શોધખોળ કરો
Advertisement
Xiaomiનો Mi 11 સ્માર્ટફોન 8 ફેબ્રુઆરીએ થશે ગ્લોબલ લોન્ચ, જાણો શું હશે કિંમત અને સ્પેસિફિકેશન્સ
1Xiaomiનો Mi 11માં 108MPનો પ્રાઈમરી કેમેરા OIS સપોર્ટ સાથે આપવામાં આવ્યો છે. ફોનમાં 13MPનો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા અને 20MPનો કેમેરા સેલ્ફી માટે આપવામાં આવ્યો છે.
નવી દિલ્હી: Xiaomi પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Xiaomi Mi 11 ગ્લોબલ લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોન 8 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે. ત્યારે લોન્ચ પહેલા તેની સંભવિત કિંમત સામે આવી છે.
એક ટિપસ્ટરે તેની યુરોપીયન માર્કેટની કિંમત શેર કરી છે અને તે ચીની તુલનાાં ત્યાં મોંઘો ફોન છે. Xiaomi Mi 11 ને માત્ર ચીનમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. જલ્દી જ અન્ય માર્કેટ્સમાં પણ લોન્ચ કરશે.
ટિપસ્ટર સુધાંશુ અને 91 મોબાઈલ્સ અનુસાર, યૂરોપમાં 8GB+128 GB સ્ટોરેજના બેઝ મોડલ માટે Mi 11ની કિંમત 799 યૂરો (લગભગ 69,800 રૂપિયા) ની આસપાસ છે. જ્યારે 8GB+256 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત આશરે 78,500 રૂપિયા હોઈ શકે છે.
ચીનમાં Mi 11ના 8GB+128 GB વેરિએન્ટની કિંમત 45,300 રૂપિયાની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો અને 8GB+256 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 48,700 રૂપિયા રાખવામાં આવી હતી. ટોપ વેરિએન્ટ 12GB+256 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 53,200 રૂપિયા છે. યૂરોપમાં બેઝ વેરિએન્ટ ચીનમાં સ્માર્ટફોનના ટોપ વેરિએન્ટ કરતા વધારે મોંઘો છે.
ભારતમાં ક્યારે લોન્ચ થશે અને કિંમત અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી પરંતુ યૂરોપની તુલનામાં ભારતમાં તેની કિંમત ઓછી હોઈ શકે છે , કારણ કે, ભારતમાં Xiaomiના પ્રોડક્સની કિંમત યૂરોપની તુલનામાં સસ્તી હોય છે.
Xiaomi Mi 11 ના સ્પેસિફિકેશન્સ
Xiaomiનો આ ફોન એન્ડ્રોઈડ 10 બેઝ્ડ MIUI 12.5 ચાલે છે. ફોનમાં 6.81 ઈંચની 2K WQHD (1,440x3,200 પિક્સલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં HDR10+ નો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. Mi 11 માં 12GB LPDDR5 રેમ સાથે ઓક્ટા કોર કવોલકોમ સ્નેપડ્રેગન 888નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 108MPનો પ્રાઈમરી કેમેરા OIS સપોર્ટ સાથે આપવામાં આવ્યો છે. ફોનમાં 13MPનો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા અને 20MPનો કેમેરા સેલ્ફી માટે આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion