ગજબનું અપડેટઃ WhatsApp પર હવે શિડ્યૂલ કરી શકશો Group Call, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ.......
ગૃપ કૉલ ફિચર સાથે યૂઝર્સ તેમના ગૃપમાં કૉલ શરૂ કરી શકે છે અને કૉલનો વિષય, તારીખ અને પ્રકાર (વીડિયો અથવા ઑડિયો) સેટ કરી શકે છે.
WhatsApp Group Call: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ કંપની વૉટ્સએપે પોતાના યૂઝર્સને વધુ એકવાર શાનદાર ફિચર્સની ભેટ આપી છે. વૉટ્સએપ પોતાના યૂઝર્સને સતત અપડેટ કરે છે અને યૂઝર્સનો એક્સપીરિયન્સ બેસ્ટ બનાવી છે. હવે તેને એક એવી ફેસિલિટી શરૂ કરી છે, જેનાથી તમારું કામ આસાન થઇ જશે. આ ફિચર iOS અને Android યૂઝર્સ માટે આવશે. આ નવી ફેસિલિટી કૉલના શિડ્યૂલને મંજૂરી આપશે, એટલે કે વારંવાર ફોન કરવાની ચિંતા રહેશે નહીં. અગાઉથી શિડ્યૂલ કર્યા પછી તમે મીટિંગમાં હાજરી આપી શકશો અથવા હૉસ્ટ કરી શકશો.
વૉટ્સએપ શિડ્યૂલ ગૃપ કૉલિંગ ફિચર -
લેટેસ્ટ અપડેટ વર્ઝન 2.23.17.7 માં ટેસ્ટિંગ માટે રિલીઝ કરવામાં આવ્યુ છે, ગૂગલ પ્લે બીટા પ્રૉગ્રામના મેમ્બર્સ તેનો ઉપયોગ કરી શકે છે. આ અપડેટમાં સૌથી મહત્વની સુવિધા એ છે કે ગૃપ ચેટ્સમાં કૉલ શિડ્યૂલ કરવાની ક્ષમતા. આ નવી વ્યવસ્થા સમૂહ કૉલના મેનેજમેન્ટ અને સંકલનની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે, જે યોગ્ય સમય શોધવા માટે વ્યાપક મેસેજિંગની જરૂરિયાતને દૂર કરે છે.
ગૃપ કૉલ ફિચર સાથે યૂઝર્સ તેમના ગૃપમાં કૉલ શરૂ કરી શકે છે અને કૉલનો વિષય, તારીખ અને પ્રકાર (વીડિયો અથવા ઑડિયો) સેટ કરી શકે છે. ગૃપ ચેટમાં ઈવેન્ટ આપમેળે જનરેટ થાય છે અને પાર્ટિસિપેન્ટ્સને સુનિશ્ચિત કૉલ સમયના 15 મિનિટ પહેલાં સૂચિત કરવામાં આવે છે. આ સુનિશ્ચિત કરે છે કે દરેક જણ તૈયાર અને ઉપલબ્ધ છે, જે ચૂકી ગયેલા અથવા વિલંબિત કૉલની સંભાવના ઓછી થઇ જાય છે.
આ ફેસિલિટી અત્યારે લિમીટેડ બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. એટલે કે જેમણે Google Play Store દ્વારા લેટેસ્ટ WhatsApp બીટા અપડેટ ઇન્સ્ટૉલ કર્યું છે. આગળ જતાં કંપની તેને બધા માટે બહાર પાડશે. આ ઉપરાંત એપ પર એક મલ્ટી-એકાઉન્ટ ઓપ્શન પણ રજૂ કરવામાં આવશે, જે યૂઝર્સને એપ્લિકેશનની અંદર એકથી વધુ એકાઉન્ટ્સને મેનેજ કરવાની પરમીશન આપે છે.
વોટ્સએપ પર આવ્યું નવું ફીચર, ગ્રુપ મેમ્બર્સ કરી શકશે ઓડિયો ચેટ, જાણો કેવી રીતે -
WhatsApp: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ગ્રુપ મેમ્બર્સ માટે વોઇસ ચેટ્સ નામનું એક નવું ફીચર રજૂ રોલઆઉટ કર્યું છે. નવી સુવિધા યુઝર્સને ગ્રુપમાં વૉઇસ કૉલ દ્વારા ઑડિયો ચેટ કરવાની સુવિધા આપશે. હાલમાં આ ફીચર બીટા ટેસ્ટિંગ માટે રજૂ કરવામાં આવ્યું છે. કંપની ટૂંક સમયમાં તેને તમામ લોકો માટે રોલઆઉટ કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ WhatsAppએ એક નવું ફીચર એડમિન રિવ્યુ બહાર પાડ્યું છે, જે ગ્રુપ ચેટ્સને મેનેજ કરવામાં મદદ કરે છે.
વૉઇસ ચેટ સુવિધા શું છે?
વોટ્સએપના ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfoએ નવા ફીચર વિશે માહિતી આપી છે. WABetaInfo અનુસાર, WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે ગ્રુપ યુઝર્સને ગ્રુપમાં ઑડિયો ચેટ કરવાની મંજૂરી આપશે. હાલમાં તે WhatsApp બીટા વર્ઝન એન્ડ્રોઇડ 2.23.16.19 માટે રિલીઝ કરવામાં આવ્યું છે. ટેસ્ટિંગ પછી કંપની તેને અન્ય યુઝર્સ માટે પણ રિલીઝ કરી શકે છે.
વૉઇસ ચેટ આ રીતે કામ કરે છે
વોઈસ ચેટ ફીચરની મદદથી યુઝર્સને ગ્રુપમાં ઓડિયો કોલ કરવાની સુવિધા મળશે. આ પહેલા ગ્રુપ મેમ્બર્સને વીડિયો કોલની સુવિધા મળતી હતી. જો કે, તેની પણ મર્યાદાઓ છે, જેમ કે એક સમયે માત્ર 32 લોકો જ વીડિયો કૉલમાં જોડાઈ શકે છે. ફીચર ટ્રેકર અનુસાર, વોટ્સએપની કોલ પરની હાલની મર્યાદા વોઈસ ચેટ્સ પર પણ લાગુ થશે. એટલે કે એક સમયે માત્ર 32 ગ્રુપ મેમ્બર્સ જ તેમાં જોડાઈ શકશે.
એડમિન રિવ્યૂ ફીચર
આ ફીચર ગ્રુપ એડમિનની ગેરહાજરીમાં પણ ગ્રુપ મેસેજને મેનેજ કરવામાં મદદ કરશે. આ ફીચર ગ્રુપ મેનેજમેન્ટને વધારવા માટે રજૂ કરવામાં આવી રહ્યું છે. ફીચર હેઠળ ગ્રુપ મેમ્બર્સને ગ્રુપ સેટિંગ્સમાં એડિટ ગ્રુપ સેટિંગ્સનો નવો વિકલ્પ મળશે. આ વિકલ્પની મદદથી ગ્રુપના સભ્યો કોઈપણ અયોગ્ય અથવા ખોટા મેસેજની જાણ કરી શકે છે. રિપોર્ટના આધારે, ગ્રુપ એડમિન પાસે મેસેજને દૂર કરવાનો અથવા સામગ્રીના આધારે યોગ્ય પગલાં લેવાનો અધિકાર હશે. આ ફીચરની મદદથી અશ્લીલ અને અન્ય સમાન મેસેજ અને કન્ટેન્ટને ગ્રુપમાં મોકલતા અટકાવી શકાય છે. નવા વોઈસ ચેટ ફીચર હેઠળ ગ્રુપમાં કોલ આઈકોનને બદલે યુઝરને નવા ગ્રુપ ઓડિયો કોલ આઈકોન જોવા મળશે. ગ્રુપના સભ્યો આ આઇકન પર ટેપ કરીને ઓડિયો ચેટ શરૂ કરી શકે છે. અન્ય ગ્રુપના સભ્યો પણ સમાન આઇકન પર ટેપ કરીને ઓડિયો કૉલમાં જોડાઈ શકશે. અન્ય ગ્રુપ કૉલ્સની જેમ, વૉઇસ ચેટમાં તમારા ફોનમાં રિંગ વાગશે નહી પરંતુ ગ્રુપ મેમ્બર્સને માત્ર પુશ નોટિફિકેશન મળશે.