(Source: ECI/ABP News/ABP Majha)
દુનિયાની આ સૌથી મોટી કંપનીએ કર્મચારીઓને કહી દીધુ 'વેક્સીન નહીં તો નોકરી નહીં'..........
ર્મચારીઓની પાસે રસીકરણની સ્થિતિ જાહેર કરવા અને સબૂત બતાવનારા ડૉક્યૂમેન્ટ અપલૉડ કરવા કે ચિકિત્સા કે ધાર્મિક છુટ માટે અરજી કરવા માટે 3 ડિસેમ્બર સુધીન સમય હતો.
વૉશિંગટનઃ દુનિયાની સૌથી મોટી ટેક કંપની ગૂગલે કોરોના વાયરસને લઇને કડક થઇ છે, આલ્ફબેટ ઇન્ડની કંપની ગૂગલે પોતાના કર્મચારીઓને કડક શબ્દોમાં કહી દીધુ છે કે, જો તે કૉવિડ નિયમોનુ પાલન નહીં કરે તો તેમને સેલેરી નહીં મળે, અને તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી શકે છે.
CNBCએ મંગળવારે આંતરિક દસ્તાવેજોનો હવાલો આપતા આ દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, Google દ્વારા આપવામાં આવેલા એક મેમમોમાં કહેવામાં આવ્યુ છે કે, કર્મચારીઓની પાસે રસીકરણની સ્થિતિ જાહેર કરવા અને સબૂત બતાવનારા ડૉક્યૂમેન્ટ અપલૉડ કરવા કે ચિકિત્સા કે ધાર્મિક છુટ માટે અરજી કરવા માટે 3 ડિસેમ્બર સુધીન સમય હતો.
કોરોનાના વધતા કેરને ધ્યાનમાં રાખીને ગૂગલે આ મોટુ પગલુ ભર્યુ છે. ગૂગલે જણાવ્યું હતું કે તે ત્રીજી તારીખ પછી તે કર્મચારીઓનો સંપર્ક સાધવાનું શરૂ કરશે જેમણે પોતાનું સ્ટેટસ અપલોડ કર્યુ નથી અથવા તો જેણે રસી લીધી નથી. ગૂગલે જણાવ્યું હતું કે જે કર્મચારીઓએ ૧૮ જાન્યુઆરી સુધી રસીકરણના નિયમોનું પાલન કર્યુ નથી તો તેમને ૩૦ દિવસની પેઇડ એડમિનિસ્ટ્રેટિવ લીવ પર રાખવામાં આવશે. તેના પછી છ મહિના સુધી અનપેઇડ પર્સનલ લીવ તથા પછી સેવા પૂરી કરી દેવાશે. કોરોનાની રસીના બંને ડોઝ લીધા પછી તાજેતરમાં ૪૦ ટકા અમેરિકન કર્મચારીઓ ઓફિસ પરત આવ્યા છે. પરંતુ હવે ફરી એકવાર ઓમિક્રોનના લીધે ફરીથી વર્ક ફ્રોમ હોમ જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો-
બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો
Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે
બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ