શોધખોળ કરો

WhatsApp વધુ એક વાર મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા ઘટાડી રહ્યું છે જાણો શું છે વિગત

ખોટી માહિતીના ફેલાતા રોકવા માટે મેટા-માલિકીનું WhatsApp ગ્રુપ ચેટ્સમાં મેસેજ ફોરવર્ડ પર મર્યાદા નક્કી કરવા માટે કામ કરી રહ્યું છે.

WhatsApp વધુ એક વાર  મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા ઘટાડી રહ્યું છે. ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે, મેટા-માલિકીનું WhatsApp WhatsApp ગ્રુપ ચેટ્સમાં ફોરવર્ડ પર મર્યાદા નક્કી કરવા માટે કામ કરી રહ્યું છે. WhatsApp બીટા ટ્રેકર WABetaInfo અનુસાર Android અને iOS યુઝર્સ માટે WhatsApp બીટા પર અન્ય ગ્રુપ  ચેટ પર ફોરવર્ડ કરેલા સંદેશાઓને ફોરવર્ડ કરતી વખતે વિશ્વનું સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ નવા પ્રતિબંધો તૈયાર કરી રહ્યું છે.

WABetaInfoએ તાજેતરમાં જ તેના પેજ પર લખ્યું છે, "વ્હોટ્સએપના ભાવિ વર્ઝનમાં વોઈસ નોટ્સ માટેના નવા ટૂલ્સની જાહેરાત કર્યા બાદ , WhatsApp હવે Android અને iOS માટે WhatsApp બીટા પર અન્ય ગ્રુપ ચેટ્સ પર ફોરવર્ડ કરેલા સંદેશાઓને ફોરવર્ડ કરતી વખતે નવા નિયંત્રણો તૈયાર  કરી રહ્યું છે."

વોટ્સએપે અગાઉ 2018માં પ્લેટફોર્મ પર વોટ્સએપ મેસેજને કેટલી વાર ફોરવર્ડ કરી શકાય તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

WABetaInfo ઉમેર્યું, "Android 2.22.7.2 અપડેટ માટે WhatsApp બીટામાં સંદેશાઓ ફોરવર્ડ કરતી વખતે WhatsApp એ એક નવો પ્રતિબંધ રજૂ કર્યો છે: નવી મર્યાદા યુઝર્સને એક કરતા વધુ ગ્રુપ ચેટ પર ફોરવર્ડ કરેલા સંદેશાઓ મોકલવાથી અટકાવે છે.”

એ નોંધવું જોઈએ કે WhatsApp ફોરવર્ડ્સ પરની નવી મર્યાદા અમુક એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે પહેલેથી જ લાગુ કરવામાં આવી છે, પરંતુ WhatsApp હવે એ જ પ્રતિબંધને વધુ યુઝર્સ  માટે સક્ષમ કરી રહ્યું છે જે Android 2.22.8.11 અપડેટ માટે નવા  WhatsApp બીટા ઇન્સ્ટોલ કરે છે. આગામી અઠવાડિયામાં વધુ યુઝર્સને  આ ફેરફારો લાગુ પડશે.

મેટા-માલિકીની કંપની ગયા મહિને એક એવી સુવિધા પર કામ કરી રહી હોવાનું કહેવાય છે જે યુઝર્સને એપ્લિકેશનની ભાષાને મેન્યુઅલી બદલવાની મંજૂરી આપશે. વોટ્સએપ બીટા ટ્રેકર WABetaInfo અનુસાર આ સુવિધા વપરાશકર્તાને સિસ્ટમ ડિફોલ્ટને મેન્યુઅલી ઓવરરાઇડ કરવાની મંજૂરી આપીને આવશ્યકપણે કામ કરશે. વિશ્વનું સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પહેલાથી જ Android ઉપકરણો માટે 60 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Embed widget