શોધખોળ કરો
Advertisement
ગૂગલે Chrome Apps સપોર્ટ બંધ કરવાની કરી જાહેરાત, માર્ચથી થઈ જશે બંધ
ગૂગલે ટાઈમલાઈન જાહેર કરતા જણાવ્યું છે કે, જૂન 2022 બાદ ગૂગલ ક્રોમ એપ્સ કામ નહીં કરે.
નવી દિલ્હી: ગૂગલ Chrome Appsને બંધ કરવા જઈ રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે આગામી સમયમાં આ એપ્સ તમામ પ્લેટફૉર્મ પરથી કામ કરવાનું બંધ કરી દેશે. હવે ગૂગલ ક્રોમ વેબ સ્ટોર પર નવા સબમિશન પણ લઈ શકાશે નહીં.
કંપની માર્ચ 2020થી આ પગલુ લેશે એટલે કે ત્યારથી સબમિશન બંધ કરવામાં આવશે. સબમિશન બંધ થવાથી ડેવલપર્સ આ પ્લેટફૉર્મ પર નવી એપ્સ લાવી શકશે નહીં. જૂની એપ્સ હજુ પણ ચાલુ રહેશે. જો કે સારી વાત એ છે કે ડેવલપર્સ જૂન 2020 સુધી વર્તમાન એપ્સમાં એપડેટ પુશ આપતા રહેશે.
ગૂગલે ટાઈમલાઈન જાહેર કરતા જણાવ્યું છે કે, જૂન 2022 બાદ ગૂગલ ક્રોમ એપ્સ કામ નહીં કરે. ગૂગલ મુજબ ક્રોમ એપ્સને વેબ એપ્સથી રિપ્લેસ કરવામાં આવશે.
ગૂગલ અનુસાર, Windows, Mac અને Linux જેવી તમામ જગ્યાએ તેનો સપોર્ટ બંધ કરવામાં આવશે. જો કે એજ્યુકેશન અને એન્ટરપ્રાઈઝ કસ્ટમર્સ માટે ડિસેમ્બર 2020 સુધી સપોર્ટ આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement