શોધખોળ કરો

Maharashtra: શિક્ષકે વટાવી ક્રૂરતાની હદ, હોમવર્ક ન કરનાર વિદ્યાર્થિનીને ગરમ ચીપિયાથી માર્યો માર

મુંબઇમાં એક શિક્ષકે ત્રણ વર્ષની બાળકી પર ક્રૂરતાની હદ વટાવી દીધી. પહેલા તો બાળકીને થી માર મારવામાં આવ્યો, પછી તેને આનાથી સંતોષ ન થયો, પછી લોંખડનો સળિયો ગરમ કરીને માર માર્યો

મુંબઇમાં એક શિક્ષકે ત્રણ વર્ષની બાળકી પર ક્રૂરતાની હદ વટાવી દીધી. પહેલા તો બાળકીને થી માર મારવામાં આવ્યો, પછી તેને આનાથી સંતોષ ન થયો, પછી લોંખડનો સળિયો ગરમ કરીને માર માર્યો

થોડા દિવસો પહેલા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તમામ શિષ્યોએ તેમના ગુરુઓને અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષકની વિદ્યાર્થીના જીવનમાં મહત્વની ભૂમિકા હોય છે પરંતુ કેટલાક શિક્ષકો એવા હોય છે જેઓ ભક્ષક બનતા સમય નથી લેતા. તેઓ પોતાના ગુરુની ગરિમાને કલંકિત કરીને એવા કામો કરે છે, જેનાથી શિક્ષક સમાજ પણ કલંકિત થાય છે.    આવો જ એક કિસ્સો નવી મુબઇનો સામે આવ્યો છે.

નવી મુંબઈના પડોશી શહેર મુંબઈના ખારઘર વિસ્તારમાં, એક શિક્ષકે 3 વર્ષની બાળકીને તેનું હોમવર્ક પૂરું ન કરવા પર પહેલા ક્રૂરતાથી માર માર્યો પછી લોખંડના ચીપિયાને ગરમ કરીને તેનાથી માર માર્યો  બાળકીના શરીર પર દાઝી ગયેલા નિશાનની તપાસમાં સામે આવ્યું હતું કે, સાડા ત્રણ વર્ષની બાળકીને મહિલા શિક્ષકે ગુસ્સામાં ગરમ ​​કરી તેના શરીરમાં અનેક જગ્યાએ ઘા મારી દીધા હતા.

આ મામલામાં મહિલા શિક્ષક વિરૂદ્ધ બાળ શોષણની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. આરોપી ખારઘરની એક મહિલા છે જે મકરંદ વિહાર, ઘરકુલ સોસાયટી સેક્ટર 15 ખારઘરમાં ટ્યુશન ક્લાસ લે છે. આ બાળકી પણ તેમના ટ્યુશન ક્લાસામાં જતી હતી.

બાળકી ઘરે પહોંચ્યા બાદ થયો ખુલાસો
8મીએ રાબેતા મુજબ તેના માતા-પિતા બપોરે 4 વાગ્યે માસૂમને ક્લાસમાં છોડીને ગયા હતા. બાળકીને નિયમિત સમયે ફરી ઘરે લઇ લાવવામાં આવી તો પેરેન્ટસે  બાળકીના  હાથ પર દાઝી ગયેલા નિશાન જોયા અને પીડિતા બોલી શકતી ન હતી. જો કે મોડી રાત્રે મામલો પ્રકાશમાં આવતાં, માતા પિતાએ  શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.

Vadodara : 'હું ફિમેલમાંથી મેલ બન્યો છું, હું મારી પત્ની સાથે અકુદરતી શારીરિક સંબંધ બાંધી શકું તે માટે સક્ષમ જ નથી'

વડોદરાઃ શહેરની એક પરણીતા દ્વારા પોતાના પતિએ પોતે સ્ત્રીમાંથી પુરુષ બન્યો હોવાની વાત છૂપાવી લગ્ન કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે. ત્યારે હવે તેના પતિએ મીડિયા સામે ખુલાસો કર્યો છે. હું ફિમેલમાંથી મેલ બન્યો છું. 1996થી સેક્સ ચેન્જની પ્રક્રિયા શરૂ કરી હતી. ફરિયાદી મહિલા સાથે 9 વર્ષથી લગ્ન કર્યા છે. મારી પત્નીને મારા વિશે અગાઉથી જ ખબર હતી. મારા માતા પિતા સાઉદી આરબમાં ડોકટર છે. મારા અન્ય એક મહિલા સાથે પણ સંબંધ છે. હું મારી પત્ની સાથે અકુદરતી સેક્સ કરી શકું તે માટે સક્ષમ જ નથી. મેં મારી પત્ની ને ભાયલી માં મકાન અપાવ્યું છે. એના નામ પર લોન લીધી નથી અમારો સંયુક્ત બિઝનેસ કરવા લોન લીધી છે. 

એક સ્ત્રીએ જ સ્ત્રી નું જીવન બરબાદ કર્યા નો દેશનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીના ડોક્ટરે સેક્સ ચેન્જ કરી મહિલા સાથે લગ્ન કર્યા. સમગ્ર મામલે ફરિયાદી મહિલાના વકીલ સિદ્ધાર્થ પવારનું નિવેદન. આ દેશનો પ્રથમ કિસ્સો કહી શકાય. કોવિડ કાળ માં આરોપીએ શરીર ના ઉપર ના ભાગે સર્જરી કરાવી. 

લગ્ન બાદ શરીર ના નીચેના ભાગે સર્જરી કરાવી. આરોપી મહિલા ને બહાના બતાવતો હતો. આરોપીના અન્ય મહિલા સાથે ના સબંધ બાદ ફરિયાદી મહિલાને શક ગયો. આરોપી ના ગાડી માંથી સેક્સ ચેન્જ કર્યા ની ફાઇલ મળતા ભાંડો ફૂટ્યો. આરોપીની ગોત્રી પોલીસે કરી ધરપકડ. આરોપી સામે આઇ.પી.સી 406,420,294ખ,377,506-2 અને 120 બી હેઠળ ગુનો નોંધાયો. આરોપીના પરિવાર સામે પણ ગુનો નોંધાયો.

વડોદરાની વિધવા યુવતીને મેટ્રિમોનિયલ સાઇટ પરથી લગ્ન કરવા ભારે પડી ગયા છે. યુવતીએ જેની સાથે લગ્ન કર્યા હતા તે ટ્રાન્સજેન્ડર નીકળતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.  યુવતીએ દિલ્હીના ટ્રાન્સજેન્ડર પતિ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી છે. સ્ત્રીમાંથી પુરુષ બની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કર્યા. પતિના મૃત્યુ પછી પુત્રીના ભવિષ્ય માટે બીજા લગ્ન કર્યા અને પતિ ટ્રાન્સજેન્ડર નીકળ્યો. મેટ્રિમોનિયલ સાઇટ ઉપર મહિલાએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સાઇટ દ્વારા દિલ્હીના ડોક્ટર સાથે 2014માં લગ્ન કર્યા. આ સમયે કેન્દ્રીય મંત્રીનો સાવકો પુત્ર હોવાનું જણાવ્યું હતું. મહિલાએ સમગ્ર મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી પતિની વડોદરા પોલીસે દિલ્હી પહોંચી ધરપકડ કરી છે. આરોપીને આજે વડોદરા લાવવામાં આવશે.

પુત્રી સાથે દિલ્લી પતિને ત્યાં ગયા પછી પતિ સતત પૂજામાં વ્યસ્ત રહેતો હતો તેમજ શિબિરમાં જતો જેથી પત્નીથી દૂર રહી શકાય. આ અંગે પત્નીએ પૂછપરછ કરતાં તેણે પોતાને એલર્જી હોવાનું બહાનું આગળ ધર્યું હતું. પરણીતાનો આક્ષેપ છે કે, પતિએ તેને એકવાર કહ્યું હતું કે, તે અત્યારે શારીરિક સંબંધ રાખી શકે તેમ નથી કારણ કે તેની એક નાની સર્જરી કરાવાની છે. આ પછી પછી પતિએ કોલકત્તામાં ગર્ભાશય કઢાવી ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી હતી. 

દરમિયાન તેની દીકરીની સ્કૂલ શરૂ થતાં તે ફરી દિલ્લી ગઈ ત્યારે પતિએ ઓપરેશનની વાત કોઇને કહેશે તો શાંતિથી નહીં જીવવા દેવાની ધમકી આપી હતી. આ પછી પતિ તેની સાથે વિકૃત હરકતો કરવા લાગ્યો હતો. જોકે, પુત્રીને ડોક્ટર બનાવવાની ખાતરી આપી હોવાથી તે સહન કરતી હતી. આ દરમિયાન પરણીતાને ખબર પડી હતી કે, તેનો પતિ પહેલા સ્ત્રી હતો અને સર્જરી કરાવી પુરુષ બન્યો છે. આ અંગે જાણ થતાં જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે પરણીતાએ પોલીસમાં પત્ની તેમજ તેની બે માતા અને બે સાવકીબેન સામે ફરિયાદ નોંધાવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget