈડિયા હવે ‘Vi’ બની ગઈ છે. જેમાં V એટલે વોડાફોન અને i એટલે આઈડિયા છે. હવે આ જ નવા બ્રાન્ડ હેઠળ કંપનીએ નવો વર્ક ફ્રોમ હોમ પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે. જેની કિંમત 351 રૂપિયા છે.
આ પ્લાનમાં શું છે ખાસ
VIના આ પ્લાનની કિંમત 351 રૂપિયા છે જેમાં યૂઝર્સને 100 જીબી હાઈસ્પીડ ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. વર્ક ફ્રોમ હોમ માટેના આ પ્લાનનમાં માત્ર ડેટાની જ સુવિધા મળશે એટલે કે આ પ્લાન અંતર્ગત તમને કોઈપણ કોલિંગ અથવા એસએમએસનો લાભ નહીં મળે.
કંપનીનો આ નવો પ્લાન માત્ર કેટલાક પસંદગીના સર્કલના યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે જેમાં દિલ્હી, આંધ્ર પ્રદેશ, ગુજરાત, કેરળ, અને મધ્ય પ્રદેશના લોકોને તેનો લાભ મળશે.
નવા વર્ક ફ્રોમ હોમ પ્લાન સિવાય પણ કંપની હજી પણ 251 રૂપિયાનો જૂનો વર્ક ફ્રોમ હોમ પ્લાન પણ ઉપલબ્ધ કરાવી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. સાથે જ આ પ્લાનમાં યૂઝર્સને 50 જીબી ડેટાની સુવિધા મળે છે. જોકે નવા પ્લાન કરતાં આ પ્લાનના ડેટા અડધો મળી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement