(Source: ECI/ABP News/ABP Majha)
HEALTH TIPS: કોમ્બુચા શું છે? જાણો તેના પીવાના ફાયદા
કોમ્બુચા એ ફર્મેટેડ કાળી ચા છે. જેમાં બ્લેકટીને ટી ફંગસની મદદથી ફર્મેટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા થોડા દિવસોથી લઈને થોડા અઠવાડિયા સુધી ચાલે છે અને તેમાં ખાંડનો પણ ઉપયોગ થાય છે. એકવાર ફોર્મેટ થઇ ગયા બાદ ઇચ્છા મુજબ ઘટકો મિક્સ કરી શકો છો. તે ગરમ અથવા ઠંડા બંને રીતે પી શકાય છે. તે કેફીન ફ્રી પણ છે.
Benefits of Drinking Kombucha : આપે કદાચ કોમ્બુચા નામ પહેલીવાર સાંભળ્યું હશે. કોમ્બુચા એ કાળી અથવા લીલી ચા જેવું જ હળવું શક્તિવર્ધક પીણું છે. તેના સ્વાસ્થ્ય લાભો માટે તેનું મોટાપાયે સેવન કરવામાં આવે છે. તેમાં કેટલાક સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે જે તમારા પેટ માટે સારા માનવામાં આવે છે અને તેનો ઉપયોગ મોટાભાગે વજન ઘટાડવા માટે થાય છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ ખુદને ફિટ અને એનર્જેટિક બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ શું છે કોમ્બુચા પીણું અને તેના શું ફાયદા છે.
કોમ્બુચા શું છે?
કોમ્બુચા એ ફર્મેટેડ કાળી ચા છે. જેમાં બ્લેકટીને ટી ફંગસની મદદથી ફર્મેટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા થોડા દિવસોથી લઈને થોડા અઠવાડિયા સુધી ચાલે છે અને તેમાં ખાંડનો પણ ઉપયોગ થાય છે. એકવાર ફોર્મેટ થઇ ગયા બાદ ઇચ્છા મુજબ ઘટકો મિક્સ કરી શકો છો. તે ગરમ અથવા ઠંડા બંને રીતે પી શકાય છે. તે કેફીન ફ્રી પણ છે.
કોમ્બુચા પીવાના ફાયદા
ટેસ્ટી ચા
જ્યારે કોમ્બુચા ધીમે ધીમે આથો આવે છે, ત્યારે તેમાં હાજર કેટલાક ઉત્સેચકો શર્કરા અને ચાને 7 થી 10 દિવસના સમયગાળામાં હળવા ખાટા, કાર્બોનેટેડ અને તાજગી આપનારા પીણામાં ફેરવે છે, જેનાથી તેનો સ્વાદ ઉત્તમ બને છે.
આંતરડા માટે શ્રેષ્ઠ
કોમ્બુચામાં સામાન્ય રીતે ઘણા એસિડ, વિટામિન્સ અને કેટલાક હાઇડ્રોલિટીક એન્ઝાઇમ હોય છે જે આંતરડા માટે ફાયદાકારક છે.
કેન્સરનું જોખમ ઘટાડે છે
કોમ્બુચા કેન્સરનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે. તેની અંદર રહેલા બેક્ટેરિયા કેન્સરના કોષોને વધતા અટકાવે છે. જો કે આ અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે.
વજન ઘટાડવાનો ઉપાય
વજન ઘટાડવા માટે ગ્રીન ટી શ્રેષ્ઠ કહેવાય છે. જો કે તેની કોમ્બુચા સાથે સરખામણી કરવી ખોટી છે. પરંતુ જ્યારે તમે ચામાંથી કોમ્બુચા બનાવો છો, તો તે તમારા આંતરડાને પણ સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.