(Source: ECI/ABP News/ABP Majha)
WhatsApp પર આવતી વિવિધ લિંકથી સાવધાન, ઓપન કરતાની સાથે જ તમારું બેન્ક એકાઉન્ટ આ રીતે થઈ શકે છે ખાલી, જાણો વિગતે
આજકાલ WhatsApp યૂઝર્સ પાસે એક ખાસ પ્રકારના મેસેજ આવી રહ્યાં છે. તેમાં એક લિંક મોકલવામાં આવી રહી છે. આ મેસેસ Amazon 30th Celebrationનો છે. મેસેજમાં Congratulations લખેલું હોય છે સાથે જ તેમાં એમેઝનનો લોકો પણ હોય છે.
જો તમે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છો તો આ અહેવાલ તમારા માટે છે. આજકાલ સાઈબર ક્રિમિનલ્સ અલગ અલગ રીતે ક્રાઈમ કરી રહ્યાં છે. હવે ગુનેગારો આ એપ્લિકેશનની મદદ લઈ રહ્યા છે. આપણા મિત્રો અને સંબંધીઓ WhatsApp પર મેસેજ, ફોટા અને લિંક્સ શેર કરતા રહે છે. આવા સંજોગોમાં તમારા વોટ્સએપ પર આવતી એક લિંક તમારા બેંક ખાતાને ખાલી કરી શકે છે. આ લિંક તમને ખૂબ જ આકર્ષક લાગશે પરંતુ તેના પર ક્લિક કરવાથી તમારા એકાઉન્ટમાંથી સીધા નાણાં ગાયબ થઈ શકે છે.
આજકાલ WhatsApp યૂઝર્સ પાસે એક ખાસ પ્રકારના મેસેજ આવી રહ્યાં છે. તેમાં એક લિંક મોકલવામાં આવી રહી છે. આ મેસેસ Amazon 30th Celebrationનો છે. મેસેજમાં Congratulations લખેલું હોય છે સાથે જ તેમાં એમેઝનનો લોકો પણ હોય છે. આ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, એમેઝન એક સર્વે કરી રહ્યું છે તમારે થોડીક મીનિટો માટે આ સર્વેમાં ભાગ લેવાનો છે અને તમે Huawei Mate 40 Pro 5G સ્માર્ટફઓન ફ્રીમાં મેળવી શકો છો.
મેસેજથી શું છે ખતરો ?
WhatsApp પર એમેઝનના નામ પરથી મોકલવામાં આવી રહેલા આ મેસેજમાં એક URL લિંક પણ હોય છે. જેને ક્લિક કરવાથી એક સર્વે પેજ ખુલે છે. આ સર્વેમાં કેટલીક જાણકારી માંગવામાં આવે છે. સાથે એવું કહેવામાં આવે છે કે, સર્વે બાદ તમને એક ગિફ્ટ આપવામાં આવશે.
એવામાં તમારે આ પ્રકારના કોઈ પણ મેસેજ કે લિંકથી સાવધાન રહેવાની જરુર છે. તમારે ભૂલથી પણ આ લિંગ ખોલવાની નથી. આ સર્વેમાં તમને તમારી પર્સનલ જાણકારી માંગવામાં આવે છે. જેનાથી તમારા ડેટા લીક થવાનો ખતરો રહે છે.
બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે
નિષ્ણાંતોનું માનીયે તો આ પ્રકારના સર્વેથી તમારી પર્સનલ જાણકારી મેળવીને ઓનલાઈન હેકર્સ તમારા બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે. આ પ્રકારના સર્વેમાં આપવામાં આવતી જાણકારીની મદદથી હેકર્સ તમારા બેન્ક ખાતા સુધી પહોંચી શકે છે અને પૈસા ઉપાડી શકે છે. કોઈ પણ કંપની તમને સર્વેના આધારે આટલો મોંઘો ફોન નહીં આપે. એવામાં તમારે આ પ્રકારના મેસેજ કે લિંકથી સાવધાન રહેવાની જરૂર છે.