YouTube એ ઓટો ડબિંગ ફીચર રજૂ કર્યું, હવે કોઈપણ ભાષામાં જોઈ શકશો વીડિયો
YouTube તેના યૂઝર્સ માટે એક નવી સુવિધા લાવ્યું છે, જેથી ક્રિએટર્સ સાથે કનેક્ટ થવું અને વૈશ્વિક સ્તરે કન્ટેન્ટ શોધવાનું સરળ બનાવ્યું છે.
YouTube તેના યૂઝર્સ માટે એક નવી સુવિધા લાવ્યું છે, જેથી ક્રિએટર્સ સાથે કનેક્ટ થવું અને વૈશ્વિક સ્તરે કન્ટેન્ટ શોધવાનું સરળ બનાવ્યું છે. તમને ફ્રેન્ચ રસોઇયા પાસેથી રસોઇ બનાવવી અથવા બીજા દેશના ક્રિએટર્સને જોવામાં રસ હોય YouTube ની નવી ઓટો-ડબિંગ સુવિધા તમામ ભાષાઓમાં વિડિયો સામગ્રી જોવાનું સરળ બનાવે છે.
YouTube ની નવી ઓટો ડબિંગ સુવિધા YouTube પાર્ટનર પ્રોગ્રામ હેઠળ હજારો ચેનલો માટે ઉપલબ્ધ છે. યુટ્યુબ દ્વારા એક બ્લોગ પોસ્ટ અનુસાર, આ સુવિધા શરૂઆતમાં જ્ઞાન અને માહિતી સામગ્રી માટે શરૂ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં તેને અન્ય પ્રકારની સામગ્રી સુધી વિસ્તારવાની યોજના છે. જો તમે તમારી ચેનલ માટે આ સુવિધા ઉપલબ્ધ છે કે કેમ તે તપાસવા માંગો છો, તો આ માટે તમારે એડવાન્સ સેટિંગ્સ વિકલ્પ પર જવું પડશે. કંપની પ્રકાશિત કરતા પહેલા ક્રિએટર્સને ડબનો રિવ્યૂ કરવાનો વિકલ્પ પૂરો પાડે છે.
YouTube પર ઓટો ડબિંગ કેવી રીતે કામ કરે છે ?
સૌ પ્રથમ તમારે તમારો વિડિયો અપલોડ કરવાનો રહેશે. તમારે ફક્ત તમારા વિડિયોને અન્ય કોઈપણ વિડિયોની જેમ અપલોડ કરવાની જરૂર છે અને YouTube આપમેળે તમારા વિડિઓની ભાષા શોધી લેશે. જેને ધ્યાનમાં રાખીને, પ્લેટફોર્મ અન્ય ભાષાઓમાં ડબ વર્ઝન તૈયાર કરશે. જો તમે તમારો ડબ કરેલ વિડિયો જોવા માંગતા હો, તો ભાષા વિભાગમાં YouTube સ્ટુડિયો વિકલ્પ પર જાઓ. ડબ સાંભળો અને જો તમને તે પસંદ ન હોય તો તમે તેને અનપબ્લિશ કરી શકો છો અને ડિલિટ પણ કરી શકો છો.
ઓટો ડબિંગ કઈ ભાષાઓને સપોર્ટ કરે છે ?
જો તમારો વીડિયો અંગ્રેજીમાં છે, તો ઓટો ડબિંગ તેને હિન્દી, ઇન્ડોનેશિયન, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, પોર્ટુગીઝ, જાપાનીઝ અને સ્પેનિશમાં ડબ કરી શકે છે. આ સિવાય જો વીડિયો આમાંથી કોઈપણ ભાષામાં હોય તો તેને અંગ્રેજીમાં ડબ કરી શકાય છે. જો તમે વિડિયોમાં ઑટો-ડબ કરેલા ઑડિયો ટ્રૅક્સ છે કે નહીં તે તપાસવા માગતા હોય તો તમે ઑટો-ડબ કરેલા લેબલને જોઈ શકો છો અથવા મૂળ ભાષામાં વીડિયો સાંભળવા માટે ટ્રૅક સિલેક્ટરનો ઉપયોગ કરી શકો છો.
બ્લૉગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે "એ નોંધવું અગત્યનું છે કે આ ટેક્નોલોજી હજુ પણ તદ્દન નવી છે અને હંમેશા સચોટ રહેશે નહીં. અમે તેને સચોટ બનાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ, પરંતુ કેટલીકવાર એવું પણ હોઈ શકે છે કે જ્યારે ટ્રાન્સલેશન બિલકુલ યોગ્ય ન હોય અથવા ડબ થયેલો અવાજ સચોટ માહિતી પ્રદાન ન કરે. અમે તમારા ફીડબેકના આધારે સતત સુધારો કરી રહ્યા છીએ."
Google Year in Search 2024: 'સ્ત્રી 2' થી લઈ IPL સુધી, ભારતમાં સૌથી વધુ સર્ચ થઈ આ વસ્તુઓ