ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક બાદ હવે WhatsApp પર પણ મળશે Blue Tick વેરિફિકેશન બેજ, જાણો પ્રોસેસ
WhatsApp Blue Tick: ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ તમને વોટ્સએપ પર પણ બ્લુ ટિક વેરિફિકેશન બેજ મળશે. મેટાએ આ સેવા ભારત અને અન્ય દેશોમાં શરૂ કરી છે. આ સેવાનો લાભ લઈને વપરાશકર્તા પોતાનું એકાઉન્ટ વેરિફાઈ કરાવી શકે છે.
WhatsApp Blue Tick: ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ તમને વોટ્સએપ પર પણ બ્લુ ટિક વેરિફિકેશન બેજ મળશે. મેટાએ આ સેવા ભારત અને અન્ય દેશોમાં શરૂ કરી છે. આ સેવાનો લાભ લઈને વપરાશકર્તા પોતાનું એકાઉન્ટ વેરિફાઈ કરાવી શકે છે. ચાલો WhatsApp બ્લુ ટિક વેરિફિકેશનની વિગતો જાણીએ.
મેટા (Meta) વેરિફાઈડ ફીચર હવે વોટ્સએપ સુધી લંબાવવામાં આવ્યું છે. ભારતમાં WhatsApp બિઝનેસ એકાઉન્ટ્સ હવે બ્લુ ટિક વેરિફિકેશન ખરીદી શકશે. તેની મદદથી યુઝર્સ જેન્યુઅન બિઝનેસ એકાઉન્ટને ઓળખી શકશે. આ ફીચર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
તેની મદદથી, વ્યક્તિઓ અથવા વ્યવસાયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા વ્હોટ્સએપ પર લેગસી બ્લુ ટિક માર્કનો ઉપયોગ કરી શકે છે. હવે આ સુવિધા ભારત અને અન્ય દેશોમાં શરૂ કરવામાં આવી છે. મેટાના આ ફીચર વિશે ખુદ માર્ક ઝકરબર્ગ(Mark Zuckerberg)એ માહિતી આપી છે. તેણે તેની વોટ્સએપ ચેનલ પર શેર કર્યું છે. આ સિવાય વોટ્સએપ હેડ વિલ કેથકાર્ટે પણ તેની વોટ્સએપ ચેનલ પર આ વિશે માહિતી આપી છે.
આ સુવિધાનો ફાયદો શું છે?
મેટા વેરિફાઈડ એ એક એવી પ્રક્રિયા છે જેમાં કંપની ખાતાની તમામ વિગતો મેન્યુઅલી તપાસે છે, જે તેની અધિકૃતતા દર્શાવે છે. જ્યારે એકાઉન્ટ તમામ માપદંડોને પૂર્ણ કરે છે, ત્યારે મેટા તેને વેરિફિકેશન બેજ (બ્લુ ટિક) આપે છે.
જો કે, આ માટે ખાતાધારકે માસિક સબસ્ક્રિપ્શન ફી ચૂકવવી પડશે. હવે આ સુવિધા WhatsApp પર પણ ઉપલબ્ધ થશે. અગાઉ પણ, વેરિફિકેશન બેજ WhatsApp પર ઉપલબ્ધ હતું, પરંતુ તે API આધારિત પ્રક્રિયા હતી. આ સુવિધા માત્ર મેટા સાથે સંકળાયેલા નાના વેપારી ભાગીદારો માટે જ ઉપલબ્ધ હતી.
ઘણા નવા ફીચર્સ ટૂંક સમયમાં આવશે મેટા વેરિફાઈડ તમામ બિઝનેસ એકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ હોવાથી નાના બિઝનેસને મદદ મળશે. તેઓ તેમની ઓથેંટિસિટી બનાવી શકશે. તમને જણાવી દઈએ કે મેટા વેરિફાઈડ પેઈડ પ્રોગ્રામને 10 લાખથી વધુ યુઝર્સ મળી ગયા છે અને વોટ્સએપ પર લોન્ચ થવાની સાથે જ યુઝર્સની સંખ્યામાં વધારો થશે.
ટૂંક સમયમાં જ યુઝર્સને વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ પર વોઈસ કોલનો વિકલ્પ મળશે. વપરાશકર્તાઓ WhatsApp બિઝનેસ એકાઉન્ટ પર સીધા જ વૉઇસ કૉલ કરી શકશે. આ સુવિધા વપરાશકર્તાઓને ત્વરિત અને હાઈ ક્વાલિટી સેલ સપોર્ટ પૂરી પાડવા માટે ઉમેરવામાં આવી રહી છે. મેટા WhatsApp બિઝનેસમાં વધુ અન્ય ફિચર્સ ઉમેરશે.