શોધખોળ કરો

Ration Card e-KYC: હવે ઘરે બેઠા પોતાના મોબાઈલથી કરો રાશન કાર્ડ e-KYC અપડેટ, જાણો પ્રોસેસ

રાશન કાર્ડ દ્વારા રાશન વિતરણ પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકાર વખતો વખત પગલાં ભરે છે.

રાશન કાર્ડ દ્વારા રાશન વિતરણ પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકાર વખતો વખત પગલાં ભરે છે. મફત રાશન માટે લાયક લોકોની ઓળખ કરવા અને અનિયમિતતા અટકાવવા માટે સરકારે રાશન કાર્ડની ઇ કેવાયસી (Ration Card KYC) પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા હેઠળ, રાશન કાર્ડ ધારક અને તેના પરિવારના સભ્યોની ઓળખ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે. જેથી ખાતરી કરી શકાય કે ફક્ત સાચા અને જરૂરિયાતમંદ લોકોને જ મફત રાશનનો લાભ મળે. 

રાશન કાર્ડનું e-KYC કરાવવું ફરજિયાત છે. જો તમે 30 જૂન (Ration Card KYC Last Date) સુધીમાં રાશન કાર્ડનું e-KYC ન કરાવો, તો તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે અને તમે મફત રાશન મેળવવાથી પણ વંચિત રહી શકો છો. તેથી, જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ છેલ્લી તારીખ સુધીમાં તમારું e-KYC કરાવો.

રાશનકાર્ડ e-KYC કેમ જરુરી  ?

સરકારે અત્યાર સુધીમાં રાશન e kyc  સમયમર્યાદા  ઘણી વખત લંબાવી છે, પરંતુ આ વખતે કહેવાય છે કે આ છેલ્લી વખત તારીખ લંબાવવામાં આવી રહી છે. ખાદ્ય અને પુરવઠા મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે આ નવી તારીખ સુધીમાં e-KYCનું કામ પૂર્ણ કરવામાં આવે. એવું કહેવામાં આવ્યું છે કે e-KYC 30 જૂન સુધીમાં દરેક કિંમતે પૂર્ણ કરવું પડશે. e-KYC માટે, લાભાર્થીઓ PDS દુકાન પર જઈ શકે છે અને e-POS મશીનની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

એક અંદાજ મુજબ 23.5% રાશન કાર્ડનું વેરિફિકેશન બાકી છે. તમને જણાવી દઈએ કે KYC નો અર્થ છે "તમારા ગ્રાહકને જાણો" (Know Your Customer).  KYC કરવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોને સિસ્ટમમાંથી દૂર કરી શકાય. સરકારનો એકમાત્ર હેતુ એ છે કે સરકારી અનાજનો લાભ માત્ર લાયક લોકો સુધી પહોંચે.

ઘરે બેઠા રાશન e-KYC કઈ શકો છો

સૌથી પહેલા તમારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાની વેબસાઈટ પર જાઓ. ત્યાં ‘e kyc ફોર રેશન કાર્ડ’ પર ક્લિક કરો. આ પછી રેશન કાર્ડ નંબર અને આધાર નંબર નાખો. પરિવારના વડાનો આધાર નંબર દાખલ કરો, પછી મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને ભરો, બધી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.

જો તમને ઓનલાઈન વેરિફિકેશન અને ઓટીપી મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે તમારી નજીકની સરકારી રાશનની દુકાન પર જઈ શકો છો. ત્યાં દુકાનદાર તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને અને તમારું બાયોમેટ્રિક્સ લઈને તમારું કેવાયસી પૂર્ણ કરશે.

તમામ રેશનકાર્ડ ધારકોને તાકીદ કરવામાં આવે છે કે ઝડપથી પોતાનું ઈ-કેવાયસી અવશ્ય કરાવી લે, જેથી તેમને મફત રાશન અને અન્ય સરકારી યોજનાઓના લાભ મળતા રહે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Embed widget