શોધખોળ કરો

WhatsApp માં આવ્યું નવું ફીચર, હવે આ સિક્રેટ કોડ વિના નહી ઓપન થાય તમારી પર્સનલ ચેટ

WhatsApp:મેટા તેના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં એક નવું ફીચર સામેલ કરવા જઈ રહ્યું છે

WhatsApp Secret Code: મેટા તેના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં એક નવું ફીચર સામેલ કરવા જઈ રહ્યું છે, જે યુઝર્સની પ્રાઈવસીને પહેલા કરતા વધુ મજબૂત બનાવશે. WhatsApp તેના યૂઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે તેની એપમાં સતત નવા ફીચર્સ ઉમેરતું રહે છે, કદાચ એટલે જ WhatsApp વિશ્વનું સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ છે. આ વખતે વોટ્સએપે યુઝર્સની પર્સનલ ચેટની સુરક્ષા વધારવા માટે એક ફીચર લોન્ચ કર્યું છે.

વોટ્સએપનું નવું ફીચર

વાસ્તવમાં WABetaInfoના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, WhatsAppના આ નવા ફીચરનું નામ છે સિક્રેટ કોડ. આ ફીચર WhatsAppના વેબ વર્ઝન માટે લાવવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ થયો કે કોમ્પ્યુટર પર વોટ્સએપનો ઉપયોગ કરનારા યુઝર્સ હવે તેમની પર્સનલ ચેટ્સને લોક કરી શકશે, જેના કારણે અન્ય કોઈ યુઝર તેમની પર્સનલ ચેટ્સ કોમ્પ્યુટર પર ખોલી શકશે નહીં. યુઝર્સને કોમ્પ્યુટર પર તેમની પર્સનલ ચેટ્સ ખોલવા માટે એક સિક્રેટ કોડની જરૂર પડશે. વોટ્સએપ વેબમાં તે સિક્રેટ કોડ દાખલ કર્યા પછી જ યુઝરની પર્સનલ ચેટ ઓપન થઈ શકશે.

નોંધનીય છે કે WhatsAppનું આ ફીચર સ્માર્ટફોનમાં પહેલાથી જ હાજર છે. સ્માર્ટફોનમાં આ ફીચરનું નામ ચેટ લોક છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમના વોટ્સએપ એકાઉન્ટમાં કોઈપણ ચેટ પર ચેટ લોક લગાવી શકે છે, ત્યારપછી અન્ય કોઈ વ્યક્તિ તે ચેટ બોક્સ ખોલી શકશે નહીં. તમે તમારા ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કર્યા પછી જ તેને ખોલી શકશો.

પર્સનલ ચેટની સિક્યોરિટીમાં વધારો થશે

જો કે, આ ફીચર વોટ્સએપના વેબ વર્ઝનમાં નહોતું અને એવા ઘણા લોકો છે જેઓ કમ્પ્યુટર પર વોટ્સએપનો ઉપયોગ કર્યા પછી લોગઆઉટ કરવાનું ભૂલી જાય છે અને તેમની પ્રાઈવસી પણ જોખમમાં આવી જાય છે. આ કારણોસર, વ્હોટ્સએપે વેબ વર્ઝન માટે ચેટ લૉક કરવાની સુવિધા રજૂ કરી છે. આ ફીચર બીટા યુઝર્સ માટે એક્ટિવેટ કરવામાં આવ્યું છે કારણ કે તે હાલમાં ટેસ્ટિંગ મોડમાં છે. જોકે, ટૂંક સમયમાં આ ફીચર અન્ય યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવશે.                                           

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget