શોધખોળ કરો

OnePlus 13 ની કિંમત કેટલી હશે ? લૉન્ચ પહેલા થયો મોટો ખુલાસો

OnePlus 13: આ બધા સિવાય ફોનની પાછળ 50MP કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે

OnePlus 13 ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. દર વર્ષે OnePlus ના પ્રીમિયમ ફોનની આતુરતાથી રાહ જોવામાં આવે છે. આ વખતે વનપ્લસ 13 સીરીઝનો વારો છે, જેની લૉન્ચિંગ તારીખ જાહેર થઈ ગઈ છે. કંપની 31 ઓક્ટોબર 2024ના રોજ પોતાના હૉમ માર્કેટ એટલે કે ચીનમાં OnePlus 13 લૉન્ચ કરવા જઈ રહી છે.

ભારતમાં આ ફોનના લૉન્ચિંગની સમયરેખા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ OnePlus 12 સીરીઝ ભારતમાં જાન્યુઆરી 2024માં લૉન્ચ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં એવી અપેક્ષા છે કે OnePlus 13 અને OnePlus 13R ભારતમાં જાન્યુઆરી 2025માં લૉન્ચ થઈ શકે છે.

OnePlus 13 ની કિંમત કેટલી હશે ? 
જોકે હાલમાં OnePlus 13ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફોનના સ્પેસિફિકેશન અને ફિચર્સ અંગેના સમાચાર ઘણા લીક થયેલા અહેવાલો દ્વારા આવવા લાગ્યા છે, પરંતુ યૂઝર્સ આ ફોનની કિંમત જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. ચાલો અમે તમને OnePlus 13 ની સંભવિત કિંમત વિશે જણાવીએ.

OnePlus 13 ના ચાઇનીઝ વેરિઅન્ટની કિંમત X (જૂનું નામ Twitter) પર TechHome100 નામના યૂઝર્સ દ્વારા લીક કરવામાં આવી છે. આ યૂઝર દ્વારા કરવામાં આવેલી પૉસ્ટ મુજબ ચીનમાં OnePlus 13ની કિંમત 4699 યુઆન એટલે કે 55,443 રૂપિયા હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે OnePlus 12ની ચીનમાં લૉન્ચ કિંમત 4,299 યુઆન એટલે કે 50,714 રૂપિયા હતી. આવી સ્થિતિમાં તે જોવાનું રહેશે કે કંપની આ ફોનને કેટલી કિંમતે લૉન્ચ કરે છે.

OnePlus 13 ના સંભવિત સ્પેશિફિકેશન્સ 
આ ફોનની સૌથી ખાસ વાત તેનું પ્રૉસેસર હશે, જેના માટે કંપનીએ ક્વાલકૉમના લેટેસ્ટ ચિપસેટ સ્નેપડ્રેગન 8 એલિટનો ઉપયોગ કર્યો છે. આ ચિપસેટ 24GB LPDDR5X રેમ અને 1TB UFS 4.0 સ્ટોરેજ સાથે આવી શકે છે.

આ સિવાય ફોન Android 15 પર આધારિત લેટેસ્ટ ColorOS 15 સાથે આવી શકે છે. ફોનમાં 2K રિઝૉલ્યૂશન સાથે X2 8T LTPO AMOLED ક્વાડ-વક્ર ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે. ફોન 6000mAh બેટરી સાથે 100W વાયર્ડ અને 50W મેગ્નેટિક વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ બધા સિવાય ફોનની પાછળ 50MP કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જો કે, ફોન વિશે સંપૂર્ણ અને પુષ્ટિ થયેલ માહિતી 31 ઓક્ટોબરના રોજ જ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget