WhatsApp અપડેટ કરી લો... ચેટિંગ માટે આવી ગયુ આ સ્પેશ્યલ ફિચર, સાથે મળશે અવનવા સ્ટીકર્સ પણ, જાણો......
નવા અપડેટ બાદ તમે WhatsApp પર વૉઇસ મેસેજને અલગ અલગ પ્લેબેક સ્પીડમાં પ્લે કરી શકો છો. એન્ડ્રોઇડ અને આઇફોન યૂઝર્સ માટે આ અપડેટ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.
WhatsApp Feature Update: વૉટ્સએપ યૂઝર્સને લાંબા સમયથી વૉઇસ મેસેજ ફિચરના અપડેટનો ઇન્તજાર હતો, હવે આ ફિચરને યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. નવા અપડેટ બાદ તમે WhatsApp પર વૉઇસ મેસેજને અલગ અલગ પ્લેબેક સ્પીડમાં પ્લે કરી શકો છો. એન્ડ્રોઇડ અને આઇફોન યૂઝર્સ માટે આ અપડેટ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.
WhatsAppના આ ફિચરને તમે WhatsApp Web અને ડેસ્કટૉપ ક્લાયન્ટ્સ પર પણ પ્લે કરી શકશો. આમાં તમે વૉઇસ મેસેજને પ્લેબેક સ્પીડને 1.0X, 1.5X અને 2.0X સુધી વધારી શકો છો. એટલે કે વૉટ્સએપ આના પર જેવો તમને કઇ નવો મેસેજ મળશે, તમે પ્લેબેક સ્પીડ બટનથી તેની સ્પીડ પોતાના હિસાબે વધારી શકશો. ઉલ્લેખનીય છે કે આ નવા અપડેટમાં વૉટ્સએપ તરફથી આવેલા નવા સ્ટીકર પેક Laugh It Offને રિલીઝ કરવામા આવ્યુ છે. આમાં 28 એનિમેટેડ સ્ટીકર્સ સામેલ કરવામાં આવ્યા છે. તમે તમારી મરજી પ્રમાણે કોઇપણ સ્ટીકર સિલેક્ટ કરી શકો છો. Laugh It Off સ્ટીકર પેકને આઇફોન અને એન્ડ્રોઇડ બન્ને યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવ્યા છે.
જોકે, વૉટ્સએપના આ નવા ફિચર્સનો ઉપયોગ કરવા માટે તમારે એન્ડ્રોઇડ વર્ઝન 2.21.9.15 અને WhatsApp આઇઓએસ વર્ઝન2.21.100 ડાઉનલૉડ કરવુ પડશે. તમને આમાં પ્લેબેક સ્પીડ ટૉગલનો ઓપ્શન આપવામાં આવશે, ત્યારબાદ તમે સ્પીડને તમારા હિસાબથી 1x to 1.5x અને 2x પર સ્વિચ કરી શકો છો.
આ ટૉગલ ઓડિયો સીકબારની સામે અવેલેબલ હશે, હવે પ્લેબેક સ્પીડની સ્વીચ પર ટેપ કર્યા બાદ તમે અલગ અલગ સ્પીડમાં વૉઇસ મેસેજને કન્ટ્રૉલ કરી શકો છો. તમે આ ફિચર્સને WhatsApp Web અને ડેસ્કટૉપ વર્ઝન 2.119.6 પર યૂઝ કરી શકો છો.