શોધખોળ કરો

Xiaomi નો સૌથી ફાસ્ટ ચાર્જિંગ સ્માર્ટફોન આ દિવસે થશે લોન્ચ, માત્ર 8 મિનિટમાં થઈ જશે ચાર્જ

વાસ્તવમાં, શાઓમીએ Mi 11T Pro નું ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં ખુલાસો થયો છે કે આ સ્માર્ટફોન 120W હાઇપરચાર્જ ટેક્નોલોજીથી સજ્જ હશે.

ચીનની લોકપ્રિય કંપની શાઓમી, જે તેના સ્માર્ટફોન દ્વારા લોકોના દિલ પર રાજ કરે છે, ટૂંક સમયમાં જ તેની લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરવા જઇ રહી છે. સમાચાર અનુસાર 15 સપ્ટેમ્બરે કંપની વૈશ્વિક લોન્ચ ઇવેન્ટમાં Xiaomi Mi 11T સિરીઝ સાથે Xiaomi ની કેટલીક વધુ પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Xiaomi Mi 11 T શ્રેણી હેઠળ બે સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે, જેમાં એક વેનીલા અને બીજો પ્રો મોડલ હશે. તેના પ્રો મોડેલ માટે એવો દાવો કરવામાં આવ્યો છે કે તેની બેટરી માત્ર આઠ મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે.

ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે

વાસ્તવમાં, શાઓમીએ Mi 11T Pro નું ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં ખુલાસો થયો છે કે આ સ્માર્ટફોન 120W હાઇપરચાર્જ ટેક્નોલોજીથી સજ્જ હશે, એટલે કે તેની બેટરી સંપૂર્ણ ચાર્જ થવામાં થોડી મિનિટો લાગશે.

8 મિનિટમાં ચાર્જ થશે

શાઓમીના જણાવ્યા અનુસાર, 4000mAh બેટરી સાથેનો સ્માર્ટફોન 120W હાઇપરચાર્જ ટેક્નોલોજી દ્વારા માત્ર આઠ મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે. બીજી બાજુ, તેના અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં સ્નેપડ્રેગન 888 એસઓસી પ્રોસેસરનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત, ફોનમાં OLED ડિસ્પ્લે આપવામાં આવશે, જેમાં 120Hz નો રિફ્રેશ રેટ હશે.

કેમેરા

Xiaomi Mi 11 T Pro સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે, જેનો પ્રાથમિક કેમેરા 64 મેગાપિક્સલનો હોઈ શકે છે. જોકે, તેના ફ્રન્ટ કેમેરા વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

Realme 8s 5G સાથે સ્પર્ધા કરશે

Xiaomi Mi 11 T Pro સ્માર્ટફોન ભારતમાં Realme 8s 5G સાથે સ્પર્ધા કરશે. આ ફોનમાં 6.5 ઇંચનું ડિસ્પ્લે આપી શકાય છે, જેનો રિફ્રેશ રેટ 90 Hz હશે. આ ફોન MediaTekIndia Dimensity 810 5G ચિપસેટ સાથે લોન્ચ થનાર પહેલો ફોન હશે. તેમાં 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ આપી શકાય છે. ફોટોગ્રાફી માટે તેમાં એક ટ્રિપર રિયર કેમેરા આપી શકાય છે, જેનો પ્રાઇમરી કેમેરા 64 મેગાપિક્સલનો હશે. તે જ સમયે, તેમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી શકે છે. પાવર માટે ફોનમાં 5000mAh ની બેટરી આપી શકાય છે.

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
Embed widget