WhatsApp Group Calling: હવે 31 લોકો એક સાથે કરી શકશે ગ્રુપ કોલિંગ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
WhatsApp Group Calling:ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ગ્રુપ કોલિંગની મર્યાદા વધારી છે. હવે તમે આ મેસેજિંગ એપ પર એક સાથે 31 લોકો સાથે વાત કરી શકો છો
WhatsApp Group Calling: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ગ્રુપ કોલિંગની મર્યાદા વધારી છે. હવે તમે આ મેસેજિંગ એપ પર એક સાથે 31 લોકો સાથે વાત કરી શકો છો, પહેલા વોટ્સએપ પર આ મર્યાદા 7 હતી જે વધારીને 15 કરવામાં આવી હતી અને હવે તેને વધારીને 31 કરવામાં આવી છે. નોંધનીય છે કે WhatsAppએ હાલમાં આ ફીચરને ફક્ત iOS વર્ઝન માટે લાઈવ કર્યું છે.
📝 WhatsApp for iOS 23.22.72: what's new?
— WABetaInfo (@WABetaInfo) October 30, 2023
WhatsApp is widely rolling out a feature to initiate group calls with up to 31 participants!https://t.co/qHgMfYOJdR pic.twitter.com/hpexm0tXh3
ઉલ્લેખનીય છે કે વોટ્સએપે ગયા વર્ષે આ ફીચરની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આવનારા સમયમાં કુલ 32 યુઝર્સ એકસાથે ગ્રુપ કોલમાં વાત કરી શકશે. નવી સુવિધા એકસાથે ઘણા લોકો સાથે મીટિંગ યોજવામાં મદદ કરશે, જેમ કે માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ગૂગલ મીટ.
iOS વર્ઝનમાં આ સુવિધા મળશે
WhatsAppએ હાલમાં આ ફીચર iOS વર્ઝન માટે લોન્ચ કર્યું છે, જેમાં આ યુઝર્સ હવે 31 લોકો સાથે ગ્રુપ કોલ કરી શકશે. જો તમે આ ફીચરને એક્ટિવેટ કરવા માંગો છો તો અહીં અમે તમને તેના સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ. વોટ્સએપ દ્વારા તેના એન્ડ્રોઈડ વર્ઝનના રોલઆઉટ વિશે કંઈ કહેવામાં આવ્યું ન હતું.
ગ્રુપ કૉલમાં 31 લોકોને કેવી રીતે ઉમેરશો?
-સૌ પ્રથમ તમે જ્યાં કૉલ શરૂ કરવા માંગો છો તે ગ્રુપ ચેટ ઓપન કરો
-હવે વીડિયો કૉલ અથવા વૉઇસ કૉલ બટન પર ટૅપ કરો જે સ્ક્રીનની ટોપ પર છે
-હવે કન્ફર્મ કરો કે તમે ગ્રુપમાં કોલ કરવા માંગો છો
-અહીં જો તમારા ગ્રુપમાં 32 કે તેથી ઓછા યુઝર્સ છે તો તમારો ગ્રુપ કોલ તમામ યુઝર્સ સાથે શરૂ થશે.
- જો ગ્રુપમાં 32 થી વધુ સભ્યો હશે તો તમારે 31 યુઝર્સને પસંદ કરવા પડશે જેની સાથે તમે વાત કરવા માંગો છો.
-સભ્યોને પસંદ કર્યા પછી તમે વીડિયો કૉલ અથવા વૉઇસ કૉલ બટન પર ટૅપ કરીને કૉલ શરૂ કરી શકો છો.