(Source: ECI/ABP News/ABP Majha)
WhatsAppએ રોલઆઉટ કર્યું ફિચર, જેની યુઝર્સને લાંબા સમયથી હતી રાહ, જાણો કઇ રીતે કરશે કામ
WhatsAppએ Multi-Device Support ફીચરને રોલઆઉટ કર્યું છે. આ ફીચરની મદદથી એક વધુ ડિવાઇસમાં વ્હોટસએપ ચલાવવામાં આવશે, ફોનમાં ઇન્ટરનેટ બંધ થયા બાદ પણ તેમાં ફરક નહીં પડે.
WhatsAppએ Multi-Device Support ફીચરને રોલઆઉટ કર્યું છે. આ ફીચરની મદદથી એક વધુ ડિવાઇસમાં વ્હોટસએપ ચલાવવામાં આવશે, ફોનમાં ઇન્ટરનેટ બંધ થયા બાદ પણ તેમાં ફરક નહીં પડે.
WhatsApp યૂઝર્સે માટે ગૂડ ન્યૂઝ છે. જે ફીચરનો યુઝર્સને લાંબા સમયથી ઇંતેઝાર હતો તેને રોલઆઉટ કરી દેવાયું છે. કંપનીએ નોન બીટા યૂઝર્સ માટે WhatsAppએ Multi-Device Supportને રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. જે અત્યાર સુધી માત્ર બીટા યુઝર્સને મળતું હતું. આ ખૂબ જ ખાસ ફીચર્સ દ્વારા યુઝર્સ એક સમયમાં એકથી વધુ ડિવાઇસ જેવા લેપટોપ અને કમ્યુટર પર તેમના WhatsAppના અકાઉન્ટને ચલાવી શકે છે.
એપ કરવી પડશે અપડેટ
WhatsApp ટ્રેકર WABetaInfo મુજબ એપના વર્જન 2.21.19.9 પર એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે રોલ આઉટ કર્યું છે. આપ એપને નવા વર્જનથી અપડેટ કરીને વ્હોટસએપ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચરનો ઉપયોગ કરીને તે સુવિધાના લાભ લઇ શકાય છે. રિપોર્ટ મુજબ વ્હોટસએપ ભવિષ્યમાં આવનાર અપડેટ્સ માટે મલ્ટી ડિવાઇસ વર્જન અપડેટને મેન્ડેટરી કરી શકે છે.
ઇન્ટરનેટ વિના પણ ચાલશે
ઉલ્લેખનિય છે કે, વ્હોટસએપે આ ખાસ મલ્ટી ડિવાઇસ ફિચર વિશે જુલાઇમાં જાહેરાત કરી હતી. તેની ખાસિયત એ છે કે, જો યુઝર્સ સ્માર્ટ ફોનમાં ઇન્ટરનેટ કનેક્ટીવિટી ન હોય તો પણ વ્હોટસએપ અકાઉન્ટ અલગ-અલગ 4 ડિવાઇસ પર ચાલતું રહેશે. જો યુઝર્સનો ફોન બંધ પણ થઇ જાય તો પણ લેપટોપ, પીસીમાં વ્હોટસ એપ ચાલતું રહેશે.
આ રીતે એક્ટિવ કરો આ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચર
- મલ્ટી ડિવાઇસ સપોર્ટ એક્ટિવ કરવા માટે સૌથી પહેલા સ્માર્ટ ફોનમાં વ્હોટસએપને ઓપન કરો,
- ઉપર આપેલા ત્રણ ડોટવાળા મેન્યૂમાં જાવ
- અહીં લિંકડ ડિવાઇસ ઓપ્શન પર ટેપ કરો
- ત્યારબાદ આપ મલ્ટી ડિવાઇસ બીટા ઓપ્શન પર ટૈપ કરો
- અહીં આપની સામે બીડા જોઇન કે લીવ એમ બંને ઓપ્શન આપેલા હશે.