(Source: ECI/ABP News/ABP Majha)
32MP ફ્રન્ટ કેમેરા સાથે લૉન્ચ થયો શ્યાઓમીનો ધાંસૂ સ્માર્ટફોન, મિનીટોમાં થઇ જશે ફૂલ ચાર્જ
ફોન ત્રણ કલર ઓપ્શનમાં અવેલેબલ છે. આની પહેલી સેલ કાલે આયોજિત કરવામાં આવશે.
નવી દિલ્હીઃ શ્યાઓમીએ નવા સ્માર્ટફોન Xiaomi civiને ચીનમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીએ ફોનને CNY 2,599 એટલે કે લગભગ 29600 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે ઉતાર્યો છે. આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, આ ઉપરાંત ક્વાલકૉમ સ્નેપડ્રેગન 778G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોન ત્રણ કલર ઓપ્શનમાં અવેલેબલ છે. આની પહેલી સેલ કાલે આયોજિત કરવામાં આવશે. આ સ્માર્ટફોનને ભારતીય માર્કેટમાં લૉન્ચ થવાનો ઇન્તજાર છે. કંપની તરફથી હજુ નથી બતાવવામાં આવ્યુ કે આ ફોન ભારતમાં ક્યારે લૉન્ચ કરવામા આવશે.
સ્પેશિફિકેશન્સ-
Xiaomi civiમાં 6.55 ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામા આવી છે, જેનુ રિઝૉલ્યૂશન (1,080x2,400 પિક્સલ) છે. આનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. આ ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 778G પ્રૉસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
કેમેરા-
Xiaomi civiમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો છે. સાથે જ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
બેટરી અને કનેક્ટિવિટી-
પાવર માટે Xiaomi Civiમાં 4500mAh બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. જે 55 વૉટ ફાસ્ટ ચાર્જિગ સપોર્ટની સાથે આવે છે. દાવો કરવામા આવ્યો છે કે આ ફોનની બેટરી ફ્કત 36 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જશે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએબી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. શ્યાઓમીનો આ ફોન બ્લૂ, બ્લેક અને પિન્ક કલર ઓપ્શનમાં અવેલેબલ છે.કંપની તરફથી હજુ નથી બતાવવામાં આવ્યુ કે આ ફોન ભારતમાં ક્યારે લૉન્ચ કરવામા આવશે.