દિવાળી સમયે જ Xiaomi માર્કેટમાં ઉતાર્યા એક સાથે ત્રણ-ત્રણ ધાંસૂ ફોન, ફિચર્સમાં આપે છે દરેક ફોનને ટક્કર, જાણો
હજુ સુધી એ ખુલાસો નથી થઇ શક્યો કે ભારતમાં આ સીરીઝના સ્માર્ટફોન ક્યારે લૉન્ચ થશે. જાણો કિંમત, ફિચર્સ અને ખાસિયતો વિશે.....
Redmi Note 11 Series: ચીની સ્માર્ટફોન મેકર કંપની Xiaomi એ પોતાની નવી સીરીઝ Redmi Note 11 ચીનમાં લૉન્ચ કરી દીધી છે. કંપની આ સીરીઝ અંતર્ગત Redmi Note 11, Note 11 Pro અને Note 11 Pro Plus સ્માર્ટફોનને લૉન્ચ કર્યા છે. જોકે હજુ સુધી એ ખુલાસો નથી થઇ શક્યો કે ભારતમાં આ સીરીઝના સ્માર્ટફોન ક્યારે લૉન્ચ થશે. જાણો કિંમત, ફિચર્સ અને ખાસિયતો વિશે.....
આટલી છે કિંમત -
Redmi Note 11 ની કિંમત CNY 1,199 થી શરૂ થાય છે, જ્યારે Redmi Note 11 Pro ની કિંમત CNY 1,599 થી સૂ થાય છે. Redmi Note 11 Pro+ ની કિંમત CNY 1,899 હોઇ શકે છે. કંપનીએ હજુ સુધી ભારતમાં ફોનના લૉન્ચિંગની પુષ્ટી નથી કરી, પંરતુ આશા છે કે Redmi Note 11 સીરીઝ કેટલાક મહિનાઓમાં અહીં લૉન્ચ થઇ શકે છે.
Redmi Note 11-
Redmi Note 11 સ્માર્ટફોનમાં 6.67-ઇંચની ફૂલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 90Hz આપવામાં આવ્યો છે. આમાં મીડિયાટેક ડાયમેન્શન 810 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. ફોનમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોટોગ્રાફી માટે આમાં 50 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ સેલ્ફી માટે આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે આમા 5,000mAh ની બેટરી આપવામા આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Redmi Note 11 Pro -
Redmi Note 11 Pro સ્માર્ટફોનમાં 6.67-ઇંચની ફૂલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ120Hz આપવામાં આવ્યો છે. આમાં પરફોર્મન્સ માટે મીડિયાટેક ડામેન્શન 920 પ્રૉસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોટોગ્રાફી માટે આમાં 108 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સાથે સેલ્ફી માટે આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે આમાં 5,160mAh ની બેટરી આપવામાં આવી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગના સપોર્ટ સાથે આવે છે.
Redmi Note 11 Pro Plus -
Redmi Note 11 Pro Plusમાં 6.67-ઇંચની ફૂલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120Hz આપવામાં આવ્યો છે. આમાં પરફોર્મન્સ માટે મીડિયાટેક ડાયમેન્શન 920 પ્રૉસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોટોગ્રાફી માટે આમાં 108 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ સેલ્ફી માટે આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે આમાં 4,500mAhની બેટરી આપવામાં આવી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગના સપોર્ટ સાથે આવે છે.