શોધખોળ કરો

Apple યૂઝર્સને વૉટ્સએપ લાવી રહ્યું છે આ મોટુ અપડેટ, જાણો શું છે ને પહેલા કોને મળશે ?

વૉટ્સએપ ડેસ્કટૉપ પર પોતાની એપને બેસ્ટ બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. કંપનીએ થોડાક સમય પહેલા જ વિન્ડોઝ યૂઝર્સ અને મેક યૂઝર્સ માટે UIમાં કેટલાક ફેરફાર કર્યા હતા

Whatsapp Apple MacOS Update: વૉટ્સએપ ડેસ્કટૉપ પર પોતાની એપને બેસ્ટ બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. કંપનીએ થોડાક સમય પહેલા જ વિન્ડોઝ યૂઝર્સ અને મેક યૂઝર્સ માટે UIમાં કેટલાક ફેરફાર કર્યા હતા. હવે મેક પર કંપની ટૂંક સમયમાં લોકોને વૉટ્સએપ ગૃપ ઓડિયો અને વીડિયો કૉલનો ઓપ્શન આપવા જઈ રહ્યું છે, અગાઉ આ ફિચર ડિસેબલ હતુ. 

વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo અનુસાર, કંપની WhatsApp ગૃપ ઓડિયો અને વીડિયો કૉલ ફિચર પર કામ કરી રહી છે, જે હમણાં જ કેટલાક બીટા ટેસ્ટર્સ માટે MacOS પર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિચરની મદદથી યૂઝર્સ એક સમયે 7 લોકોને ગૃપ વીડિયો કૉલ અને 32 લોકોને ઓડિયો કૉલ કરી શકે છે. તમે એવા લોકોને પણ ગૃપ કૉલ કરી શકો છો કે જેઓ ગૃપમાં એડ નથી થયા. આ માટે તમારે કૉલ સેક્શનમાં જવું પડશે અને Create call પર ક્લિક કરવું પડશે અને લોકોને એડ કરો અને તેમને કૉલ કરો.

જલદી એન્ડ્રોઇડ યૂઝર્સને મળશે Channel ફિચર - 
મેટા 'ચેનલ' ફિચર જલદી વૉટ્સએપમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં આ કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરી દેવામા આવ્યુ છે, ચેનલ ઓપ્શનમાં યૂઝર્સને 12 ફિચર મળશે, જેમાં બદલાયેલું ઇન્ટરફેસ, વેરિફિકેશન સ્ટેટસ, ફોલોઅર્સ કાઉન્ટ, મ્યૂટ નૉટિફિકેશન, રિયલ ફોલોઅર્સ કાઉન્ટ, શૉટકટ, ચેનલ ડિસ્ક્રિપ્શન, મ્યૂટ ટૉગલ, વિઝિબિલિટી, પ્રાઇવસી અને રિપોર્ટ સામેલ છે. 

મળશે ચેટ લૉક ફિચર - 
વૉટ્સએપ યૂઝર્સની પ્રાઇવસીને બેસ્ટ બનાવવા માટે મેટા 'ચેટ લૉક' ફિચર પર કામ કરી રહ્યું છે, આની મદદથી યૂઝર્સ કોઇપણ ઇન્ડિવિડ્યૂઅલ ચેટ પર લૉક લગાવી શકશે. ચેટનો લૉક કરવા માટે યૂઝર્સ ફિંગરપ્રિન્ટ, પાસકૉડ વગેરેનો ઉપયોગ કરી શકે છે. જલદી વૉટ્સએપ યૂઝર્સને એપ પર વૉઇસનૉટને એક સ્ટેટસ તરીકે લગાવવાની પણ સુવિધા મળશે. 

હવેથી ઇન્ટરનેટ વિના પણ WhatsApp ચલાવી શકાશે

મેટાએ તાજેતરમાં જ WhatsApp યુઝર્સને પ્રાઈમરી ડિવાઈસ સિવાય 4 અલગ-અલગ ઉપકરણોમાં તેમનું એકાઉન્ટ ખોલવાનો વિકલ્પ આપ્યો છે. યુઝર્સને હવે અન્ય ડિવાઈસ પર WhatsApp ખોલવા માટે મુખ્ય ડિવાઈસ પર નિર્ભર રહેવાની જરૂર નથી અને તેઓ ઇન્ટરનેટ વિના પણ અન્ય ડિવાઈસ પર તેમનું WhatsApp એકાઉન્ટ ચલાવી શકે છે. હાલમાં યુઝર્સ તેમના WhatsApp એકાઉન્ટને ફક્ત લેપટોપ, ડેસ્કટોપ અથવા અન્ય Android ફોન્સ સાથે કનેક્ટ કરી શકે છે. એકાઉન્ટને આઈપેડ સાથે કનેક્ટ કરવાનો વિકલ્પ એપ પર નથી. પરંતુ હવે યુઝર્સને જલ્દી જ આ વિકલ્પ મળશે.

આ છે અપડેટ 

વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo અનુસાર, કંપની ટૂંક સમયમાં WhatsApp એકાઉન્ટને આઈપેડ સાથે લિંક કરવાની સુવિધા આપવા જઈ રહી છે. એટલે કે એપ આઈપેડને એક ડિવાઈસ ગણશે અને યુઝર્સ તેમના એકાઉન્ટને તેની સાથે કનેક્ટ કરી શકશે. હાલમાં આ અપડેટ WhatsApp બીટાના વર્ઝન 2.23.12.12માં જોવામાં આવ્યું છે. આવનારા સમયમાં કંપની તેને દરેક માટે રોલઆઉટ કરી શકે છે.

આ અપડેટ ટૂંક સમયમાં iOS પર ઉપલબ્ધ થશે

વ્હોટ્સએપે કેટલાક iOS બીટા ટેસ્ટર્સને ગ્રૂપમાં કૉલ કરવા માટે નવા આઇકન સાથે પ્રદાન કર્યું છે. આ આઇકોન પર ક્લિક કર્યા બાદ યુઝરને વીડિયો કે વોઈસ કોલનો વિકલ્પ પસંદ કરવાની સુવિધા મળે છે. અગાઉ આ બંને આઇકોન અલગ-અલગ ગ્રૂપ ચેટમાં દેખાતા હતા, જેને હવે કંપનીએ એક વિકલ્પમાં ફિક્સ કરી દીધા છે.

યુઝરનેમ ફીચર ટૂંક સમયમાં જ રોલઆઉટ કરવામાં આવશે

WhatsApp યુઝરનેમ ફીચર પર પણ કામ કરી રહ્યું છે, જે આવનારા સમયમાં લોકોને મળશે. આ ફીચર લાઇવ થયા બાદ દરેક વ્યક્તિએ યુઝરનેમ પસંદ કરવાનું રહેશે, જેમ કે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામમાં છે. યુઝરનેમ ફીચર આવ્યા બાદ યુઝર્સ આની મદદથી કોઈપણ વ્યક્તિને વોટ્સએપમાં એડ કરી શકે છે. એટલે કે, તેઓએ પોતાનો નંબર વારંવાર શેર કરવો પડશે નહીં અથવા તેમની સામેની વ્યક્તિનો નંબર માંગવો પડશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
Embed widget