શોધખોળ કરો

લાખો-કરોડો વ્યૂ હોવા છતાં પણ YouTube તમારા વીડિયો કરી શકે ડિલીટ, જાણો શું કહે છે નિયમો

YouTube એ વિશ્વભરમાં વિડિઓ સ્ટ્રીમિંગ માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. દર મિનિટે કરોડો લોકો યુટ્યુબ વીડિયો જુએ છે અને વીડિયો પણ અપલોડ કરે છે. પરંતુ શું YouTube ગમે ત્યારે તમારો વિડિયો ડિલીટ કરી શકે છે?

YouTube એ વિડિયો સ્ટ્રીમિંગ માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. યુટ્યુબ પર દરરોજ લાખો યુઝર્સ વીડિયો જુએ છે. વિશ્વભરના યુઝર્સ યુટ્યુબ પર વીડિયો પણ અપલોડ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે YouTube કોઈપણ સમયે લાખો વ્યૂ હોવા છતા તમારો વીડિયોને ડિલીટ કરી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તેની પાછળનું કારણ શું છે.

યુટ્યુબ

ગુગલની માલિકીની વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ યુટ્યુબ સમયાંતરે ઘણા વીડિયો ડિલીટ કરતી રહે છે. હવે સવાલ એ છે કે યુટ્યુબ કયા નિયમો હેઠળ વીડિયો ડિલીટ કરે છે? તમને જણાવી દઈએ કે YouTube એ ચાહત ફતેહ અલી ખાનના ગીત બદો બદીને YouTube પરથી હટાવી દીધું છે. ચાહત ફતેહ અલી ખાનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી પોસ્ટ કરાયેલા ગીતના વીડિયોને 25 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા.

YouTube ગીતને ક્યારે હટાવે છે?

લેટેસ્ટ કિસ્સો ફતેહ અલી ખાનના ગીત બદો બદીનો છે. જાણકારી અનુસાર, કોપીરાઈટ ઈશ્યુને કારણે તેને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યો છે. આ ગીત નૂરજહાંએ 1973માં મૂવ બનારસી ઠગ માટે ગાયું હતું. બંને ગીતોના બોલ સમાન હતા, જેના કારણે ચાહત ફતેહ અલી ખાનનું ગીત હટાવી દેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, નૂરજહાંની ટીમ, જે મૂળ રચનાના અધિકારો ધરાવે છે, તે કોપીરાઈટનો દાવો કરી શકે છે.

યુટ્યુબ પર વિડીયો દૂર થવો તે સામાન્ય બાબત 

જો કૉપિરાઇટ સમસ્યા હોય તો YouTube કોઈપણ વિડિયો દૂર કરી શકે છે. આ સિવાય જો તમે તમારા વીડિયોમાં કોઈના ફોટો કે કોઈ ક્લિપનો ઉપયોગ તેમની સંમતિ વિના કરી હોય તો YouTube તેને પણ હટાવી શકે છે. તેની માર્ગદર્શિકા અનુસાર, યુટ્યુબ એવા વીડિયો સામે પગલાં લઈ શકે છે જેમાં કોઈ સમસ્યા જોવા મળે છે. YouTube એ તાજેતરમાં ભારતમાંથી 22 લાખથી વધુ વીડિયો હટાવ્યા છે. લાખો ચેનલો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નોંધનીય છે કે યુટ્યુબે ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 સુધી કોમ્યુનિટી ગાઈડલાઈન્સ એન્ફોર્સમેન્ટ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં જોવામાં આવ્યું છે કે યુટ્યુબે દુનિયાના ઘણા દેશોના વીડિયોને તેના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે, પરંતુ સૌથી વધુ સંખ્યા ભારતીય વીડિયોની છે. યુટ્યુબે સમગ્ર વિશ્વમાંથી કુલ 90,12,232 વિડિયો તેમના માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ ડિલીટ કર્યા છે. આમાંના મોટાભાગના વીડિયો ભારતના છે. YouTube એ ભારતમાંથી કુલ 22,54,902 વીડિયો ડિલીટ કર્યા છે. આ યાદીમાં ભારત પછી સિંગાપોર બીજા ક્રમે છે, જ્યાં YouTube દ્વારા 12,43,871 વીડિયો ડિલીટ કરવામાં આવ્યા છે. આ સિવાય ત્રીજા સ્થાને યુએસએ છે, જેના 7,88,354 વીડિયો કંપનીએ ડિલીટ કર્યા છે. 

યુટ્યુબ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, આમાંથી 96% વીડિયો 'ઓટોમેટિક ફ્લેગિંગ' દ્વારા ઓળખવામાં આવ્યા હતા. જેનો અર્થ છે કે આ વીડિયોની સમીક્ષા કોઈ માણસ દ્વારા નહીં પરંતુ મશીન દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ એ પણ જાહેર કર્યું કે 51.15% વિડિયો શૂન્ય વ્યુઝ ધરાવે છે, 26.43% વિડિયો 0-10 વ્યુ ધરાવે છે અને માત્ર 1.25% વિડિયો 10,000 થી વધુ વ્યૂ ધરાવે છે.

ચેનલ પર પણ પ્રતિબંધ મૂક્યો છે

આ વીડિયોને તેના પ્લેટફોર્મ પરથી હટાવવા અંગે YouTubeએ કહ્યું હતું કે 39.4% વીડિયો ખતરનાક જણાયા હતા. જ્યારે 32.4% વિડિયો બાળકોની સુરક્ષાની ચિંતાને કારણે દૂર કરવામાં આવ્યા છે. આ સિવાય 7.5% વીડિયો હિંસક અથવા અશ્લીલ હોવાનું જાણવા મળ્યું છે. વીડિયો દૂર કરવાના અન્ય કારણોમાં નગ્નતા અથવા લૈંગિક સામગ્રી, ઉત્પીડન અને ગુંડાગીરી, હિંસા અને હિંસક ઉગ્રવાદને પ્રોત્સાહન અને અન્ય કેટલીક વસ્તુઓનો સમાવેશ થાય છે. વીડિયો દૂર કરવા ઉપરાંત, YouTube એ તેના પ્લેટફોર્મ પરથી કુલ 20,592,341 ચેનલો પણ હટાવી દીધી છે. તેમાંથી 92.8% ચેનલો સ્પામ, ગેરમાર્ગે દોરનારી અથવા ભ્રામક સામગ્રી માટે દૂર કરવામાં આવી છે. તે જ સમયે, 4.5% નગ્નતા અથવા જાતીય સામગ્રી માટે અને 0.9% ખોટી માહિતી ફેલાવવા માટે દૂર કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget