WhatsApp ના કરોડો યૂઝર્સનો બદલાઇ જશે કૉલ કરવાનો અંદાજ, આવી રહ્યું છે ખાસ ફિચર
Biggest WhatsApp Call Updates: વૉટ્સએપનું આ ફિચર હાલમાં બીટા વર્ઝનમાં જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં તેને ટૂંક સમયમાં લાવવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે

Biggest WhatsApp Call Updates: વૉટ્સએપમાં બહુ જલદી વધુ એક અદભૂત સુવિધા ઉમેરવામાં આવશે. આ સુવિધા એપના કરોડો યૂઝર્સના કૉલિંગ અનુભવને બદલી નાખશે. આ ફિચરનું વૉટ્સએપ માટે ઘણા સમયથી ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. આ સુવિધા સાથે એપ્લિકેશન દ્વારા કૉલ કરવાનું અત્યંત સરળ બનશે અને તમે એક સમયે એક જ કૉલમાં તમારા મનપસંદ લોકોને પસંદ કરી શકશો. આ માટે તમારે એપની બહાર જવાની જરૂર નથી. આ સુવિધા તાજેતરમાં બીટા વર્ઝનમાં જોવા મળી છે.
કૉલિંગ મેન્યૂ ફિચર -
WABetaInfo ના રિપોર્ટ અનુસાર, આ ફિચર WhatsApp યૂઝર્સ માટે કૉલ મેનૂના નામે ઉમેરવામાં આવશે. આ સુવિધા WhatsAppના એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.25.5.21 માં ઉમેરવામાં આવી છે. આ ફિચરમાં વૉટ્સએપથી કૉલ કરતી વખતે યૂઝર્સને પર્સનલ ચેટમાં જ ઓડિયો અને વીડિયો કૉલ માટે અલગ અલગ વિકલ્પો દેખાશે. આ ઉપરાંત, એક જ સમયે કોલમાં અનેક લોકોને ઉમેરવા માટે સિલેક્ટ પીપલ નામનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. યૂઝર્સ વીડિઓ અથવા ઑડિઓ કૉલ આઇકોન પર ટેપ કરીને કોઈને કૉલ કરી શકશે.
વૉટ્સએપનું આ ફિચર હાલમાં બીટા વર્ઝનમાં જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં તેને ટૂંક સમયમાં લાવવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે. જોકે, એવી ઘણી સુવિધાઓ છે જે બીટા વર્ઝનમાં દેખાય છે પરંતુ સ્ટેબલ વર્ઝનમાં રૉલઆઉટ કરવામાં આવી નથી. વૉટ્સએપનું આ ફિચર ક્યારે રૉલઆઉટ થશે તે હજુ સુધી કન્ફર્મ નથી. પરંતુ આ ફિચર આવ્યા પછી વૉટ્સએપ પર કૉલ કરવાનું યૂઝર્સ માટે વધુ સરળ બનશે.
📝 WhatsApp beta for Android 2.25.5.21: what's new?
— WABetaInfo (@WABetaInfo) March 3, 2025
WhatsApp is rolling out a new call menu feature for chats and groups, and it's available to some beta testers!https://t.co/HPHMUPdECP pic.twitter.com/xH0eiegBJV
મેટાની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપમાંની એક છે. આ એપના લગભગ 300 કરોડ સક્રિય યૂઝર્સ છે. આવી સ્થિતિમાં, એપમાં સતત નવા ફિચર્સ ઉમેરવામાં આવે છે. આ સુવિધાઓ યૂઝર્સની માંગ અને બદલાતી ટેકનોલોજીના આધારે એપ્લિકેશનમાં લાવવામાં આવી છે.
આ પણ વાંચો
Smartphone Tricks: કોઇના પણ ફોનમાં હીડન એપ હોય તો આ ટ્રિક્સથી જાણી શકો છો, બસ લાગશે એક મિનિટ...





















