Whatsapp New Feature: વ્હોટ્સએપ લાવી રહ્યું છે નવું પ્રાઇવેસી ફીચર્સ,યુઝર્સ માટે બની રહેશે સુવિધાજનક
Whatsapp New Feature: વ્હોટ્સએપ યુઝર્સની પ્રાઈવસીને બહેતર બનાવવા માટે નવા નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. આવી સ્થિતિમાં, તાજેતરના અપડેટ શું છે જાણીએ

Whatsapp New Feature: વ્હોટ્સએપ યુઝર્સની પ્રાઈવસીને બહેતર બનાવવા માટે નવા નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. આવી સ્થિતિમાં, તાજેતરના અપડેટ અનુસાર, WhatsApp તેના એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં એક ખાસ ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. આ નવું ફીચર મીડિયા સેવિંગ સાથે સંબંધિત છે, જેની મદદથી મોકલવામાં આવેલા ફોટો અને વીડિયો રિસીવરના ડિવાઈસમાં ઓટોમેટિક સેવ નહીં થાય. જો કે, આ ફીચર હજુ સુધી તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું નથી.
આ નવી સુવિધા શું છે?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ફીચરની મદદથી યુઝર્સને હવે ચેટ પર વધુ કંટ્રોલ મળશે કે તેઓ જે મીડિયા મોકલે છે તે અન્ય વ્યક્તિના ફોનમાં સેવ છે કે નહીં. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વોટ્સએપ દ્વારા મોકલવામાં આવેલી ફાઈલો રિસીવરના ડિવાઈસમાં ઓટોમેટિક સેવ થઈ જતી હતી, પરંતુ આ અપડેટ પછી યુઝર્સ પોતે જ નક્કી કરી શકશે કે ઓટો-સેવ ઓપ્શનને ચાલુ રાખવો કે બંધ.
નવી સુવિધા કેવી રીતે કામ કરશે?
વોટ્સએપ પર આવનારું આ નવું ફીચર કંઈક અંશે Disappearing Message જેવું છે. આ ફીચર હેઠળ મોકલનાર યુઝર એ નક્કી કરી શકશે કે મોકલવામાં આવેલ ફોટો, વિડિયો કે મેસેજ રીસીવર સેવ કરવામાં આવશે કે નહિ આથી ફાઇલ સેવ થતાં બચશે અને સમગ્ર ચેટને એકસ્પોર્ટ ફોર્વડ કરવું પણ શક્ય બનશે નહિ બને.
મેટા AI નો ઉપયોગ
જો યુઝર્સ આ પ્રાઈવસી સેટિંગ ઓન કરશે તો તેને 'એડવાન્સ ચેટ પ્રાઈવસી'નો ભાગ ગણવામાં આવશે. આ પછી તેઓ તે ચેટમાં Meta AI નો ઉપયોગ કરી શકશે નહીં. હાલમાં, આ સમગ્ર સિસ્ટમ ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગ સ્ટેજમાં છે અને ટૂંક સમયમાં તે તમામ યુઝર્સ માટે રોલઆઉટ થઈ શકેશે.





















