શોધખોળ કરો

5G Ambulance: હવે રસ્તાંઓ પર દોડશે 5G એમ્બ્યૂલન્સ, સીધી ડૉક્ટરો સુધી પહોંચશે દર્દીઓની સ્થિતિની જાણકારી, જાણો

રિલાયન્સ જિયોએ(Reliance Jio) ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં(Indian Mobile Congress) 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ(5G connected ambulance) રજૂ કરી છે.

5G-Connected Ambulance: હવે જલદી રસ્તાંઓ પર 5G એમ્બ્યૂલન્સ દોડતી દેખાશે. 5G એમ્બ્યૂલન્સ (5G-Connected Ambulance) સામાન્ય એમ્બ્યૂલન્સ બિલકુલ અલગ હશે. આમાં આધુનિક ફિચર્સ દર્દીઓના જીવ બચાવવમાં મદદરૂપ સાબિત થશે. આ એમ્બ્યૂલન્સ દર્દીની પુરેપુરી જાણકારી અને તેની સ્થિતિ વિશે ડૉક્ટરો સુધી પુરેપુરી માહિતી પહોંચાડતી રહેશે. આ અત્યાધુનિક 5G કનેક્ટેડ એમ્બ્યૂલન્સ (5G-Connected Ambulance) માં હાઇટેક ઉપકરણો લાગેલા હશે, આમાં પેશન્ટ મૉનિટરિંગ એપ્લિકેશન્સ અને ટેલિમેટ્રી ઉપકરણો લાગેલા હશે. આમાં દર્દીઓની હેલ્થનુ રિયલટાઇમ ડેટા હૉસ્પીટલ સુધી પહોંચતો રહેશે.  

રિલાયન્સ જિયોએ(Reliance Jio) ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં(Indian Mobile Congress) 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ(5G connected ambulance) રજૂ કરી છે. આ એક એવી એમ્બ્યુલન્સ છે જે ડિજિટલ(Digital) રીતે  દર્દીની તમામ મહત્વપૂર્ણ માહિતીને વાસ્તવિક સમયમાં હોસ્પિટલ સુધી પહોંચાડશે અને તે પણ દર્દીના આગમન પહેલા. તબીબી કટોકટીના કિસ્સામાં, હોસ્પિટલમાં હાજર ડોકટરો દર્દીના આગમન પહેલા જ તમામ જરૂરી વ્યવસ્થા કરી શકે છે. આ એમ્બ્યુલન્સ જોઈને ભવિષ્યમાં મેડિકલ ઈન્ડસ્ટ્રીનો(medical industry) ચહેરો કેટલો બદલાઈ જશે તેનો અંદાજ તમે લગાવી શકો છો.

કેવી હશે 5જી કનેક્ટેડ એમ્બ્લૂયન્સ - 
જિઓના પેવેલિયનમાં(Pavilion) એક રોબોટિક આર્મ પણ જોવા મળશે, જે એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ(X-ray and ultrasound) કરવામાં નિષ્ણાત છે. ખરેખર, Jio True 5G દ્વારા સેંકડો માઇલ દૂર બેઠેલા રેડિયોલોજિસ્ટ(Radiologist) અથવા સોનોગ્રાફર(Sonographer) તેને સરળતાથી ચલાવી શકે છે. આ રોબોટિક આર્મ શહેરમાં બેઠેલા રેડિયોલોજિસ્ટને ગ્રામીણ દર્દીઓ સાથે સીધા જોડી દેશે. હવે ગ્રામજનોએ એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ જેવી પ્રાથમિક તબીબી જરૂરિયાતો માટે શહેરમાં કે શહેરની આસપાસ ભટકવું નહીં પડે અને રિપોર્ટ પણ ઘરે બેઠા મળી શકશે.

રિલાયન્સ દિવાળી પર 5G સેવા શરૂ કરી રહ્યું છે. તેના ટ્રુ 5G નેટવર્કની હાઇ સ્પીડ અને ઓછી લેટન્સીના કારણે  રિલાયન્સ જિયો રોજિંદા જીવન માટે સંખ્યાબંધ ટેકનોલોજીકલ સોલ્યુશન્સ ઉપર પણ કામ કરી રહ્યું છે. આમાંની એક ટેકનોલોજી છે Jio 5G હેલ્થકેર ઓટોમેશન.

કોવિડ મહામારી દરમિયાન હોસ્પિટલોના આઇસોલેશન વોર્ડમાં ઘણા ફ્રન્ટલાઈન કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રિલાયન્સ જિયો આવા 5G નિયંત્રિત રોબોટ્સની ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે જે આઈસોલેશન વોર્ડ તેમજ અન્ય દર્દીઓને દવાઓ અને ભોજન પહોંચાડવામાં સક્ષમ હશે.

ક્લાઉડ આધારિત 5G નિયંત્રિત રોબોટ્સના ઉપયોગને કારણે ભૂલની શક્યતા નહિવત્ હશે. તેમની જાળવણી અને સેનિટાઈઝેશન પણ રોબોટિક ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે માણસો કરતાં વધુ સરળ બનશે અને સૌથી અગત્યનું, હજારો ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને દર્દીઓના જીવન બચાવી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget